• શનિવાર, 26 એપ્રિલ, 2025

બળદિયાના દાતાના સહયોગથી આંખના 111 દર્દીના ફ્રી ઓપરેશન કરાવાયાં

ભુજ, તા. 22 : લાયન્સ હોસ્પિટલ-ભુજ મધ્યે યોજાયેલા 197મા ત્રિદિવસીય આઈ કેમ્પ અંતર્ગત દાતા હીરુબેન માવજીભાઈ વાલાણી (બળદિયા-યુકે) પરિવારજનો તરફથી સ્વ. રાધાબાઈ રવજીભાઈ વાલાણી, સ્વ. રવજીભાઈ ખીમજી વાલાણી, સ્વ. માવજીભાઈ રવજીભાઈ વાલાણીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે કચ્છના આંખના જરૂરિયાતમંદ 111 દર્દીના ફ્રી ઓપરેશન કરાવાયાં હતાં. કાર્યક્રમમાં દાતા પરિવારના જૈનાબેન વિમલભાઈ કેરાઈ, દેવેનભાઈ માવજીભાઈ વાલાણી, શીતલબેન માવજીભાઈ વાલાણી, વિમલભાઈ કેસરાભાઈ કેરાઈ, નિશમાબેન દેવેનભાઈ વાલાણી, પ્રિતમભાઈ માવજીભાઈ વાલાણી તેમજ દાતા, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટ 3232-જેના ગવર્નર  એમજેએફ ભરત બાવીસી તથા નીરવ વડોદરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગવર્નરે દાતા હીરુબેનને સેવાકાર્ય માટે બિરદાવ્યાં હતાં અને ડિસ્ટ્રીક્ટની પીન અર્પણ કરી હતી.  સ્વાગત પ્રવચન પ્રેસિડેન્ટ  અજીતાસિંહ રાઠોડે કર્યું હતું તેમજ હોસ્પિટલના ચેરમેન એમજેએફ ભરત મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. શૈલેન્દ્ર રાવલ, અભય શાહ, શૈલેષ માણેક, અનુપ કોટક તેમજ દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા. દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. અન્ય ઉપસ્થિત મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરાયું હતું. સંચાલન પ્રફુલ્લ શાહ અને આભારવિધિ વિપુલ જેઠીએ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd