• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

નેટબોલ અંડર - 19 (બહેનો) : માંડવીની એસ.કે.આર.એમ. શાળાની વિદ્યાર્થિનીઓ રાષ્ટ્રીય સ્તરે પસંદ

માંડવી, તા. 6 :સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા આયોજીત રાજયકક્ષાની અંડર 19 નેટબોલ બહેનોની સ્પર્ધા મોડાસા મુકામે યોજાઈ હતી. જેમાં ર1 ટીમોએ ભાગ લીધો હતો જેમાં માંડવીની એસ.કે.આર.એમ. શાળાની ટીમે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાની કુલ 3 વિદ્યાર્થિની રાષ્ટ્રીય સ્તરે રમવા માટે પસંદગી પામી છે. જેમાં લિંબાણી તન્વી દેવરામભાઈ ધો. 11, જુનેજા નુશરત હુશેન ધો. 11, રાઠોડ પૂર્વી રાકેશભાઈ ધો. 11 સામેલ છે. શાળાના માનદ્મંત્રી ભરત વેદ, ઉચ્ચ માધ્યમિક વિભાગના આચાર્ય હીનાબેન શાહ, માધ્યમિક વિભાગના આચાર્ય ડો. ઈશ્વર ચારણ તથા સમગ્ર શાળા પરિવારે તેમને બિરદાવી હતી. શાળાના વ્યાયામ શિક્ષક રામદેવાસિંહ ઝાલા માર્ગદર્શક રહ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang