ગાંધીધામ, તા. 20 : ભચાઉમાં મકાનમાંથી પોલીસે રૂા. 27,300ની કિંમતનો શરાબ પકડી પાડયો
હતો. આ કાર્યવાહીમાં એક પણ આરોપી હાથમાં આવ્યો
ન હતો. શહેરના સીતારામપુરા વિસ્તારમાં આરોપી વંશ ચંપકલાલ ઠકકરના કબજાના મકાનમાં દારૂ
હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડયો
હતો. અહીં છાનબીન દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં. 21 મળી આવી હતી. આ કાર્યવાહીમાં
આરોપી વંશ ચંપકલાલ ઠકકર, પ્રકાશભાઈ મોહનભાઈ ભોજક પોલીસના હાથમાં આવ્યા
ન હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.