• બુધવાર, 30 એપ્રિલ, 2025

અવસાન નોંધ

ભુજ : વિજયાબેન નારાણજી હીરજી પવાણી (કેરાવાળા) તે નારાણજીભાઇના પત્ની, જાદવજી કોઠારી (રાધનપુરવાળા)ના પુત્રી, સ્વ. વેલજી હીરજી, સ્વ. ઇશ્વરલાલ હીરજી, કાશીબેન નારાણજીના ભાભી, જિતેન્દ્ર, ધર્મિષ્ઠાબેન, પ્રવીણાબેનના માતા, ભરતભાઇ, નયનાબેનના કાકી, કરમશીભાઇ, શરદભાઇના સાસુ તા. 17-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-3-2025ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ ખાતે.

ગાંધીધામ : મૂળ કોઠારાના સુમારભાઈ ખેંગારભાઈ માતંગ (લાલણ) તે દેમાબેનના પતિ, વેલજીભાઈ માતંગ, વાલજીભાઈ માતંગ, ધનબાઈ ભીમજી પાતારિયા, ગોરબાઈ (દેવીબાઈ) ગાવિંદ સીજુ, ભાવનાબેન ચાંપશી ચંઢારિયા, હંસાબેન ખીમજી પાતારિયાના પિતા, મેઘજી ફકીરભાઈ ફુફલ, સામજી ફકીરભાઈ ફુફલ, વાલજી ફકીરભાઈ ફુફલના બનેવી તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા (ડીયાડો) તા. 19-3-2025ના બુધવારે સાંજે આગરી (પજમુખી) અને  તા. 20-3-2025ના ગુરુવારે સવારે પાણી ને ચોખંડો નિવાસસ્થાને.

આદિપુર : લાલજીભાઇ સભતભાઇ સેતણિયા (ચારણ) (ઉ.વ. 74) તે બબીબેનના પતિ, નારાણભાઇ ખીમજીભાઇ, મોહનભાઇ, મેઘજીભાઇના પિતા, સ્વ. લક્ષ્મણભાઇ, સ્વ. બાબુભાઇ, હરિભાઇ, સ્વ. કમલાબેન, કંકુબેનના ભાઇ, છગનભાઇ, સ્વ. રમેશ, કમલ, પપ્પુ, ઇશ્વર, દિલીપ, પારૂબેન, મજીબેન, દેવીબેન, મમતાબેનના મોટાબાપુ, વિશ્રામભાઇ કાલીદાસ ગોહિલ, સ્વ. મુકેશભાઇના બનેવી, મહેશ, હિતેષ, મહિમા, સાક્ષી, દક્ષ, સિદ્ધુ, હસી, તન્વી, વિશાલ, કરણ, ચિરાગ, સાગર, સાહિલના દાદા, મીરાંબેન, સ્વ. લક્ષ્મીબેન, બબીબેનના જેઠ, રતનબેન, ગીતાબેન, કાજલબેન, ખોડીદાસ (ગણેશનગર), રમેશભાઇ સાગઠિયા (નેત્રા), ઓડીદાસ (ચકાર), મનીષ (ભુજ)ના સસરા, જેઠાભાઇ માધડ (આદિપુર), દેવજીભાઇ ધવડ (ચકાર), પપ્પુભાઇ (વિજપાસર), મુકેશ ખીમસુર (ભુજ)ના મામા તા. 16-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 19-3-2025ના સાંજે આગરી, તા. 20-3-2025ના સવારે વાગ્યે ઘડાઢોળ (પાણી) ભક્તિનગર-1, મકાન નં. 101, આદિપુર ખાતે.

અંજાર : પ્રજાપતિ પરસોત્તમભાઇ (ઉ.વ. 75) તે સ્વ. નાનજીભાઇ લખમણભાઇ વારૈયાના પુત્ર, મધુબેનના પતિ, સ્વ. જગદીશભાઇ, દિનેશભાઇ, મોંઘીબેન, મીનાબેન, નયનાબેનના ભાઇ, બિપિનભાઇ, વિજયભાઇ, દીપકભાઇ, રંજનબેનના પિતા, વર્ષાબેન, સ્વ. ભાવનાબેન, અનિતાબેન, સુરેશભાઇ ભીખાભાઇ મારૂ (નવસારી)ના સસરા, અજિત અને કવિતાના દાદા, મીતના નાના, સ્વ. માકુબેન તથા સ્વ. મહેરામણભાઇ વજાભાઇ ચોનાણી (સામખિયાળી)ના જમાઇ, સ્વ. રણછોડભાઇ, જગદીશભાઇ, હસમુખભાઇના બનેવી તા. 16-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-3-2025ના ગુરુવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, નયા અંજાર ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

અંજાર : મૂળ જરૂના કિરણ દિલીપભાઇ સોતા (ઉ.વ. 42) તે સ્વ. ભારતીબેનના પુત્ર, દેવના પિતા, કામિની અશ્વિનભાઇ ઠક્કર (અંજાર), શીતલ રણછોડદાસ ઠક્કર (અંજાર), મિત્તલ હરેશભાઇ ઠક્કર (માધાપર)ના ભાઇ, સ્વ. પોપટલાલ ખીમજીભાઇ સોતા (જરૂ)ના પૌત્ર, નવીનભાઇ (માંડવી), સ્વ. કિશોરભાઇ (વાપી), સ્વ. જગદીશભાઇ, ઉમેશભાઇ, સંદીપભાઇ, અલ્પેશભાઇ (અંજાર), જયાબેન દયારામ કતિરા (અંજાર), મંગળાબેન સુરેશભાઇ ગણગણાત્રા (ભુજ), પ્રેમિલાબેન હેમંતભાઇ વેદાંત (અંજાર), બીનાબેન મુકેશભાઇ ગંધા (અંજાર)ના ભત્રીજા, કાંતાબેન વેલજીભાઇ દૈયા (દુધઇ)ના દોહિત્ર, મીરાં, વત્સલ, વિવેક, રિદ્ધિના મામા તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-3-2025ના સાંજે 5થી 6 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

રાપર : મૂળ સણવાના નાનુબેન (ઉ.વ. 93) તે સ્વ. ગેલાભાઇ કાળાભાઇ બારોટના પત્ની, સ્વ. અરજણભાઇ બારોટ (જાખોત્રા)ના પુત્રી, રઘાભાઇ (નિવૃત્ત એસ.ટી.), બાબુભાઇ (નિવૃત્ત સિંચાઇ), જમુબેન, દેવુબેન, ગવરીબેન, સતીબેન, દિવાળીબેન, સ્વ. સીતાબેનના માતા, કંકુબેન, અણદુબેનના સાસુ, સ્વ. મનજીભાઇ, સ્વ. માદેવભાઇ, સ્વ. માવજીભાઇ, સ્વ. ભૂરાભાઇ, સ્વ. સી. કે. બારોટ, સ્વ. મઘીબેન, જીવીબેન, તુલસીભાઇ, રામજીભાઇના ભાભી, કરમશીભાઇ, મોહનભાઇ, રાજુભાઇ, મહેશભાઇ, જીતુભાઇના મોટીમા, ખુશ્બૂબેન, સ્વ. કુંદનબેન, મહેન્દ્રભાઇ (ટોયોટા), વિજયભાઇ (બજાજ), કલ્પેશભાઇ (ધર્મસુત), અવની, કૃપાલીના દાદી, રેખાબેન, ગીતાબેન, શ્રદ્ધાબેનના વડસાસુ, સ્વ. મહેર, દિવ્યાંશુ, સ્વ. હિતાંશુ, પિહુ, નેન્સીના વડદાદી, બાલુબેન, નીલાબેન, પુષ્પાબેન, સ્વ. મણિબેન, સ્વ. પુરીબેનના જેઠાણી તા. 16-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 23-3-2025ના રવિવારે સવારે મોરિયા, બપોરો રાત્રે પાટપાણી, સંતવાણી નિવાસસ્થાન રાપર ખાતે.

હિંગોરજાવાંઢ-ધમડકા (તા. અંજાર) : મુસ્તાક જુસબ હિંગોરજા (ઉ.વ. 14), ઉમર અદ્રેમાન હિંગોરજા (ઉ.વ. 11), તાહિર અદ્રેમાન હિંગોરજા (ઉ.વ. 8), અલ્ફાજ અરમિયા હિંગોરજા (ઉ.વ. 7), ઇસ્માઇલ સાલાર હિંગોરજા (ઉ.વ. 6) તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. પાંચેયની વાયેઝ-જિયારત તા. 18-3-2025ના મંગળવારે સાંજે અસર નમાજ બાદ તથા ઇફતારી હિંગોરજા વાંઢ મસ્જિદ ખાતે.

મોટી ખેડોઇ (તા. અંજાર) : મયાબા લાલુભા જાડેજા (ઉ.વ. 95) તે સ્વ. લાલુભા ઉમેદાસિંહ જાડેજાના પત્ની, જાડેજા આસુભા લાલુભા (પૂર્વ સરપંચ-મોટી ખેડોઇ)ના માતા, જગતાસિંહ, રાજવીરાસિંહના દાદી, સ્વ. બાલુભા ઉમેદાસિંહ જાડેજા (હાલ ચાઈબાસા-ઝારખંડ)ના ભાભી, ઘનશ્યામાસિંહ બાલુભા જાડેજાના ભાભુ તા. 16-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18-3થી 21-3-2025 સુધી દરબારગઢ ડેલી, મોટી ખેડોઇ (તા. અંજાર) ખાતે.

દબડા (તા. અંજાર) : ગાલા હાજી રમજુ નૂરમામદ (ઉ.વ. 71) તે ગાલા હાજી ભચુ નૂરમામદના ભાઇ, ગફુર, ઇભરામ, રજાકના પિતા તા. 16-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-3-2025ના બુધવારે સાંજે અસર નમાજ બાદ નિવાસસ્થાન દબડા ખાતે.

જખણિયા (તા. માંડવી ) : કુવરબેન લખમણ ભરાડા (ઉ.વ. 76) તે લખમણ રામજી ભરાડાના પત્ની, રમેશભાઈ, વિરેનભાઈ, દિનેશભાઈ, રાજેશભાઈ, મહેશભાઈ, રસીલાબેન, રમીલાબેનના માતા, સ્વ. ભવાનભાઈ, સ્વ. હંસરાજભાઇ, સ્વ. પ્રેમજીભાઈના  ભાભી, નવીનભાઈ, ભીમજીભાઈના સાસુ અવસાન પામ્યા છે. બેસણું તથા ઉઠમણું તા. 19-3-2025ના સવારે 9થી 5 જખણિયા (તા. માંડવી) ખાતે.

લુડવા (તા. માંડવી) : સમેજા આઇશાબાઈ અલીમામદ (ઉ.વ. 90) તે સુલેમાન, સિધિક, ઇબ્રાહીમના માતા, રજાક, આમીન, અનવર, અબ્દુલ, ફિરોઝના દાદી, મામદ ઇસ્માઇલ (લક્ષ્મીપર), ઇબ્રાહીમ સુમાર (હમલા-મંજલ)ના સાસુ તા. 17-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-3-2025ના બુધવારે સાંજે અસર નમાજ બાદ નિવાસસ્થાન લુડવા ખાતે.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : પ્રેમિલાબેન મોખા (રાજપૂત) (ઉ.વ. 67) તે સ્વ. સામબાઇ ગોપાલજી ખેંગારજી મોખાના પુત્રવધૂ, ભાણજીભાઇના પત્ની, રાજેશ, હિતેષ, દક્ષાબાના માતા, સ્વ. ભચીબેન, ગં.સ્વ. મોંઘીબેન, સ્વ. હરિભાઇ, સ્વ. રણછોડભાઇના ભાભી, ગં.સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. હસુમતીબેનના જેઠાણી, મનીષાબેન, અનિતાબેન, અજિતસિંહ માધુભા ચૌહાણ (ધુણઇ)ના સાસુ, શ્યામ, ખુશી, ડોલી, વિષ્ણુ, જિયાના દાદી, વીરસિંહ, વીરાબાના નાની, તેજલબેનના દાદીસાસુ, નીતાબેન શામજી ડુડિયા (વાંકી), ગીતાબેન રણજિતસિંહ પરમાર (ભુજ), હિનાબેન કિશોરસિંહ સોલંકી (બિદડા), રસિક, કિરણ, સ્વ. અશોકભાઇ, હરનીશ, દિલીપ, પૂજાબેન વિપુલભાઇ ચૌહાણ (ભદ્રેશ્વર)ના મોટાબા, સ્વ. નાનબાઇ શામજીભાઇ આણંદજી રાઠોડ (ભદ્રેશ્વર)ના પુત્રી, મંગળાબેન નારાણભાઇ (નિવૃત્ત પી.એસ.આઇ.), ઇન્દિરાબેન, રમેશભાઇ (એમઇએસ)ના બહેન તા. 17-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-3-2025ના ગુરુવારે સાંજે 4થી 5 રજપૂત સમાજવાડી, ભદ્રેશ્વર ખાતે.

વાંકી (તા. મુંદરા) : કાસમ બાયડ (ઉ.વ. 66) તે મ. બાયડ અબ્દુલા આરબના પુત્ર, અબ્દુલસતાર, મોહમદરફીકના પિતા, મ. હુશેનભાઇ, સુલેમાનના નાના ભાઇ, જુસબ, મ. અધ્રેમાન, મ. મામદ, આમદ, મામદ, ઓસમાણના કાકા, સલીમ, શબ્બીરના નાના, બાયડ ઓસમાણ નૂરમામદ (મોટી ખાખર), ભટી અબ્ધ્રેમાન આમદ (મોટી ખાખર), ભટી અલીમામદ આમદ (મોટી ખાખર)ના સાળા, મ. બુઢા મીઠુ જુણેજા (દહીંસરા)ના જમાઇ, જુણેજા રમજુ બુઢાના બનેવી, મ. કરીમ સલેમાનના કાકાઇ સસરા તા. 17-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-3-2025ના બુધવારે અસર નમાજ બાદ ખેરશાપીરની દરગાહ ખાતે.

રાજકોટ : મૂળ ભુજના દીપનાબેન નરેન્દ્રભાઇ શાહ (ઉ.વ. 72) તે સ્વ. શાહ છગનલાલ ઉતમચંદ હિંગવાળાના પુત્રવધૂ, નરેન્દ્રભાઇના પત્ની, ગુજરાત સરકારના લઘુ ઉદ્યોગના પૂર્વ ચેરમેન જીતુભાઇ શાહ, દિનેશભાઇ શાહ, અશોકભાઇ શાહ, સ્વ. જગદીશભાઇ શાહના ભાભી, ઉદયનભાઇ શાહ, રશ્મિબેન મહેશકુમાર મહેતા, પ્રીતિબેન મુક્તિકુમાર મહેતા, નંદિનીબેન ચેતનકુમાર વોરા, વિરતીબેન જતિનકુમાર પારેખ, દેવાંગીબેન હિરેનકુમાર મહેતા, સ્વાતિબેન જીતકુમાર શાહના માતા, જિજ્ઞાબેનના સાસુ, કલ્પ અને જૈનીના દાદી તા. 14-3-2025ના અવસાન પામ્યા છે.

મુલુંડ (મુંબઇ) : મૂળ ભુજના કચ્છી સારસ્વત બ્રાહ્મણ જોષી હરીશભાઈ વેલજી ચંડીચઠ્ઠ (ઉ.વ. 81) તે સ્વ. પુષ્પાબેન વેલજી લખમશી  ચંડીચઠ્ઠના પુત્ર, વિમલાબેનના પતિપ્રશાંત, ચૈતાલી, દર્શનના પિતા, સ્વ. ગોદાવરીબેન નારાયણજી સચદેના જમાઈ, જિતેન્દ્ર અને મહેન્દ્રના નાના ભાઈ તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd