• શુક્રવાર, 09 મે, 2025

ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચો જતો જોવા મળી રહ્યો છે. તેવામાં કચ્છના અંજાર, ગાંધીધામ વિસ્તારના તાપમાનની જ્યાં નોંધ રહે છે તે કંડલા એરપોર્ટ ખાતે રાજ્યની સર્વાધિક 45.4 ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં અૉરેન્જ ઍલર્ટની આગાહીના પગલે મહત્તમ  તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમરેલીમાં 43.8, અમદાવાદ અને ડીસામાં 43.5 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 43.4 અને ભૂજમાં 42.4 ડિગ્રી  મહત્તમ તાપમાન રહ્યું હતું. ત્રણ દિવસ બાદ 2-4 ડિગ્રી મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે, ત્યારે હવામાન વિભાગે આગામી 3 મેથી 6 મે દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.   હવામાન વિભાગ અમદાવાદના નિર્દેશકના જણાવ્યા મુજબ, 72 કલાક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે. જેમાં આગામી 3 મેના કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા અને 4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, 4 અને પાંચના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે. આ ઉપરાંત 6 મેના સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી  કરવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd