નવી દિલ્હી, તા. 28 : નેપાળમાં
બુધવારે આવેલા પ્રલયકારી પૂરે આખા દેશમાં ભારે તબાહી અને ખાનાખરાબી સર્જી દીધી છે.
મૃત્યુઆંક ભયાનક ઝડપે વધીને 587 થઈ ગયો છે, તો 1924 લાપતા છે અને મૃત્યુઆંક વધવાની ભીતિ છે. 355 ભારતીય હજી લાપતા છે. આ પ્રાકૃતિક
આફત પછી બચાવ-રાહતકાર્ય યુદ્ધનાં ધોરણે ચલાવવામાં આવી રહ્યાં છે, પણ તિબેટ સીમાએ ફરીથી બેરિયર લેક ફાટતાં નેપાળને
પડયાં ઉપર પાટું જેવી કફોડી મંત્રાલયે જણાવ્યું હતું કે, નેપાળમાં
છોચેન ખોલા અને પુરેપુ ત્સાંગયો નદીના સંગમ પાસે મોટું કુદરતી સરોવર (બેરિયર લેક) બની
ગયું છે, તેમાં સવારે 20 લાખ ટન પાણી ભરાતાં તે ઓવરફલો થઇ ગયું છે, જેને લીધે નેપાળમાં રાહત અને બચાવ કામ અટકાવાતું
હતું જો કે, રાત સુધી બેરિયર લેકને લીધે નવા પૂરના અહેવાલ નથી.
નેપાળ-ચીન સીમાએ આવેલા રસુવા જિલ્લામાં બનેલાં બેરિયર તળાવની પાળો તૂટી ગયા બાદ પાણીનું
સ્તર સતત વધી રહ્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને બચાવ માટે સાવચેતીનાં પગલાંઓ
લેવાઈ રહ્યાં છે. સરોવરની પાળો તૂટી ગયા બાદ પાણી તેજ ગતિને વછૂટવાની આશંકાને પગલે
નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો પેદા થઈ ગયો છે. ફરીથી પૂરના ખતરાને ધ્યાને રાખીને
જોખમી વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
ચીને આજે તિબેટ-નેપાળ સીમાએ ચલાવવામાં આવતાં બચાવ અભિયાનને અચાનક રોકી દીધું
હતું. અહીં એક બેરિયર લેકમાં જળસ્તર વધતાં ફરીથી પૂરનો ખતરો પેદા થઈ ગયો છે,
જેનાં કારણે બચાવદળને પરત બોલાવી લેવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો.
ચીને ગુરુવારે ચેતવણી આપી હતી કે, બુધવારના પૂર પછી ભોટેકોશી
નદી ઉપર ભૂસ્ખલનથી પેદા થયેલા અવરોધનાં કારણે એક તળાવ બની ગયું છે. આ બેરિયર લેક પણ
ઓવરોફ્લો થવા લાગ્યું હતું અને તેમાં પણ મોટું ભગદાળું પડતાં પૂરનો ખતરો ઊભો થઈ ગયો
હતો. છેલ્લે મળતા અહેવાલો અનુસાર નેપાળમાં અત્યાર સુધીમાં સત્તાવાર મૃત્યુઆંક 47પ થઈ ગયો છે. જ્યારે 667 લોકો હજી પણ લાપતા છે. લાપતા
લોકોમાં 127 જેટલા નેપાળી નાગરિકો સામેલ
હોવાનું કહેવામાં આવે છે. જ્યારે તિબેટમાં 558 લોકો લાપતા હોવાનું સરકારી મીડિયામાં જાહેર થયું હતું. આમાં
260 જેટલા વિદેશી નાગરિકો હોવાનું
કહેવામાં આવ્યું હતું. પૂરના ત્રીજા દિવસે ભોટેકોશી-ત્રિશૂલી-નારાયણી નદી કાંઠે વસેલાં
ગામ-કસબા અને ટૂરિસ્ટ કેમ્પમાં ફસાયેલા લોકોને શોધવા અને બચાવવાનાં ઓપરેશન પણ યુદ્ધનાં
ધોરણે ચલાવવામાં આવી રહ્યાં છે. જો કે, ફરીથી પૂરનાં જોખમે રેસ્ક્યૂ ઓપરેશનને વધુ મુશ્કેલ બનાવી દીધા છે.