મુંબઇ તા.17 : લિમિટેડ
ઓવર્સના ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ કહ્યંy છે કે
પાછલા કેટલાક મહિનામાં તેના માટે સમયનું ચક્ર પૂરી રીતે 360 ડિગ્રી
ઘૂમી ગયું છે. પરંતુ હાર ન માનવાના જુસ્સાને લીધે મેદાન પર અડિખમ રહ્યો. ગત આઇપીએલ
સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિત શર્માના સ્થાને હાર્દિકની પસંદગી થઇ
હતી. આ પછી તેને દર્શકોની નારાજગીનો સામનો કરવો પડયો હતો. આમ છતાં તેણે ભારતની ટી-20 વિશ્વ
કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી ટીમ માટે એકસ ફેક્ટર બની
રહ્યો. હવે તે આઇપીએલની તૈયારી કરી રહ્યો છે અને તેને આશા છે કે આ સીઝનમાં તેને
દર્શકોને પ્યાર મળશે. તા. 22 માર્ચથી શરૂ થતી આઇપીએલની 18મી સીઝન
અગાઉ હાર્દિક પંડયાએ કહ્યંy કે હું ક્યારે પણ હાર માનતો નથી.
મારી કેરિયરમાં એવા પણ દિવસો આવ્યા કે મારું ધ્યાન જીતના બદલે રમતમાં ટકી રહેવા પર
હતું ત્યારે મને અહેસાસ થયો કે ક્રિકેટ મારો સાચો દોસ્ત છે. મેં ખુદને સમર્થન
કર્યું. આ પછી મારી મહેનત રંગ લાવી. એ પણ
મેં જે વિચારી હતી તેથી વધુ. પાછલા કેટલાક મહિનામાં અમે વિશ્વ કપ જીત્યા. દર્શકોનો
ભરપૂર પ્યાર અને સમર્થન મળ્યા. મારા માટે સમયનું ચક્ર પૂરી રીતે 360 ડિગ્રી
ઘૂમી ગયું. આ 31 વર્ષીય ઓલરાઉન્ડરને વિશ્વાસ છે કે જો તમે પૂરી લગનથી કાર્ય
કરો તો આપ મજબૂત બનીને વાપસી કરશો. હાર્દિક કહે છે કે હું પાછલા 11 વર્ષથી
આઇપીએલ રમું છું. પ્રત્યેક સત્ર આપની અંદર નવી ઉર્ઝા અને સકારાત્મક ભાવ પેદા કરે
છે. મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાન પંડયાનું માનવું છે કે તેની ટીમ સક્ષમ અને સંતુલિત
છે.