• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

અંજારમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શ્રાવણીનું કરાયું આયોજન

અંજાર,તા.28 : અંજાર શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ છાત્રાલય ટ્રસ્ટ દ્વારા બ્રહ્મ સમાજના મહાપર્વ બળેવ નિમિત્તે નૂતન યજ્ઞોપવિતધારણ વિધિ `શ્રાવણી`નું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્વામી વિવેકાનંદ વિદ્યાર્થી ભવન ના પટાંગણમાં દેવેનભાઈ કનકચંદ્ર વ્યાસ ના આચાર્ય પદે તથા ચેતનભાઈ હર્ષદભાઈ રાવલ ના ઉપાચાર્ય પદે કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ રાજેન્દ્રભાઈ દવે એ છેલ્લા 42 વર્ષથી આ પરંપરાગત બળેવ નિમિત્તે સમૂહમાં નુતન યજ્ઞ પવિત્ર ધારણ કરવાની પરંપરા ઉપર પ્રકાશ પાડયો હતો. સૌપ્રથમ શાસ્ત્રી જયશંકર શાસ્ત્રીજી ના આચાર્ય પદે આ કાર્યક્રમ યોજાતો હતો. ત્યારબાદ નટવરલાલભાઈ દવે અને કનકચંદ્ર છગનલાલ વ્યાસ આચાર્ય પદે આ કાર્યક્રમ યોજાતો હતો. આચાર્ય દેવેનભાઈ વ્યાસે યજ્ઞોપવિતનો મહિમા સમજાવી તેમાં વિવિધ દેવોનું આહવાન કરી તે યજ્ઞો પવિત ધારણ કરવામાં આવી હતી. ઉપરાંત ગણપતિ પૂજન, દેવ, ઋષિ, મનુષ્ય, પિતૃતર્પણ, અનુધંતી યાજ્ઞવલ્ક્ય સહિત સપ્તઋષિ નું પૂજન સમૂહમાં થાય તેનું વિશેષ મહત્વ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં ભાનુકાન્તભાઈ વ્યાસ, નિલેશભાઈ જોશી, દિવ્યેશભાઇ દવે, રાજુભાઈ દવે, , બટુકભાઈ વ્યાસ, રાજેશભાઈ દવે, યોગેશભાઈ દવે, અનિલભાઈ પંડ્યા (આઈ. ઓ. સી.), ભરતભાઈ પંડ્યા, અરાવિંદભાઈ વ્યાસ, વિગેરે ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મયુરભાઈ દવે, સુરેશભાઈ દવે, મનીષભાઈ દવે, વિજયભાઈ જોશી, કુશભાઈ દવે, વગેરે સહયોગી બન્યા હતાં.

Panchang

dd