• મંગળવાર, 25 જૂન, 2024

હિમાલય પર મોટી ઘાત: ચીની પ્રોફેસરની આગાહી

બેઈજિંગ, તા. 11 : દુનિયાનો ત્રીજો ધ્રુવ એટલે કે થર્ડ પોલ તેજીથી પીગળી રહ્યો છે. જેને કારણે ભારત, પાકિસ્તાન, ચીન, નેપાળ પર ખતરો મંડરાઈ રહ્યો છે. જગ્યાઓ પર હિમાલયથી ગમે ત્યારે આફત આવી શકે છે. નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ગત 30 વર્ષોમાં હિમાલયથી 10 હજાર ગ્લેશિયર પીગળી રહ્યાં છે. જેનાથી ખતરનાક ગ્લેશિયર લેક્સ બની રહ્યાં છે. ગ્લેશિયર હિમ સરોવરો હિમાલયના તળના લોકો માટે ખતરનાક છે. તે ગમે ત્યારે તૂટીને સિક્કીમ, કેદારનાથ કે ચમોલી જેવી દુર્ઘટના સર્જી શકે છે. જોવામાં સુંદર લાગતા સરોવર જ્યારે તૂટે છે, ત્યારે ભયાનક તબાહી લઈને આવે છે. ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સના ઈન્સ્ટીટયૂટ ઓફ તિબ્બતન પ્લેટયૂ રિસર્ચના સાયન્ટિસ્ટ એસોસિયેશન પ્રો.વીકાઈ વાંગ અને તેમની ટીમે હિમાલયના ગ્લેશિયર લેક્સ પર અભ્યાસ કર્યો છે. તેમણે કહ્યું કે, સંકટથી બચવા માટે ત્રીજા ધ્રુવ પોલની નીચે રહેતા ભારત, પાકિસ્તાન, નેપાળ જેવા દેશોએ એકસાથી મળીને કામ કરવાનું રહેશે. ડરવાના આંકડા સામે આવ્યા છે. 1981થી 1990 ની વચ્ચે હિમાલય પર ઋકઘની1.5 ઘટનાઓ બનતી હતી. જે 2011થી 2020 દરમિયાન 2.7 થઈ હતી. દરેક દાયકામાં તેની ગતિ વધી રહી છે. તે હિમાલયના નીચલા સ્તર પર રહેતા લોકો માટે ખતરો બનીને આવ્યું છે.  પ્રોફેસર 5535 એવા હિમ સરોવરને ઓળખી કાઢયા છે, જે દેશોમાં ગમે ત્યારે ખતરનાક સાબિત થઈ શકે છે. કોઈ પણ સમયે તૂટી શકે છે. એટલે કે ઋકઘની ઘટના બની શકે છે. તેમાંથી 1500 તળાવ વધુ ખતરનાક છે. કુલ 130 વૈશ્વિક નિષ્ણાંતોએ હિંદુ કુશ હિમાલયને પતનની અણી પરના જૈવક્ષેત્ર તરીકે જાહેર કર્યું છે, તેને બચાવવા માટે સાહસિક પગલાં અને નાણાકીય સહાયની વિનંતી કરી છે. 3,500 કિલોમીટર લાંબી પર્વતમાળા આઠ દેશોમાં ફેલાયેલી છે. જે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ચીન, ભારત, નેપાળ, મ્યાનમાર અને પાકિસ્તાન સહિત આઠ દેશોમાં 3,500 કિલોમીટરથી વધુ ફેલાયેલી છે. 130 વૈશ્વિક નિષ્ણાતોએ હિંદુ કુશ હિમાલયને પતનની અણી પર બાયોસ્ફિયર તરીકે જાહેર કર્યા પછી તે સમાચારમાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang