ગાંધીધામ, તા. 23 : ભચાઉ તાલુકાના સામખીયાળી નજીક ગેસ ભરેલા ત્રણ વાહનો
વચ્ચે અકસ્માત સર્જાતા ભાર અફરાતફરી મચી હતી. આ દરમ્યાન ફસાયેલા લોકોને સુરક્ષીત રીતે
બચાવાયા હતાં. આ અંગે મળતી વિગતો મુજબ આજે સવારે 7 વાગ્યાના
અરસામાં અકસ્માતની આ ઘટના બની હતી. આર.ટી.ઓ પાસે ગેસ ભરેલા ટેન્કર પાછળ વાહન અથડાયુ
હતું. તેની આગળ પણ ગેસ ભરેલું ટેન્કર ત્રણ વાહન સાથે એક સાથે ટકરાયું હતું જેના કારણે
ગેસ લીક થતા ચાલક ફસાઈ ગયો હતો. બનાવ અંગે ભચાઉ ફાયર વિભાગને જાણ કરાઈ હતી. અગ્નિશમન
દળની ટીમ ત્વરીત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા લાકડાનું બુચ બનાવીને
ટેન્કરમાંથી ગેસનું લીકેજ બંધ કર્યું હતું. અને સાવધાની પુર્વક કામગીરી કરીને ફસાયેલા
ચાલકનું રેસ્કયુ કર્યું હતું. ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણેક કલાક સુધી સાવચેતી પુર્વક
કામગીરી કરીને ફસાયેલા ચાલકને બહાર કાઢયો હતો. આ કામગીરી દરમ્યાન બે કલાક સુધી બે કલાક
ટ્રાફીક રોકીને દુર્ઘટના ટાળવામાં આવી હતી. આ કામગીરીમાં કુલદિપભાઈ, શક્તિસિંહ જોડાયા હતાં. ટોલ પ્લાઝાના શૈલેષ રામી, હિતેન્દ્રસિંહ
અને અન્ય સ્ટાફ તેમજ પોલીસનો સહયોગી બન્યો હતો.