• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર બ્રાહ્મણ અર્ચનાબેન મદન પાઠક (ઉ.વ. 83) તે મદનભાઈ ભાઈલાલભાઈ  પાઠક (રિ. સેન્ટ્રલ બેન્ક)ના પત્ની, સ્વ. ભાઈલાલભાઈ જી. પાઠકના પુત્રવધૂ, સ્વ. વસંતબેન જનાર્દન શુક્લના પુત્રી, ઉલુપિ નિલાંગ આચાર્ય, ઉષ્મા અશેષ પાઠક, ખંજન ચિરાગ વ્યાસના માતા, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. પ્રિયબાળાબેન, સ્વ. ભાનુબેન, કિરીટભાઈના ભાભી, સ્વ. જયેશભાઈ આચાર્ય, સ્વ. જયંતભાઈ પાઠક, નવીનભાઈ વ્યાસના વેવાણ, સ્વ. કપિન્જલાબેન, સ્વ. યશનિધિભાઈ, સ્વ. કોકિલાબેન, સ્વ. પન્નાબેન, સ્વ. આશાબેન, સ્વ. મન્મથભાઈના બહેન, ભૃગુલતાબેનના નણંદ, ઇલાબેન, સ્વ. કલ્પનાબેનના દેરાણી, દર્શી યશ કપ્ટા, ડો. હાર્દિ વિરાટ પટેલ, હેતના નાની તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-11-2025ના ગુરુવારે સાંજે 5થી 6 હાટકેશ્વર મંદિર, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : નવીનચંદ્ર મુરારજી ઠક્કર (જોબનપુત્રા) (ઠા. મુરારજી નરશી એન્ડ સન્સ-ભુજ) (ઉ.વ. 80) તે સ્વ. વેજબાઇ મુરારજી નરશીના પુત્ર, માવજી અખઇ (ચપરેડી)ના દોહિત્ર, નિતાબેનના પતિ, સ્વ. પ્રાગજી પ્રેમજી કોડરાણી (અંજાર)ના જમાઇ, સ્વ. શંકરભાઇ, સ્વ. મોહનભાઇ, સ્વ. વિનોદભાઇ, દિલીપભાઇ, સ્વ. કલાવંતીબેન મોહનલાલ, મનોરમાબેન પ્રવીણભાઇ રૂપારેલ (વડોદરા), અનિલાબેન, નિર્મળાબેનના ભાઇ, હરનીશ તથા હિરેનના પિતા, ફાલ્ગુની તથા ઉર્વીના સસરા, પ્રિયંક, દક્ષ, પાર્થ, રવિ, નીલ, દેવ, કૃતીન, પાર્મીના દાદા, પરેશ, ડેનીશ, સુનીલ, બીના સુબોધ ઠક્કરના કાકા, ચંદ્રબાળાબેન તથા વાસંતીબેનના દિયર, વિજયાબેનના જેઠ, હિનાબેન, ડોલીબેન, નીનીબેનના કાકાજી સસરા, મનસુખભાઇ, સંજયભાઇ, શ્રુતિના મામા, વનિતાબેન, ચાંદુબેન, કુસુમબેન, ઉષાબેનના બનેવી તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-11-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 નવી લોહાણા મહાજનવાડી, રૂખાણા હોલ, ભુજ ખાતે.

ભુજ : કુલસુમબેન હકીમ (ખલીફા) (ઉ.વ. 80) તે મ. હાતીમ ઇસ્માઇલના પત્ની, ગુલામમહમદ (પપ્પુભાઇ), સમીમ, શોએબના માતા, મ. મહમદ જખરા, અબ્દુલ લતીફ (જખૌ)ના સાસુ, જુનેદ, અલીઅસગર, અશરાફીલ, અફઝલના નાની, અમાન, હાફીઝ, સલમાનના દાદી તા. 12-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-11-2025ના શુક્રવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન જી.આઇ.ડી.સી. હંગામી આવાસ, સેક્ટર નં. 5, ભુજ ખાતે.

ભુજ : કુંભાર રજિયાબેન (ઉ.વ. 44) તે ઈબ્રાહિમ મામદ કુંભાર (છત્રા)ના પત્ની, મ. આદમ ઉમર અને દાઉદ ઉમર (મિરજાપર)ના બહેન, અ. સતાર, સલીમ, અ. ગનીના ભાભી, સહેજાદ હસણિયાના સાસુ તા. 12-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-11-2025ના શુક્રવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, દાદુપીર રોડ, ભીડ ગેટ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ બગડા (તા. મુંદરા)ના અશોકભાઇ શંકરભાઈ ધેડા (ઉ.વ. 52) તે સ્વ. શંકરભાઈ વેલજીભાઈ ધેડા તથા ગં.સ્વ. મેઘબાઈના પુત્ર, સ્વ. વેલજીભાઈ જખુભાઇ ધેડા, સ્વ. થાવરભાઇ જખુભાઇ ધેડા, ભચુભાઈ જખુભાઇ ધેડાના પૌત્ર, મેઘજીભાઈ થાવરભાઇ ધેડા, ખીમજીભાઈ વેલજીભાઈ ધેડા, સ્વ. ખીમજીભાઈ થાવર ધેડા, મીઠુભાઇ થાવરભાઇ ધેડા, બી.ટી. મહેશ્વરીના ભત્રીજા, રાજેશ, મુકેશ, ખીમજી, સ્વ. કિશોર (કરાચી), સ્વ. હરીશ, જીવરાજ, મુકેશ, જગદીશ, નવીન, સાજન, ભરત, પદમશી, દિનેશ (ગાંધીધામ), હંસાબેન, દેવલબેન, મુલબાઈ, ગંગાબેનના ભાઇ, સ્વ. લધારામ ખેરાજભાઇ થારૂના જમાઇ, કિશન લધારામ થારૂના બનેવી, મહેશભાઈ જીવરાજભાઈ માતંગ, હરિભાઇ હરશી સીજુ, લક્ષ્મણભાઇ વાલજીભાઇ ઠોઠિયા, બાબુભાઈ વેરશી સિંધવના સાળા, સ્વ. પરબતભાઇ માયાભાઈ સોધમ (માજી ધારાસભ્ય, મુંદરા)ના દોહિત્ર તા. 8-11-2025ના ડબલિન (આયર્લેન્ડ) ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 14-11-2025ના શુક્રવારે ઘર નં. 234, સેક્ટર 6, ગણેશનગર, ગાંધીધામ ખાતે.

આદિપુર : ભરતભાઇ ઝાલા (ઉ.વ. 70) (નિવૃત્ત એસ.આર.સી.) તે પંકજબેનના પતિ, સ્વ. તેજમાલભાઇ, સ્વ. કસ્તૂરબેનના પુત્ર, સ્વ. મનુભાઇ (નિવૃત્ત એફ.સી.આઇ.), દીપકભાઇ (નિવૃત્ત એસ.ટી.), સ્વ. લીલાવંતીબેન ગોહિલ, સ્વ. મુક્તાબેન રાઠોડ, ગં.સ્વ. જ્યોતિબેન ચૌહાણના ભાઇ, સ્વ. લલિતાબેન, નર્મદાબેનના દિયર, નીલેશ, કૌશિક, નીકિતાના પિતા, મીના, નિશા, જસ્મિન રાજપૂતના સસરા, સ્વ. જયંતીભાઇ તથા સ્વ. દમયંતીબેન પરમારના જમાઇ, સુરેશ, સ્વ. દીપક, કિશોરના બનેવી, રાજેશ, મયૂર, યોગેશ, સ્વ. ધર્મેન્દ્ર, કામિની ચૌહાણના કાકા, કવિતા, જ્યોતિ, વિપુલા, રેખાના કાકા સસરા, પૃથ્વી, રાશિ, આયુષ, ભાવિક, કરન, દીપ, દર્શનના દાદા, યુવરાજ, દિવ્યાંશ, મનનના નાના તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-11- 2025ના ગુરુવારે સાંજે 4થી 5 મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે.

