ગાંધીધામ, તા. 1 : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નશીલા
પદાર્થોની હેરાફેરી, વેચાણ અને
સેવન કરતી પ્રવૃત્તિઓને નાથવા `નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ' કેમ્પેઈન અંતર્ગત કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ મિશન હેઠળ વિવિધ પોલીસ
મથકો અને ખાસ શાખાઓ દ્વારા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી
રહી છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ ગત વર્ષ 2025 દરમ્યાન સમગ્ર જિલ્લામાં એન.ડી.પી.એસ.
એક્ટ હેઠળ કુલ 36 કેસ શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાં 73 આરોપીની ધરપકડ કરવામાં આવી
હતી, જ્યારે ચાલુ વર્ષે 2026માં આ ઝુંબેશને વધુ સઘન બનાવવામાં
આવી છે. એક જાન્યુઆરી-2026થી 31 ઓગસ્ટ-2026 સુધીના આઠ મહિનાના સમયગાળામાં
પૂર્વ કચ્છ પોલીસે કુલ 62 કેસ શોધીને
105 આરોપીની અટકાયત કરી છે. પૂર્વ
કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જો તેમના વિસ્તારમાં કોઈ પણ પ્રકારના નશીલા
કે માદક પદાર્થોનું વેચાણ, હેરાફેરી કે સેવન થતું હોવાની માહિતી
મળે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવો. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસ
અધીક્ષક મો. નંબર : 99784 05690, અંજાર ડીવાય.એસ.પી. મો. નંબર : 99784 08245, ભચાઉ ડીવાય.એસ.પી. મો. નંબર
: 99784 02026, એઁસ.ઓ.જી. પી.આઈ. મો. નંબર
: 81282 48373, જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ મો.
નંબર : 63596 26845 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં
જણાવાયું છે.