• બુધવાર, 30 એપ્રિલ, 2025

કેકેઆર સામે ખિતાબની રક્ષાનું દબાણ

નવી દિલ્હી, તા.17 : અનુભવી મીડલઓર્ડર બેટર અજિંકયા રહાણેના નેતૃત્વમાં આઇપીએલની 18મી સીઝનમાં ઉતરનાર કોલકતા નાઇટ રાઇટડર્સ (કેકેઆર) પર ખિતાબની રક્ષા કરવાનું વિશેષ દબાણ રહેશે. પાછલી સીઝનમાં કેકેઆરને ચેમ્પિયન બનાવનાર કપ્તાન અને સ્ટાર બેટર શ્રેયસ અય્યર ટીમનો સાથ છોડી ચૂકયો છે. કેકેઆરનો જૂનો ખેલાડી નીતિશ રાણા પણ હવે બીજી ટીમ તરફથી રમતો જોવા મળશે. કેકેઆર ફ્રેંચાઇઝીએ બે નવા અને સારા વિદેશી ખેલાડીના રૂપમાં ક્વિંટન ડિકોક અને ફિલ સોલ્ટની ખરીદી કરી છે. જે કપ્તાન રહાણે માટે ઇલેવન ફિક્સ કરતી વખતે સારો વિકલ્પ બની રહેશે. આ ઉપરાંત રહમતુલ્લાહ ગુરબાજ, મોઇન અલી અને રોવમેન પોવેલ ટીમને તાકાત આપી શકે છે. મિચેલ સ્ટાર્કના સ્થાને ઓસ્ટ્રેલિયાના જ સ્વિંગ બોલર સ્પેંસર જોનસનને ટીમમાં સામેલ કર્યો છે. કેકેઆર માટે સારી વાત એ છે કે આફ્રિકી ફાસ્ટર એનરિક નોર્ખિયા આ સીઝનમાં ફીટ છે અને પહેલા મેચથી જ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. જો કે કેકેઆરની મુખ્ય તાકાત કેરેબિયન ઓલરાઉન્ડર આંદ્રે રસેલ, સુનિલ નારાયણ, વૈંકટેશ અય્યર, મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી અને ફિનિશર રિંકુ સિંહ છે. આ ઉપરાંત નવી સનસની હર્ષિત રાણા એક્સ ફેક્ટર બની શકે છે. ગૌતમ ગંભીર હવે કેકેઆર સાથે નથી. મેન્ટોર ડવેન બ્રાવો અને સહાયક કોચ ઓટિસ ગિબ્સન હેડ કોચ ચંદ્રકાંત પંડિતની સાથે રહેશે. નવા સુકાની રહાણેની કસોટી થશે. તેણે મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં મુંબઇ તરફથી શાનદાર ફોર્મ સાથે રમી ટીમને ખિતાબ અપાવ્યો હતો. હવે તેની સામે આઇપીએલમાં કોલકતા નાઇટ રાઇડર્સનું સુકાન સફળતાથી સંભાળીને પ્લેઓફ રાઉન્ડમાં ટીમને પહોંચાડવાનું છે.  ગત સીઝનમાં કેકેઆર ફાઇનલમાં સનરાઇઝર્સને હાર આપીને ત્રીજીવાર ચેમ્પિયન બની હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd