ભુજ, તા. 18 : કચ્છને નેત્રરોગ મુક્ત બનાવવાના
ઉદ્દેશ સાથે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત અને કચ્છમિત્ર પ્રાયોજિત
પ્રોજેક્ટ રોશનીનો 28મો કેમ્પ
રવિવાર તા. 20ના માતુશ્રી મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ
અને રિસર્ચ સેન્ટર ખાતે યોજાશે. કેમ્પમાં સારવાર માટે આવનાર દર્દીઓને સુપ્રાફોબ કંપનીના
આધુનિક લેન્સ બેસાડી નવી દૃષ્ટિ પ્રદાન કરવામાં આવશે. કેમ્પના પ્રારંભ પ્રસંગે ગેઇમ્સના
મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને ડાયરેક્ટર ડો. નરેન્દ્ર હીરાણી, કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા,
કચ્છી લેવા પટેલ મેડિકલ અને એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા
સહિત અગ્રણીઓ-દાતા પરિવારના સભ્યો ઉપસ્થિત રહેશે. 28મા કેમ્પના દાતા અ.નિ. સદગુરુ સ્વામી વિશ્વજીવનદાસજી, અ.નિ. દેવજી કાનજી વોરા, અ.નિ. વાલજી દેવજી હીરાણી, અ.નિ. ભીમજી શામજી દબાસિયાની
સ્મૃતિમાં હસ્તે સ્વામિનારાયણ સર્વજન હિતાવહ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શાત્રી સ્વામી
પુરુષોત્તમપ્રસાદદાસજી, ટ્રસ્ટી રામજી વાલજી હીરાણી, કલ્યાણ ભીમજી દબાસિયા, જયરામ રામજી હીરાણી રહ્યા છે.
ઉપરાંત સહયોગી દાતા આહીર કન્યા છાત્રાલય પ્રમુખ બાબુભાઇ ભીમાભાઇ આહીર અને પૂર્વ ધારાસભ્ય
શિવજીભાઇ કરશન ડાંગર રહ્યા છે.