માતાના મઢ, તા. 20 : લખપત તાલુકાના ફુલરા ગામની
સીમમાં આવેલી દાદી મોરીની દરગાહે તાલુકા કોંગ્રેસ દ્વારા ઇફતાર પાર્ટી યોજવામાં આવી
હતી. પવિત્ર રમજાન માસના 27મા દિવસે
હિન્દુ ભાઇઓએ મુસ્લિમ બિરાદરોના રોજા છોડાવી કોમી એકતાનાં દર્શન કરાવ્યાં હતાં. ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ,
રબારી, ગઢવી, અ.જા. સમાજના
લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા
કોંગ્રેસના પ્રમુખ વી. કે. હુંબલ આ ઇફતારમાં ઉપસ્થિત રહ્યા હતા. સાંજે મગરીબ નમાજ બાદ
ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોએ રોજા છોડયા હતા. ઇફતાર પાર્ટીનું આયોજન કરવા જમાતના અગ્રણીઓએ
કોંગ્રેસનો આભાર વ્યકત કર્યો હતો. કોંગ્રેસ અગ્રણી પી. સી. ગઢવી, મામદ જુંગ જત, અલીમામદ જત, પૂંજાજી
જાડેજા, રમેશભાઇ બલિયા, સમરથદાન ગઢવી,
રાણુભા જાડેજા, નવલસિંહ જાડેજા, તા. કોંગ્રેસના પ્રમુખ ઇબ્રાહીમ કુંભાર, કાસમભાઇ કુંભાર,
હિતેશભાઇ મહેશ્વરી, અમિત શાહ, સંજયભાઇ જોશી, જિતેન્દ્ર સાંખલા, જમનાદાસભાઇ સોની, જગદીશ ઠક્કર, હાસમ નોતિયાર, થારૂભાઇ જત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા હુસેનભાઇ રાયમાએ સૌ ઉપસ્થિત હિન્દુ ભાઇઓનો આભાર
વ્યકત કર્યો હતો. સાથે કાયમ કચ્છની કોમી એકતા જળવાઇ રહે તેવી દુઆ માગી હતી.