• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

કચ્છની 12 હોસ્ટેલમાં ફૂડ વિભાગની આકસ્મિક તપાસ

ભુજ, તા. 18 :  ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કચ્છની 12 હોસ્ટેલમાં આકસ્મિક તપાસ કરાઇ હતી. ફૂડ સેફટી ઓફિસર એમ.એમ. પટેલ દ્વારા કચ્છ યુનિવર્સિટીના અન્નપૂર્ણા ભવન, સરકારી બોયઝ હોસ્ટેલ, અદાણી મેડિકલ કોલેજ હોસ્ટેલ, લેવા પટેલ બોર્ડિંગ -ભચાઉ, વીરાયતન - માંડવી સહિતની હોસ્ટેલમાં અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી 10 જેટલા નમૂનાઓ લઇ પૃથક્કરણ અર્થે મોકલવામાં આવ્યા હતા. આ તપાસણી દરમ્યાન રસોઇ બનાવતા અને પીરસતા તમામ કર્મચારીઓ માટે માથાં પર કેપ/ટોપી, હાથમાં ગ્લોવ્ઝ અને સ્વચ્છ એપ્રોન પહેરવા ફરજિયાત કરવા સહિતના નિયમોનું પાલન થયું છે કે નહીં તેની તપાસ કરાઇ હતી. દૂષિત પાણી, કૃત્રિમ રંગો, વાસી કે બગડેલા શાકભાજી અને ચટણીનો ઉપયોગ ન કરવા માટે કડક ચેતવણી આપવામાં આવી હતી. આગામી દિવસોમાં આ પ્રકારનું અચાનક ચેકિંગ ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું સત્તાવાર રીતે પાઠવાયેલી યાદીમાં જણાવાયું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd