• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

અંજારમાં અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી

અંજાર, તા. 28 : વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ અંજાર નગર દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ અને નશામુક્તિ અભિયાન અંગે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. ગવર્નમેન્ટ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં `અખંડ ભારત'ની વિભાવના અને વર્તમાન સમયમાં યુવાધનને માર્ગદર્શિત કરવા માટે `નશા મુક્તિ અભિયાન' જેવા વિષયો પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. અંજાર પી.આઈ. હુકુમતાસિંહ જાડેજા તથા કોલેજના અધ્યાપકોએ યુવા વર્ગને નશાથી દૂર રહી સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવા માર્ગદર્શન પૂરું પાડયું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા પૂર્વ કચ્છ બજરંગ દળ સંયોજક શંકર ઢીલાએ ભારતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વતા પર પ્રકાશ પાડયો હતો આ પ્રસંગે વીએચપી પ્રાંત સહ કોષાધ્યક્ષ જગદીશ સોરઠિયા, જિલ્લા સહમંત્રી શામજી મ્યાત્રા, નગર અધ્યક્ષ અશોક આહીર તેમજ અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હાજરી આપી  હતી.

Panchang

dd