ગાંધીધામ, તા. 1 : શહેરના કાર્ગો આઝાદનગર મચ્છી
માર્કેટમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 62,000 જપ્ત કર્યા હતા. શહેરના કાર્ગો
વિસ્તારમાં આઝાદનગર મચ્છી માર્કેટમાં રાત્રે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હતા, ત્યારે પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં ત્રાટકી
હતી અને અહીં પત્તા રમતા સમીર નિઝામ ખાન, શનિ હરિહરપ્રસાદ સિંઘ, નારીફ રજાક ખાન, ચંદાખાન સલીમ પઠાણ, આવિદખાન આશિકખાન પઠાણ અને શાહરુખખાન મોહમદ રફીક પઠાણ નામના શખ્સોને ઝડપી લેવાયા
હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડા રૂા. 62,000 જપ્ત કરાયા હતા.