મુંદરા : અ.સૌ. વૈશાલીબેન (ઉ.વ. 48) તે ભૂપેન્દ્રભાઈ શંભુલાલ પિપરાણીના પત્ની, સ્વ. શાંતાબેન, સ્વ. શંભુલાલ કાનજીના પુત્રવધૂ, કાન્તાબેન મોહનલાલ લખમશી રાજલ (અંજાર)ના પુત્રી, ગં.સ્વ. તારાબેન લક્ષ્મીકાન્ત, ચંદ્રિકાબેન ચતુરાસિંહ, ભાવનાબેન કિશોરભાઈ, ગં.સ્વ. ભારતીબેન કીર્તિભાઈના નાના ભાઈના પત્ની, હીનાબેન હરેશભાઈ, દીપાલીબેન રાજુભાઈના ભાભી, સ્વ. ચંપાબેન કાન્તિલાલ રાયચના (મુલુંડ), કોકિલાબેન પ્રકાશકુમાર રાયચના (મુલુંડ), ગં.સ્વ. ભાવનાબેન મહેન્દ્રકુમાર પલણના ભાભી, જય, મોનાના માતા, હિરલબેન જયના સાસુ, જિગર (અંજાર)ના બહેન, નમ્રતાબેનના નણંદ, કેશ્વીના દાદી તા. 12-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-11-2025ના શુક્રવારે સાંજે 4થી 5 પટેલ સમાજવાડી, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : હિન્દુ લુહાર ભાનુબેન ચંદ્રકાન્તભાઇ સિદ્ધપુરા (ઉ.વ. 75) તે ચંદ્રકાન્તભાઇ ખીમજી સિદ્ધપુરાના પત્ની, સ્વ. ઝવેરબેન ખીમજી સિદ્ધપુરાના પુત્રવધૂ, સ્વ. શાંતાબેન માવજી સોલંકીના પુત્રી, સ્વ. અરવિંદભાઇ, સ્વ. શાંતિલાલ, સ્વ. ઇશ્વરભાઇ, હર્ષદભાઇ, વનિતાબેન, સરસ્વતીબેનના ભાભી, અનસૂયાબેન, શોભનાબેન, ઇલાબેન, ત્રિવેણીબેનના જેઠાણી, પ્રતિમાબેન, મનીષભાઇ, બિંદુબેન, નયનાબેન, નિશાબેનના માતા, નિતાબેન, શશિકાંતભાઇ પિત્રોડા, રાજેશભાઇ ઉમરાણિયા, દીપકભાઇ પરમાર, વિજયભાઇ ઉમરાણિયાના સાસુ, વિષ્ણુ અને ધ્રુવના દાદી, શિવજીભાઇ, મહેશભાઇના બહેન તા. 10-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-11-2025ના ગુરુવારે સાંજે 4થી 5 લુહાર સમાજવાડી, ભીડ ગેટ, ભુજ ખાતે.

માનકૂવા (તા. ભુજ) : માતંગ કેસરબેન કાનજી ભાગવંત (ઉ.વ. 73) તે સ્વ. કાનજી મગનભાઇ માતંગના પત્ની, નેણબાઇ વેરસી સિંગરખિયા, સ્વ. રામજી, સ્વ. લખનભાઇના માતા, જશુબેન, દમયંતીબેનના સાસુ, કાજલ, રાજ, કોમલ, રોહિત, ક્રિષ્નાના દાદી, સ્વ. મીઠુભાઇ, સ્વ. હરજીભાઇ, કેશરબેન, ભચીબેનના ભાભી, ખેરાજભાઇ, ખીમજીભાઇ, રમેશભાઇ, મુકેશ, નરેશભાઇના મોટામા, સ્વ. હરસી લાખા આયડીના પુત્રી, દેવજીભાઇ, ડાયારામ, સ્વ. સુમાર, બુદ્ધારામ, પાલાઇબાઇના બહેન તા. 10-11-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 13-11-2025ના ગુરુવારે રાત્રે આગરી અને તા. 14-11-2025ના શુક્રવારે સવારે ઘડાઢોળ (બારસ) નિવાસસ્થાન રેલવે ફાટક નજીક, ભારાસર રોડ, સધુરાઇવાસ ખાતે.

માનકૂવા (તા. ભુજ) : માતંગ રામજી કાનજી ભાગવંત (ઉ.વ. 46) તે સ્વ. કેસરબેન કાનજીભાઇ માતંગના પુત્ર, નેણબાઇ વેરસી સિંખરખિયા, સ્વ. લખનના ભાઇ, જશુબેનના પતિ, દમયંતીબેનના જેઠ, કાજલબેન જિજ્ઞેશ સિંગરખિયા, રાજ, કોમલના પિતા, રોહિત, ક્રિષ્નાના મોટાબાપા, ખેરાજભાઇ, ખીમજીભાઇ, રમેશભાઇ, મુકેશભાઇ, નરેશભાઇના ભાઇ, દેવજીભાઇ આયડીના જમાઇ, સ્વ. સુમારભાઇ, સ્વ. બુદ્ધારામભાઇ, ડાયારામભાઇ, પાલાઇબેનના ભાણેજ, પ્રેમજીભાઇ, અરવિંદ, રમેશ, લખન, અશોક, કિરણ, કાન્તાબેનના બનેવી તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 13-11-2025ના ગુરુવારે રાત્રે આગરી અને તા. 14-11-2025ના શુક્રવારે સવારે ઘડાઢોળ (બારસ) નિવાસસ્થાન રેલવે ફાટક નજીક, ભારાસર રોડ, સધુરાઇવાસ ખાતે.

માનકૂવા (તા. ભુજ) : વાલજી કરશન મેરિયા તે કરશન મંગલ મેરિયા અને માનબાઇના પુત્ર, જેન્તીભાઇ, ધનજી લાલજી, ગોવિંદ, મેઘજી ભીમજી મેરિયા, મગનભાઇ, મૂરજી બુચિયા (જામથડા), મુરીબેનના ભાઇ, ગોપાલ તથા પૂનમના કાકા, અમૃત, ખેતશી, ચમન, કિશોર, નરેશ, વસંત, દિનેશ, અરવિંદ, ભરત, નિખિલ, લક્ષ્મી જેન્તી, કંકુબેન રમેશ, રતુબેન શંકર, દિવ્યાબેન અરવિંદ, દમયંતી મનસુખના મોટાબાપુ, આશા હીરા જોગુ (નલિયા), આશબાબાઇ હીરાના જમાઇ, કરશન બુધા (ઝુરા), વસુ બુધા ખોયલાના ભાણેજ તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. તા. 13-11-2025ના ગુરુવારે સાંજે આગરી અને તા. 14-11-2025ના સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન માનકૂવા ખાતે.

વડઝર (તા. ભુજ) : ડાયાભાઇ ભીમાભાઇ માંગલિયા (ઉ.વ. 48) તે સ્વ. ભીમા લધા, ગાંગબાઇના પુત્ર, મંજુલાબેનના પતિ, અમરત, મનીષા, રાધા, દક્ષા, શંકરના પિતા, રાજેશ ખેરાજ ડોરૂના સસરા, સ્વ. રાજા ભીમા, મંગા ભીમા, માલબાઇના ભાઇ, કાનજી રાજા, ભાણજી રાજા, અજય મંગાના કાકા તા. 10-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વડઝર ખાતે.

કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ તુણાના ગોસ્વામી જિગરગિરિ તે ગં.સ્વ. પુષ્પાબેન નરશીગિરિ રધગિરિના પુત્ર, અંકિતાબેનના પતિ, માહિરગિરિ તથા શિવન્યાના પિતા, સ્વ. કાશીબેન ચંચલગિરિ, સ્વ. દમયંતીબેન મોહનગિરિ, ગં.સ્વ. પ્રભાબેન નારણગિરિ, સ્વ. રમીલાબેન રણછોડગિરિ, સ્વ. કાશીબેન ચતુરગિરિ (વીરા), સ્વ. શાંતાબેન રણછોડપુરી (દેવરિયા)ના ભત્રીજા, ગં.સ્વ. શીતલબેન અનિલપુરી (લાખાપર), ઇલાબેન અમૃતગિરિ, મનીષાબેન પ્રફુલ્લગિરિ (ભુજ), ડોલીબેન કમલેશગિરિ (ખેડોઇ), સ્વ. શંકરગર, સ્વ. ભરતગર, હિતેષગરના ભાઇ, કોમલબેન હિતેષગિરિ, ગં.સ્વ. ગીતાબેન ભરતગિરિના દિયર, ભાવનાબેન કમલેશભારથી મીઠુભારથી (આણંદસર)ના જમાઇ, જનકપુરી, કિરણપુરી, રમણીકપુરી, પ્રધાનપુરી (અંજાર)ના ભાણેજ તા. 12-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 14-11- 2025ના શુક્રવારે સાંજે 4થી 5 ભાવેશ્વર મહાદેવ મંદિર, તળાવની પાળે, કિડાણા ખાતે. ઘડાઢોળ તા. 22-11-2025ના શનિવારે નિવાસસ્થાને કિડાણા ખાતે.

મોટા રતડિયા (તા. માંડવી) : હાલે નવસારી વીરગિરિ શંકરગિરિ ગોસ્વામી (ઉ.વ. 82) તે મણિબેનના પતિ, લક્ષ્મીબેન લાલગિરિ (મોટા કરોડિયા)ના જમાઈ, રાજેશગિરિ, સુખદેવગિરિ, ભાવેશગિરિ, કસ્તૂરબેન, ભારતીબેનના પિતા, અમરતગિરિ, ભવાનગિરિ, મુલગિરિ, સ્વ. મોહનગિરિ, મયૂરીબેન મોહનગિરિ (રામાણિયા)ના ભાઈ તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-11-2025ના બપોરે 3થી 4 મહાકાલેશ્વર મંદિર, મોટા રતડિયા ખાતે.

રામપર વેકરા (તા. માંડવી) : નોડે હાજી હુશેન આમદ (ઉ.વ. 78) તે અબ્દુલ, જુસબ, સિદિક, કાદર, મુસાના પિતા, સમેજા ઇદ્રિસ અબ્દુલ્લાહ (ભડલી)ના સસરા, મેર હુશેન ઉમર (રોહા સુમરી)ના બનેવી, મ. જાકુબ, મ. ઇસ્માઇલ, રમજુ, કાસમ, ઉમરના મોટા ભાઇ તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-11-2025ના શુક્રવારે સવારે 10.30થી 11.30 મસ્જિદ કમ્પાઉન્ડમાં.

ઢીંઢ (તા. માંડવી) : સુમરા ફારુક લતીફ (ઉ.વ. 35) તે સુમરા લતીફ કાસમના પુત્ર, મ. સુમરા કાસમ બાવાના પૌત્ર, મ. સુમરા જુસબ કાસમ, સુમરા અભુભખર, સુમરા રજાક, સુમરા સતાર, સુમરા અલતાફ, સુમરા જુનેદના ભત્રીજા, સુમરા ઇમરાન, સુમરા અસલમ, સુમરા જુબેરના ભાઇ, સુમરા મોહમદસાદના કાકા, સુમરા ગફુર, સુમરા સાજીતના સાળા, સુમરા અભુભખર, સુમરા લતીફ, સુમરા અજીજના ભાણેજ તા. 12-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-11-2025ના શુક્રવારે સવારે 9 વાગ્યે ઢીંઢ જમાતખાના ખાતે.

છસરા (તા. મુંદરા) : મૂળ વવારના કાનાભાઇ કલ્યાણભાઇ ભલા (ગઢવી) (ઉ.વ. 42) તે કલ્યાણભાઇ (કવિ કલ્યાણકારી)ના પુત્ર, જશરાજના મોટા ભાઇ, યશવીરના પિતા તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. પાણીવાર તા. 21-11-2025ના નિવાસસ્થાન છસરા ખાતે.

માતાના મઢ (તા. લખપત) : વિશાલસિંહ રતનસિંહ સોઢા (ઉ.વ. 25) તે રતનસિંહ હિરાજીના પુત્ર, સ્વ. હિરાજી, સ્વ. હઠુભા, મંગલજી, સ્વ. રણજિતસિંહ, સ્વ. ભેરાજી, પુનાજી, સ્વ. કુંપાજી, ભુરાજી, તગાજી, મહેરાજી, રૂગાજી સોઢા (બિબ્બર)ના પૌત્ર, લાલુભા, સ્વ. મહિપતસિંહ, ઘનશ્યામસિંહ, દશરથસિંહ, જયપાલસિંહ, દિલીપસિંહ, ભગીરથસિંહ, રાજેન્દ્રસિંહ, પ્રતાપસિંહ, પરેશસિંહ, કિશનસિંહ, નરપતસિંહ, ભરતસિંહ, જિતેન્દ્રસિંહ, પ્રહલાદસિંહ, નરેન્દ્રસિંહ, હિંમતસિંહ, શક્તિસિંહ, જુવાનસિંહ, રોહિતસિંહના ભત્રીજા, ચંદ્રસિંહ, નિર્મલસિંહ, સિદ્ધરાજસિંહ, મિતરાજસિંહ, નકુલસિંહ, જયવીરસિંહના ભાઇ, જાડેજા મહેન્દ્રસિંહ મેઘરાજજી (મોટા રેહા)ના જમાઇ, નરેન્દ્રસિંહ જાડેજા, વિજયસિંહના બનેવી, સ્વ. જાડેજા વિરમજી ખેંગારજી (જખૌ-બેલા)ના દોહિત્ર, અર્જુનસિંહના ભાણેજ તા. 12-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું 12 દિવસ સુધી નિવાસસ્થાને સોઢા કેમ્પ, માતાના મઢ ખાતે.

માતાના મઢ (તા. લખપત) : આરતીબા વિશાલસિંહ સોઢા (ઉ.વ. 23) તે રતનસિંહ હિરાજી સોઢાના પુત્રવધૂ, જાડેજા મહેન્દ્રસિંહ મેઘરાજજી (મોટા રેહા)ના પુત્રી, નરેન્દ્રસિંહ જાડેજા તથા વિજયસિંહ જાડેજાના બહેન, સ્વ. હિરાજી, સ્વ. હઠુભા, મંગલસિંહ, સ્વ. રણજિતસિંહ, સ્વ. ભેરાજી, પુનાજી, સ્વ. કુંપાજી, ભુરાજી, તગાજી, મહેરાજી, રૂગાજી સોઢા (બિબ્બર)ના પૌત્રવધૂ, લાલુભા, સ્વ. મહિપતસિંહ, ઘનશ્યામસિંહ, દશરથસિંહ, જયપાલસિંહ, દિલીપસિંહ, ભગીરથસિંહ, રાજેન્દ્રસિંહ, પ્રતાપસિંહ, પરેશસિંહ, હિંમતસિંહ, કિશનસિંહ, નરપતસિંહ, ભરતસિંહ, જિતેન્દ્રસિંહ, પ્રહલાદસિંહ, નરેન્દ્રસિંહ, શક્તિસિંહ, જુવાનસિંહ, રોહિતસિંહના ભત્રીજાવધૂ, ચંદ્રસિંહ, નિર્મલસિંહ, સિદ્ધરાજસિંહ, મિતરાજસિંહ, નકુલસિંહ, જયવીરસિંહના ભાભી તા. 12-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું 12 દિવસ સુધી સોઢા કેમ્પ, માતાના મઢ ખાતે.

રાજકોટ : ઠા. અરાવિંદભાઈ ભાઈચંદભાઈ પોપટ (ઉ.વ. 77) (દડવીવાળા) તે ભાવેશ પોપટ (ભાવેશ એજન્સી, રાજકોટ), મિતેશ પોપટ (કહાન ઇન્ટરનેશનલ અમદાવાદ)ના પિતા તા. 12-11-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 13-11-2025ના ગુરુવારે સાંજે 4થી 5.30 પારસ હોલ, પારસ સોસાયટી, શેરી નં. 5, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે, રાજકોટ ખાતે. 

Panchang

dd