ગાંધીધામ, તા. 28 : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે
ગાંધીધામની મુલાકાત લઈને હોદ્દેદારોને કાર્યકર્તાઓ સાથે ચર્ચાઓ કરી હતી. ગુજરાત પ્રદેશ
કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ગાંધીધામ શહેર કોંગ્રેસના કાર્યાલય ખાતે હોદ્દેદારો
કાર્યકરોઓને સાથે મુલાકાત કરી હતી અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં અત્યારથી કામે લાગી
જવા અનુરોધ કર્યો હતો અને ગાંધીધામ શહેરની સમસ્યાઓ ઉપર ચર્ચા કરી હતી અને લોકોના પ્રશ્નોને
વાચા આપવા અને મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવા માટે જણાવ્યું હતું. પ્રદેશ
અધ્યક્ષની મુલાકાત વખતે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ, પ્રભારી યાસીનભાઈ ગજણ, શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તા, કલ્પનાબેન જોશી,
નીતેશભાઈ લાલણ, રાધાસિંઘ ચોધરી, સંજયભાઈ ગાંધી, કપિલભાઈ પાંધી, ગનીભાઈ માંજોઠી, અમિતભાઈ ચાવડા, ખીમજીભાઇ રોલા, ઉમાબેન શેની, ઈસ્માઈલભાઈ
માંજોઠી, સાજીદભાઈ કકલ, હકુભા જાડેજા,
બેલાબેન આચાર્ય, બાબુભાઇ આહીર, સોમાભાઈ પરમાર, કિરીટભાઈ વણકર, લતીફભાઈ ખલીફા, સબીરભાઈ કુરેશી, હુસેનભાઇ, જુમાબેન મહેશ્વરી વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસના
આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હોદ્દેદારો,
કાર્યકરોઓ ઉપસ્થિત રહ્યા હતા.