ભુજ, તા. 16 : તાલુકાના મિરજાપરમાં સુગરીવ
ગજરાજસિંહ (ઉ.વ. 28) નામના યુવકે
કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ, હતભાગી યુવક સુગરીવ મિરજાપર સ્થિત પોતાના ઘરે
હતો ત્યારે કોઈ અકળ કારણે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને સારવાર માટે તાત્કાલિક ભુજની
જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને
મૃત જાહેર કર્યો હતો. ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે આ મામલે અકસ્માત મોત અંગે નોંધ કરી
આગળની તપાસ હાથ ધરી છે.