• બુધવાર, 30 એપ્રિલ, 2025

ચિત્રોડ નજીક બોલેરોમાં ભરેલા વિદ્યુત બોર્ડના ટી.સી.માંથી દારૂ મળ્યો

ગાંધીધામ, તા. 19 : રાપર તાલુકાના પિયાવાંઢથી ચિત્રોડ બાજુ આવતા માર્ગ પર પીક-અપ ડાલું (જીપ)માં વિદ્યુત બોર્ડના ટી.સી. (ટ્રાન્સફોર્મર)માં છુપાવેલો દારૂ પોલીસે શોધી કાઢયો હતો. આ બોલેરોમાંથી રૂા. 1,20,037ના દારૂ સાથે પાઈલટિંગ કરનારા શખ્સને પકડી લેવાયો હતો, જ્યારે બે શખ્સ નાસી ગયા હતા. પૂર્વ કચ્છ એલ.સી.બી.ની ટીમ ચિત્રોડ બાજુ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન પિયાવાંઢથી ચિત્રોડ બાજુ માર્ગ પર આવતા પીકઅપ ડાલામાં દારૂ હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી. પોલીસે રબારીવાંઢ પાસે વોચ ગોઠવી હતી, તેવામાં નંબર વગરના બાઇકથી બોલેરોનું પાઈલટિંગ કરનાર શખ્સ તથા પાછળ આ પીકઅપ ડાલું આવતું જણાયું હતું. પોલીસે બાઇકચાલકને રોકાવતાં બોલેરોના ચાલકે બાવળની ઝાડીમાં ગાડી નાખી તેમાંથી દારૂ લઇ આવનાર પી.સી. બિશ્નોઇ તથા અજાણ્યો શખ્સ નાસી ગયો હતો, જ્યારે પાઈલટિંગ કરનાર દારૂ મગાવનાર લાકડિયાના પ્રવીણ વેલજી કોળીને પકડી લેવાયો હતો. બોલેરો નંબર જીજે-08-એડબલ્યુ-3590માં તપાસ કરાતાં પાછળની સીટમાં દારૂની પેટીઓ દેખાઇ હતી તેમજ ઠાંઠાંમાં તપાસ કરાતાં તેમાં વિદ્યુત બોર્ડના ચાર ટી.સી. જણાયા હતા. આ ટી.સી.ના નટબોલ્ટ ખોલીને તપાસ કરાતાં તેમાં પણ બોટલો મળી આવી હતી. પોલીસે 8 પી.એમ. 750ની 57 બોટલ, બાઇટલેસ વોડકા 180 મિ.લી.ના 236 ક્વાર્ટરિયા તથા બિયરના 552 ટીન એમ કુલ રૂા. 1,20,037નો શરાબ હસ્તગત કર્યો હતો તેમજ નાસી જનારા રાજસ્થાનના પી.સી. બિશ્નોઇ તથા અજાણ્યા શખ્સને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd