• બુધવાર, 30 એપ્રિલ, 2025

ભુજનો છાત્ર વુડબોલમાં સિલ્વર મેડલ જીત્યો

ભુજ, તા. 18 : મૂળ ભુજના હાલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી-દેશર (વડોદરા) ખાતે બી.પી.ઇ.એસ.નો અભ્યાસ કરતા સ્વયં રાજેશભાઇ દવેએ પારૂલ યુનિવર્સિટી વડોદરા ખાતે યોજાયેલી `ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી નેશનલ ગેમ્સ' વુડબોલમાં રનર્સઅપ રહી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર દેશમાંથી 60 યુનિવર્સિટી મળીને 100 જેટલી ટીમે ભાગ લીધો હતો. યુનિવર્સિટીના પ્રોફેસર ડો. આકાંક્ષા પ્રજાપતિ અને ડો. દેવાંગ શાહએ માર્ગદર્શન પૂરું પાડયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd