• શનિવાર, 20 એપ્રિલ, 2024

દારૂના ગુનામાં 14 માસથી નાસતો વવારનો આરોપી ઝડપાયો

ભુજ, તા. 2 : દારૂ સહિતના ગુનામાં છેલ્લા 14 માસથી નાસતા-ફરતા મુંદરા તાલુકાના વવાર ગામના પાલુ ઉર્ફે પ્રિન્સ રાણશી ગઢવી નામના  આરોપીને પ્રાગપર પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, ધરપકડથી બચવા નાસતો-ફરતો આરોપી પાલુ વવાર ગામના પાટિયા પાસે ઊભો હોવાની પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં તેને ઝડપી લેવાયો હતો. પોલીસે તેની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang