ભુજ, તા. 18 : પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર દ્વારા
ફ્યુચર સ્ટાર ક્રિકેટ અકાદમીનું પોલીસવડા વિકાસ સુંડા અને ઉદ્યોગપતિ વિનોદ સોલંકીએ
શાત્રોક્તવિધિ સાથે ઉદ્ઘાટન કર્યું હતું. પોલીસવડા વિકાસ સુંડાએ ઉદ્બોધનમાં કહ્યંy હતું કે,
મંચસ્થ મહેમાનો પાસેથી બાળકોએ શીખવા જેવું છે કે, તેઓ સમયની વ્યસ્તતા વચ્ચે અહીં પ્રોત્સાહન આપવા આવ્યા. મોટા પદ પર પણ વિનમ્રતા
જરૂરી છે. સાથે બાળકોને પ્રેક્ટિસમાં નિયમિતતા કેળવવા હાકલ કરી હતી અને હારમાંથી પણ
કંઇક શીખીને જીત તરફ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. `અકાદમીના એક ખેલાડીની રમતને જોતાં મને રવીન્દ્ર
જાડેજાની યાદ આવી ગઇ' કહીને બાળકને કિટ અર્પણ કરી હતી. કચ્છ ક્રિકેટ એસો.ના
મંત્રી અતુલ મહેતાએ જણાવ્યું હતું કે, શ્રી સુંડાએ એસોસિયેશનના
વિકાસ માટે જે મહેનત કરી છે તે માટે સંપૂર્ણ રીતે સાથ અપીશું. સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ
એસો.ને પત્ર લખીને જિલ્લાની મેચો ભુજમાં રમાય તેવા પ્રયાસ કરીશું તેવી ખાતરી આપી હતી.
ઉદ્યોગપતિ ધનસુખ શિયાણીએ એકેડેમીના ખેલાડીઓને પ્રેક્ટિસ માટે બે કિટ આપી હતી. સમાજરત્ન
ઉદ્યોગપતિ વિનોદ સોલંકીએ મેદાનની બંને બાજુ ક્રીનનું નિર્માણ તથા અગાઉ બનાવી આપેલા
પ્રવેશદ્વારને યાદ કર્યા હતા. આ તકે શ્રી ક્રિશ્ચિયને શ્રી સોલંકીનું સન્માન કર્યું
હતું. આ પ્રસંગે મહેમાનો વિનોદ સોલંકી, ધનસુખ શિયાણી,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હિંમત વસણ, રવજી ખેતાણી,
નીલેશ શિયાણી, પ્રવીણ હીરાણી, અશોક મહેતા, ગિરીશ ઝવેરી, મહેશ
પંડયા, રાજેન્દ્રસિંહ જાડેજા, મહેશ સોની,
ડીવાયએસપી શ્રી ક્રિશ્ચિયન, પીઆઇ શ્રી ગઢવી વિગેરે
હાજર રહ્યા હતા. મહેમાનોનું સન્માન અકાદમીના કોચ યુવરાજસિંહ જાડેજા અને અલ્તાફ છુછિયા
દ્વારા કરાયું હતું.