• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ લોરિયાના તન્ના નિર્મળાબેન ઠક્કર (ઉ.વ. 70) તે સ્વ. તુલસાબેન દયારામના પુત્રવધૂ, સ્વ. ચમનલાલના પત્ની, ગં.સ્વ. નિર્મળાબેન કાકુભાઇ, રમેશભાઇ (મુંબઇ), નવીનભાઇ (લોરિયા)ના ભાભી તા. 9-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-11-2025ના મંગળવારે સાંજે 4થી 5 શેઠ નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાળા) લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે.

ભુજ : મૂળ મોરજરના કચ્છી બ્રહ્મક્ષત્રિય ગં.સ્વ. પુષ્પાબેન ખીમજી (શંકરલાલ ખત્રી) જોગી (ઉ.વ. 92) તે સ્વ. ખીમજી (શંકરલાલ) વિશનજી જોગીના પત્ની, સ્વ. મણિબાઈ લાલજી સોદાગરના પુત્રી, સ્વ. માધવજીભાઈના બહેન, સ્વ. મોહનલાલ, સ્વ. નાનાલાલના ભાભી, પંકજ, રંજનબેન, જાગૃતિબેન, પૂર્વીબેનના માતા, કલ્પનાબેન (હર્ષિદા), ભગવાનલાલ છાટબાર, સ્વ. જયેશભાઈ ટાટારિયા, મનીષકુમાર છાટબારના સાસુ, નયનાબેન, સીમાબેનના મોટાસાસુ, ડો. વિજય, નીતિનના મોટીમા, કેવલ, ધૈર્યના દાદી, ભાગ્યશ્રી, લક્ષ્મીના દાદીસાસુ, ક્રિવા, નક્ષના પરદાદી તા. 10-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-11-2025ના બુધવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મંઢા જુમા હુશેન (ઉ.વ. 62) તે હુશેન સુમાર મંઢાના પુત્રગની, ઇમરાન, અનવરના પિતા તા. 8-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-11-2025ના સવારે 9.30થી 10.30 ભીડ નાકા બહાર, ભૂતેશ્વર રોડ, આઝાદ નગર, ઇમામ ઓટા પાસે, ભુજ ખાતે.

ગાંધીધામ : આશાબેન (પ્રિયા) પીયૂષભાઈ ચૂડાસમા (ઉ.વ. 42) તે ગં.સ્વ. પાર્વતીબેન રણછોડભાઈ ચૂડાસમાના પુત્રવધૂ, પીયૂષભાઈના પત્ની, મિતાલી અને અર્ચિતાના માતા, લીલાવતીબેન, પૂર્વીબેનના ભાભી, સ્વ. મધુબેન નરશીભાઈ બાલપરિયાના પુત્રી, હરેશભાઈના બહેન, રીટાબેનના નણંદ તા. 10-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-11-2025ના મંગળવારે સાંજે 4થી 5 ભાઈઓ-બહેનોની આદિપુર બસ સ્ટેશનની સામે, કપિલમુનિ આશ્રમની બાજુમાં, ખારવા સમાજવાડી ખાતે.

માંડવી : ગં.સ્વ. નર્મદાબેન (બબીબેન) ફોફીંડી (ઉ.વ. 82) તે સ્વ. રવિલાલ રામજી ફોફીંડીના પત્ની, સ્વ. ઇશ્વરભાઇ, રમેશભાઇ (રણછોડ), કલ્પનાબેન, હિનાબેનના માતા, સુનિતાબેન, ચંદ્રકાંતભાઇ (ગટુભાઇ), દિનેશભાઇના સાસુ, સોનમ, રોહનના દાદી, જાનકી, ધીરેન, પ્રિયંકા, નયની, અભિષેકના નાની તા. 10-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-11- 2025ના સાંજે 4થી 5 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

માંડવી : કોરેજા ફાતમાબાઇ ઓસમાણ (ઉ.વ. 72) તે મ. ઓસમાણ ઇસ્માઇલના પત્ની, મ. સોકત, મુસ્તાક, સિકંદરના માતા, વેણ નૂરમામદ સાલેમામદ, વેણ જુસબ સાલેમામદ (બાંડિયા)ના બહેન, કરીમમામદ અબ્દુલા, જુસબ રમજુ, મોહસીન ઇબ્રાહિમ, ઇકબાલ કરીમામદ, રમજુ મામદ, આમદ મામદના કાકી તા. 9-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-11- 2025ના બુધવારે સવારે 10થી 11 ધોબી જમાતખાના, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : ભાનુબેન ચંદ્રકાંતભાઇ સિદ્ધપુરા તા. 10-11-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 11-11-2025ના મંગળવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાનેથી શાલીભદ્ર નગર, મહાપ્રભુનગરની બાજુમાં, ભવાની હોટલની પાછળ, માધાપરથી નીકળશે.

દેશલપર વાંઢાય (તા. ભુજ) : કડવા પાટીદાર નારણ અમૃતલાલ ભગત (ઉ.વ. 56) તે ગં.સ્વ. મંજુલાબેનના પતિ, મોંઘીબેન અમૃતલાલ લાલજી ભગતના પુત્ર, પ્રદીપ, અનિલ, નીલમબેન મિતેષ સેંઘાણી (પદમપુર)ના પિતા, મંજુલાબેન માવજી રંગાણી (આણંદસર), રસીલાબેન મહેન્દ્ર માકાણી (ડોમ્બીવલી)ના ભાઈ, વેલજીભાઈ, દેવજીભાઈ (ગોવા), સ્વ. મોહનલાલના ભત્રીજા, સ્વ. ખીમજી રામજી ચોપડા (મંગવાણા)ના દોહિત્ર, સ્વ. રામજી કાનજી દિવાણી (ભિટારા)ના જમાઈ તા. 10-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-11-2025ના બુધવારે સવારે 8.30થી 11 લક્ષ્મીનારાયણ સનાતન પાટીદાર સમાજવાડી, દેશલપર ખાતે.

બિદડા (તા. માંડવી) : ગલાંગા રાજબાઈ સંઘાર (ઉ.વ. 75) તે સ્વ. સુજાભાઈ બાવાળાભાઈ ગલાંગાના પત્ની, સ્વ રાણબાઈ બાવાળાના પુત્રવધૂ, સ્વ. ગગુ લાખિયાર (પીપરી)ના પુત્રી, સ્વ. નારાણભાઈ, સ્વ.ગોપાલભાઈ, જગુભાઈ, ભચીબાઇ, હીરબાઇ, સ્વ. મેઘરાજના બહેન, મેઘબાઈ મેઘરાજ (કોડાય), બચીબેન વિરમ (જખણિયા), રાજબાઈ વાલજી (કોડાય), વાલબાઈ બાબુ (કોડાય), પુરબાઈ મંગલ (વાંઢ), સોનબાઈ પરબત (ભોજાય), સ્વ. વાલજીભાઈ બાવાળાના ભાભી, વિનોદભાઈ, સુધા દીદી, કુસુમબેન, સરલાબેનના માતા, વિમલભાઈ,નવીનભાઈના સાસુ, કમલેશ, રીના, કપિલ, રૂચિતા, તનુજના દાદી, વિજયભાઈ, જયાબેન, રવિભાઈના મોટીમા, સામતભાઈ, કલ્યાણભાઈ, કિશોરભાઈના કાકાઇ ભાભી, સાવન, વૃંદા, બંસરી, હેન્શ, ધ્યાનસના નાની તા. 10-11- 2025ના અવસાન પામ્યા છે. સાદડી નંબર વિસ્તાર, સર્વોદય હોસ્પિટલની સામે.

જિયાપર (તા. નખત્રાણા) : પોકાર મનસુખભાઇ (ઉ.વ. 46) તે શારદાબેન છગનલાલ નાનજી પોકારના પુત્ર, કંચનબેનના પતિ, આર્યન, ક્રિશાના પિતા, પ્રવીણભાઇ, જયશ્રીબેન રાજેશભાઇ વાસાણીના ભાઇ, કિંજલબેન અને રામના મોટાબાપા, સ્વ. સોમજીભાઇ, ભાણજીભાઇ, રમણભાઇ, કંકુબેન (કલ્યાણપુર), સ્વ. મોંઘીબેન (માનકૂવા), કસ્તૂરબેન (આણંદસર)ના ભત્રીજા, મણિલાલભાઇ, હંસરાજભાઇ, રાજેશભાઇ, હરિલાલભાઇ, પરષોત્તમભાઇના કાકાઇ ભાઇ, કાંતિલાલ ગોવિંદભાઇ લિંબાણી (દરશડી)ના જમાઇ તા. 9-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11 તથા 12-11-2025ના (બે દિવસ) સવારે 8થી 11 તથા બપોરે 3થી 5 નિવાસસ્થાને જિયાપર ખાતે.

સાંધાણ (તા. અબડાસા) : ત્રિકમજી છગનજી ઉડિયાણા (ઉ.વ. 76) તે મંગળાબેનના પતિ, મનોજસિંહ, અરવિંદસિંહ, ગં.સ્વ. જ્યોતિ અરવિંદભાઇ ચૌહાણના પિતા, સ્વ. મણિબા વેલજી પરમાર (ભવાનીપર)ના જમાઇ તા. 7-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી / પ્રાર્થનાસભા નિવાસસ્થાને.

માનપુરા-કોઠારા (તા. અબડાસા) : જીવણ નારણ પરગડુ (રવજીભાઈ) (ઉ.વ. 62) તે ઉમરાબાઈના પતિ, કાનબાઈ હીરા (બીરુ)ના ભાઈ, કાંતાબેન નથુ બુચિયા, રાજુબાઈ રવજી સીજુ (વરડિયા), તુલસી ભગત, હીરજીના પિતા, દામજી મંગા, હરજી મંગા, શિવજી પુનાભાઈના કાકાઇ ભાઈ, વેરસી શિવજી જેપાર (ગોયલા)ના જમાઈ તા. 10-11-2025ના અવસાન પામ્યા છે. તા. 12-11-2025ના બુધવારે સાંજે બારસ, તા. 13-11-2025ના સવારે ઘડાઢોળ રામદેવપીર મંદિરની બાજુમાં, માનપુરા જૂનાવાસ ખાતે.

મોથાળા (તા. અબડાસા) : દીપ (ઉ.વ. 25) તે સ્વ. જયશ્રીબેન વિનોદભાઈ નાનજી પોમલના પુત્ર, સ્વ.નાનજી લક્ષ્મીદાસ, ધનજી લક્ષ્મીદાસ (માધાપર)ના પૌત્ર, કેતન ધનજી પોમલ (મિરઝાપર), પ્રિતિબેન, હિનાબેન, ભાવિકાબેનના ભત્રીજા, કૃણાલ મંગના કાકાઈભાઈ, ભારતીબેન તેજસ સોની (રસલિયા), નીતાબેન ઉદય સોની (ભુજ), ક્રિષ્નાબેન યોગેશ સોની (રવાપર)ના ભાઈ, ગં.સ્વ. શાંતાબેન કાનજી (માતાના મઢ)ના દોહિત્ર, હર્ષિદાબેન રાજેશભાઈ સોની (માતાના મઢ), ગં.સ્વ. ધીરજબેન મૂળજી સોની (માધાપર), કમળાબેન કાંતિલાલ સોની (મિરઝાપર) ગં.સ્વ. ભગવતીબેન દામજી સોની (દહીંસરા)ના ભાણેજ, જીયા, દિવ્ય, હીરવા, યસ્વી, શિયાના મામા તા.10-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-11-2025ના સાંજે 4થી 5, ભાનુશાલી મહાજન વાડી, મોથાળા ખાતે.

ઘડુલી (તા. લખપત) : જાડેજા ખેંગારજી હઠીસંગજી (ઉ.વ. 75) તે સ્વ. નરેન્દ્રસિંહ, અરવિંદસિંહ, ગજુભાના ભાઇ, પ્રતાપસિંહના પિતા, લાલુભા, નવુભાના કાકા, પ્રતાપસિંહના મોટાબાપુ, હર્ષદીપસિંહના દાદા, સોઢા મહિપતસિંહ, મહેન્દ્રસિંહના સસરા તા. 9-11-2025ના અવસાન પામ્યા છે. તા. 19-11-2025ના બુધવારે સાંજે આગરી તથા તા. 20-11-2025ના ગુરુવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન ઘડુલી ખાતે.

રામવાવ (તા. રાપર) : જહુબેન (ઉ.વ. 80) તે ધનાભાઈ વાલાભાઈ વરચંદ (ડોસાણી)ના પત્ની, કરસનભાઈ (જિલ્લા સદસ્ય, ભારતીય કિસાન સંઘ)ના ભાભી, ધારાભાઈ, વેલાભાઈના માતા, ઈશ્વર, રાજેશના મોટીમા, યશસ્વી, પ્રાચી, માધવ, પ્રિન્સના દાદી તા. 9-11-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 12-11-2025ના બુધવારે નિવાસસ્થાન, રામવાવ ખાતે.

મુંબઇ : મૂળ બિદડાના ગોદાવરીબેન (ઉ.વ. 91) તે સ્વ. કાનજી હીરજી રૂપારેલના પત્ની, ગં.સ્વ. નલિની હરેન્દ્ર ઠક્કર, પ્રજ્ઞા ઉદય માધવાણી, રમેશ, વિજયના માતા, ભાવના, રેખાના સાસુ, વેલજી દેવજી ચંદેના પુત્રી તા. 9-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મુંબઇ : ચંદ્રિકાબેન (ઉ.વ. 7) તે સ્વ. જસુમતીબેન જમનાદાસ અભાણીના પુત્રવધૂ, સ્વ. રજનીકાંતના પત્ની, સ્વ. મૂલબાઇ પ્રાગજી કોઠારીના પુત્રી, વિનોદ, નીલિમા દીપક કોઠારી, લીના જિગર મહેતાના માતા, માધુરીના સાસુ, સિદ્ધાર્થના દાદી તા. 8-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)

Panchang

dd