• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

લાકડિયામાં દેશી તમંચા સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 16 : ભચાઉ તાલુકાના લાકડિયાની ગગડા વાંઢમાં એક વાડીમાંથી દેશી તમંચો અને ત્રણ જીવંત કારતૂસ સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.લાકડિયાની ગગડા વાંઢની સીમમાં જુસબ સુલેમાન ગગડા નામના શખ્સ પાસે દેશી તમંચો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગત મોડી રાત્રે કાર્યવાહી કરી હતી. આ શખ્સના કબજાની વાડીમાં પહોંચી ત્યાં આવેલા રૂમની તપાસ કરવામાં આવી હતી જ્યાં પાણી ભરવાના બેરલમાં બાજરી તપાસ કરતાં તેમાં પ્લાસ્ટિકમાં વીંટળેલ દેશી તમંચો મળી આવ્યો હતો તથા 3 જીવંત કારતૂસ પણ મળ્યા હતા. જુસબ ગગડાની ધરપકડ કરી તેણે આ દેશી તમંચો ક્યાંથી લીધો હતો અને કેવા કારણોસર પોતાની પાસે રાખ્યો હતો તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd