• બુધવાર, 30 એપ્રિલ, 2025

અવસાન નોંધ

ભુજ : ગોદાવરીબેન કરશનદાસ જોષી (ઉ.વ. 96) (હાલે મદ્રાસ) તે કરશનદાન જોષીના પત્ની, સ્વ. લક્ષ્મીબેન માવજી મેઘજી માલાણીના પુત્રી, નાનાલાલભાઇ, સ્વ. મમીબાઇ, સ્વ. વિજયાબેન, સ્વ. અમૃતબેનના ભાભી, સ્વ. હિંમત, સ્વ. અશોક, સંજય, દીપક, પાર્વતીબેન, સ્વ. ભારતીબેન, હેમલતાબેન, સ્વ. જ્યોતિબેન, મીનાબેનના માતા, હંસા, શોભના, શીતલ, મેઘના, સ્વ. મહેન્દ્રભાઇ શિણાઇ, સ્વ. ચંપકભાઇ નાકર, સ્વ. સુરેશભાઇ મહેતા, દિનેશભાઇ મહેતા, મહેશભાઇ પારેખના સાસુ, સ્વ. પ્રાણજીવનભાઇ, ચંદુલાલભાઇ, પ્રવીણભાઇ, પરેશભાઇ, બંસીલાલભાઇ (ગાંધીધામ), સ્વ. નર્મદાબેન જોષી, લીલાવંતીબેન મોતા, રસીલાબેન મોતાના બહેન, કપિલ, સ્વ. હેતલ, અંજલિ યજ્ઞેશભાઇ, કરણ, હર્ષિત, શ્રેયાના દાદી, નીલેશ, સમીર, પ્રણવ, સચિન, ચિંતન, પૂનમ, પાયલ, જીનલ, મેઘાના નાની, શ્વેતા, ખુશ્બૂ, મહેરના દાદીસાસુ, શૈલેષ, ચેતન, નીતા, કલ્પનાના કાકી, સ્વ. મુક્તાબેન, સ્વ. સરસ્વતીબેન, જયશ્રીબેન, હેમલતાબેન, નિરુપમાબેનના નણંદ તા. 15-3-2025ના મદ્રાસ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-3-2025ના મંગળવારે સાંજે 5થી 6 રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, ભુજ ખાતે. મદ્રાસ મધ્યે લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ભુજ : મૂળ રાયધણપર હાલે નાગપુર ગં.સ્વ. હંસાબેન શશિકાંત કોઠારી (ચંદે) (ઉ.વ. 68) તે સ્વ. અનસૂયાબેન જેરામભાઇ (કાકુભાઇ)ના પુત્રવધૂ, વિરલ, ભરત (અમેરિકા)ના માતા, સબરીના, પ્રાંજલિના સાસુ, અનિલભાઇ, સ્વ. ડો. દિલીપભાઇના ભાભી, સ્વ. બચુબેન મથરાદાસ દેવજી (ભદ્રેશ્વર)ના પુત્રી, સ્વ. હરિદાસભાઇ (ભુજ), સ્વ. મહેશભાઇ (ભુજ), નવીનચંદ્ર (અંજાર), નરેન્દ્રભાઇ (મુંબઇ), સ્વ. વસુબેન (રાઉરકેલા), રસિલાબેન (ભુજ), કલ્પનાબેન (મુંબઇ), સંગીતાબેન (ભુજ)ના બહેન, જમનાબેન શિવજીભાઇ પૂજારાના ભત્રીજાવહુ, રતનબેન પ્રવીણભાઇ ઠક્કરના ભાણેજાવહુ, જ્યોતિબેન રાજેશ કારિયાના વેવાણ તા. 15-3-2025ના અમેરિકા ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-3-2025ના મંગળવારે સાંજે 5થી 6 નાનજી સુંદરજી લોહાણા મહાજનવાડી, (વી.ડી.) રૂખાણા હોલ, પહેલા માળે, ભુજ ખાતે.

આદિપુર : છગનભાઇ મોહનભાઇ માલી (ઉ.વ. 59) તે વનિતાબેનના પતિ, રાજેશ, મયૂરના પિતા, મિલિબેનના સસરા, ઇશ્વરભાઇ, જેન્તીભાઇ, કાંતાબેન, દયાબેનના ભાઇ, સોનુ, શ્યામના કાકા તા. 14-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-3-2025ના સોમવારે સાંજે 5.30થી 6.30 નિવાસસ્થાન સીડીએક્સ-બી, મકાન નં. 34, પાંચવાળી, આદિપુર ખાતે.

અંજાર : મૂળ ઓખાના કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી દેવજીભાઇ જગમાલભાઇ પરમાર (ઉ.વ. 67) તે વર્ષાબેનના પતિ, પ્રેમકુંવરબેન અને જગમાલભાઇ નથુભાઇના પુત્ર, સ્વ. રતિલાલભાઇ, સ્વ. વિજયભાઇ, સ્વ. રસીલાબેન પરસોત્તમ, કાંતિલાલભાઇના ભાઇ, દીપેશભાઇ, રશ્મિબેન, રવિનાબેનના પિતા, સ્વ. વાલજી ધારશી જેઠવા અને સ્વ. કાશીબેનના જમાઇ, જયેશભાઇ, અંકિતકુમારના સસરા, અમૃતલાલ વાલજી જેઠવાના બનેવી તા. 16-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-3-2024ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જરક્ષત્રિય સમાજ ભવન, પીરવાડી, અંજાર ખાતે ભાઇઓ અને બહેનોની સંયુક્ત.

અંજાર : સવિતાબેન ધરમશીભાઇ (ઉ.વ. 34) તે ધરમશીભાઇના પત્ની, વેલજી બિજલભાઇના પુત્રવધૂ, સામજી બિજલભાઇના ભત્રીજાવહુ, લાલજી વેલજીભાઇના નાના ભાઇના પત્ની, માવજીભાઇ, અંજેશભાઇ, રમેશભાઇ, સંજયભાઇના ભાભી તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. આગરી રાત તા. 20-3-2025ના, તા. 21-3-2025ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન નવાનગર, જી.આઇ.ડી.સી. સામે, અંજાર ખાતે.

માંડવી : અનુષયાબેન લધુભાઈ જેઠવા (ઉ.વ. 85) તે સ્વ. બચીબેન નારણભાઇ ઝાલાના પુત્રી, બિપીનભાઈ (મીઠાં પોર્ટ), સ્વ. શૈલેષભાઇ, રીટાબેન, સપનાબેનના માતા, શારદાબેન, ગં.સ્વ. નેહાબેન, ઝવેરભાઈ અને અનિલભાઈના સાસુ, મયૂરભાઈ, ચિરાગભાઈ, સૂરજ, રાજ, સહેલીબેનના દાદી, માર્મિક, શીતલ, મોનીકા, દીક્ષિતાના નાની તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. ભાઈઓ તથા બહેનો માટેની પ્રાર્થનાસભા તા. 17-3-2025ના સાંજે 4થી 5 રામેશ્વર વાડી, ખારવા સમાજ ખાતે.

નખત્રાણા : મૂળ કોરિયાણીના શંકરલાલ તુલસીદાસ નરમ (ઉ.વ. 52) તે સ્વ. નાનબાઇ પેરાજના પૌત્ર, સ્વ. ગોદાવરીબેન તુલસીદાસના પુત્ર, સ્વ. મથરાદાસ લીલાધર તન્ના (નરા)ના ભાણેજ, જગદીશભાઇ, કલ્પનાબેન કીર્તિકુમાર કોટક (મુલુંડ), ચંદ્રિકાબેન (પૂના), શોભનાબેન રાજેશભાઇ દાવડા (નખત્રાણા), અરૂણાબેન વીરેન્દ્રભાઇ ઠક્કર (વર્માનગર), લતાબેન (મુલુંડ)ના ભાઇ, અજયના પિતા, જ્યોતિબેનના દિયર તા. 16-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-3-2025ના મંગળવારે સાંજે 4થી 5 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ દરશડીના જાડેજા ચંદુબા રવાજી (ઉ.વ. 112) તે સ્વ. રવાજી તેજમાલજીના પત્ની, લખધીરજી, જેઠુભા, નંદબા, સુદરબા, જામબા, સ્વ. અંતરબાના માતા, છત્રસિંહ, પ્રતાપસિંહ, ફતેસિંહ, દશરથસિંહના દાદી તા. 16-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-3-2025ના ગુરુવારે સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી, બસ સ્ટેશન પાસે, માધાપર ખાતે. ઉત્તરક્રિયા તા. 22-3-2025ના શનિવારે નિવાસસ્થાને.

પાયરકા (તા. ભુજ) : વાલબાઈ હિંગણા (ઉ.વ. 65) તે પેથાભાઈ બુધા હિંગણાના પત્ની, રમેશભાઈ પેથાભાઈ હિંગણા (પાયરકા), ઉર્મિલાબેન મગન જેપાર, હંસાબેન કરમશી જેપાર (સાંગનારા), દમયંતીબેન નારણ સીજુ (રવાપર), ગીતાબેન વીનુભાઈ મેરિયા (જડોદર-કોટડા)ના માતા, સાચી, શિવમ, ક્રિતિકાના દાદી, હિના, સુમિત, ઉમંગ, ઇચ્છા, જાનુ, આરવના નાની, હીરજીભાઈ, સુમારભાઈ, ખીતુબાઈ રમુ બુચિયા (જામથડા)ના ભાભી, કરશનભાઈ, હમીરભાઇના કાકી, નારણભાઈ, દિનેશભાઈ, પ્રવીણભાઈના મોટીમા, સ્વ. રામજીભાઈ જેમલ બુચિયા (જામથડા)ના પુત્રી, સ્વ. લાલજીભાઈ રામજી બુચિયા, પરમાબાઈ (જામથડા)ના મોટા બહેન, ગોપાલ, ભરત, મનીષ, રેખાના ફઈ, પારૂબેન રમેશ હિંગણા (પાયરકા), મગનભાઈ ડાયા જેપાર, કરમશીભાઈ ડાયા જેપાર (સાંગનારા), વિનુભાઈ ધનજીભાઈ મેરિયા (જડોદર-કોટડા)ના સાસુ તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 19-3-2025ના બુધવારે સાંજે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 20-3-2025ના ગુરુવારે સવારે  નિવાસસ્થાને  પાયરકા ખાતે.

નારાણપર (તા. ભુજ) : મૂળ નલિયાના અબોટી (ભટ્ટ) વિમળાબેન (ઉ.વ. 86) તે સ્વ શંભુલાલ શામજીના પત્ની, સ્વ. તેજબાઈ શામજીભાઈના પુત્રવધૂ, સ્વ. જેઠીબાઈ ઉમિયાશંકરના પુત્રી, સ્વ.  બાબુભાઈ, સ્વ. વૃજલાલભાઈ, દિનેશભાઈના બહેન, ગં.સ્વ. મંજુલાબેન મંગલદાસના દેરાણી, ગં.સ્વ. લતાબેન વૃજલાલભાઈના જેઠાણી, ગં.સ્વ શારદાબેન, ગૌરીબેનના ભાભી, પ્રતાપભાઈ, ભરતભાઈ, મહેશભાઈ, ઉષાબેન, રમાબેનના માતા, કાન્તિલાલ, સુરેશભાઈ, નીતાબેન, ભારતીબેન, સ્વ. દર્શનાબેનના સાસુ, હિરેન, આનંદ, વિવેક, અર્જુન, દીપાલી, રિદ્ધિ, ચાંદનીના દાદી, યોગેશ, અમૂલ, જીતુ, નમ્રતા, ધર્મા, શિલ્પા, જ્યોતિના નાની, વિનુભાઈ, પ્રવીણભાઈ, જગદીશભાઈ, અશોકભાઈ, દિલીપભાઈ, રાજેશભાઈ, દીપકભાઈ, જ્યોતિબેન, આશાબેનના કાકી અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-3-2025ના સાંજે 4થી 5 શક્તિધામ, ભુજ-મિરજાપર હાઇવે ખાતે. લૌકિક વ્યવહાર પ્રતાપભાઈના નિવાસસ્થાન આદિપુર ખાતે.

નારાણપર (તા. ભુજ) : જત હાજી સાલેમામદ ડાડા તે કાસમ તથા સરફરાજના પિતા, મ. જત ફકીરમામદ ડાડાના ભાઇ, હુશેન તથા રજાકના કાકા, દાઉદ ઓસમાણ, ફકીરમામદ અબ્દુલા, મ. ડાડા અબ્દુલા, અલીમામદ અબ્દુલા (કુણાઠિયા)ના કાકાઇ ભાઇ, મામદહુશેન રમજાન (લાખોંદ)ના મામા, હાજી જુમ્મા લધાના સાળા તા. 16-3-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 18-3-2025ના મંગળવારે સાંજે 6 વાગ્યે સરપીરની દરગાહના કમ્પાઉન્ડમાં, નારાણપર ખાતે.

મેઘપર-બોરીચી (તા. અંજાર) : મૂળ વિજયનગર (સાબરકાંઠા)ના જયસિંહ સોવનસિંહ સિસોદિયા (ઉ.વ. 63) (નિવૃત્ત પાણી પુરવઠા બોર્ડ) તે પ્રહલાદસિંહ (એક્સિસ બેંક-ગાંધીધામ)ના પિતા, મદનસિંહ, દલપતસિંહ, રાજેન્દ્રસિંહના ભાઇ, સ્વ. લાલસિંહ, જસવંતસિંહ, ભવનસિંહ, નટવરસિંહ, શિવસિંહના કાકાઇ ભાઇ, સ્વ. કિશોરસિંહ રમલાવત (રાઠોડ) (મસલ-સાબરકાંઠા)ના જમાઇ, છત્રસિંહ, વિનયસિંહ, નરેન્દ્રસિંહના બનેવી, કમલેન્દ્રસિંહ નટવરસિંહ ચંપાવત (ટીંટોઇ-અરાવલી)ના સસરા, રુદ્રપ્રતાપસિંહના દાદા, શૌર્યપ્રતાપસિંહના નાના તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા / બેસણું તા. 17-3-2025ના સોમવારે સાંજે 5થી 6 જલારામ મંદિર, મેઘપર (બોરીચી) ખાતે.

બાગ (તા. માંડવી) : વસંતલાલ દયારામ લાલજી મોતા (ઉ.વ. 77) તે સ્વ. લક્ષ્મીબેન દયારામ લાલજીના પુત્ર, મંગળાબેનના પતિ, સ્વ. મીઠાબેન જેઠાલાલ કેશવાણી (ટુંડા), સ્વ. કરશનભાઈ (જામનગર), સ્વ. ચત્રભુજ (ભુજ), જેન્તીભાઇ, ગૌરીશંકરભાઈ, ઝવેરબેન હરિલાલ બોડા (બાગ)ના ભાઈ, ગં.સ્વ. મોંઘીબેન, ગં.સ્વ. રાધાબેનના દિયર, નિર્મળાબેન, વિમળાબેનના જેઠ, સ્વ. ભચીબેન દયારામ માકાણી (ભીટારા)ના જમાઈ, કોકિલાબેન બોડા (બાલાબેન) (મુંબઈ), સ્વ. ગિરીશભાઈ, રાજેશભાઈ, હસ્મિતાબેન વિજયભાઈ (મુંબઈ)ના પિતા, અમૃતલાલ બોડા, વિજયભાઈ જેસરેગોર, વર્ષાબેનના સસરા, શાંતિલાલ, જિતેન્દ્રભાઈ, દિલીપભાઈ, અતુલભાઈ, પ્રકાશભાઈ, ચેતનભાઈ, ભરતભાઈના કાકા, રાજેશ્રીબેન ચંદ્રકાંત ભટ્ટ (મુંબઈ), સરલાબેન મહેશભાઈ પેથાણી (ભુજ), પ્રવીણાબેન હરેશભાઈ વ્યાસ (ગુંદિયાળી), ગં.સ્વ. અંજનાબેન બિપીનભાઈ (ભુજ), મીનાબેન મહેશભાઈ પેથાણી (નાગલપુર), નયનાબેન પરેશભાઇ, જયશ્રીબેન નીલેશભાઈ વ્યાસ (ગુંદિયાળી)ના કાકા, કુસુમબેન મોતા (ગુંદિયાળી), કિશોરભાઈ, નીતિનભાઇના મામા, સ્વ. ગાવિંદજી, સ્વ. રેવાશંકર, સતીષભાઈ, સ્વ. રાધાબેન, સ્વ. જમનાબેન વેલજી (રે. મંજલ), મણિબેન કાનજી (મસ્કા), જયાબેન મદનલાલ (મુંબઈ)ના બનેવી, ગં.સ્વ. દેવકાબેન, ગં.સ્વ. ધનગૌરીબેન, હંસાબેનના નણદોઈ, સંગીતાબેન, દિલીપ, મહેશ, કલ્પેશ, મીનાબેન, હિનાબેન, ચેતન, રમેશ, સંજય, મિત્તલ, ક્રિષ્ના, મનોજના ફુઆ તા. 16-3-2025ના અવસાન પામ્યા છે. બને પક્ષનું બેસણું તા. 18-3-2025ના મંગળવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

કોજાચોરા (તા. માંડવી) : જાડેજા હુલાશબા (ઉ.વ. 73) તે સ્વ. જાડેજા હરાસિંહ કનુભાના પત્ની, આશાબા સુરપાલાસિંહ પરમાર (લીમલી)ના માતા, સ્વ. રમજુભા, સ્વ. જામભા, સ્વ. બહાદૂરાસિંહ શિવુભાના નાના ભાઈના પત્ની, ફતેહાસિંહ, પ્રહલાદાસિંહ, અનિરુદ્ધાસિંહ, જગદેવાસિંહ, મુરૂભાના ભાભી, કુલદીપાસિંહ, હિતેન્દ્રાસિંહ, ચંદ્રાસિંહ, નવલાસિંહ, દશરથાસિંહના કાકી, દિલીપાસિંહ, વનરાજાસિંહના મોટાબા તા. 14-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-3-2025 સુધી રાજપૂત સમાજવાડી, કોજાચોરા ખાતે. ઉત્તરક્રિયા તા. 24-3-2025ના સોમવારે નિવાસસ્થાને.

કુકડસર (તા. મુંદરા) : વેલનાથ વિશ્રામનાથ (ઉ.વ. 57) (એસ.ટી. ડ્રાઇવર) તે સ્વ. રુક્ષ્મણિબેન વિશ્રામનાથના પુત્ર, ભાવનાબેનના પતિ, સ્વ. ગુલાબગિરિ શંકરગિરિ ગુંસાઇ (હબાય હાલે ભુજ)ના જમાઇ, રણછોડનાથ, ભારતીબેન ભરતગર ગુંસાઇ (ભારતનગર), રંજનબેન કમલેશગિરિ ગુંસાઇ (સુંદરપુરી)ના ભાઇ, ઇશ્વરનાથ મુલનાથ (ભદ્રેશ્વર)ના ભત્રીજા, પોપટભારથી, સ્વ. મોહનભારથી, સ્વ. ચતુરભારથીના ભાણેજ, વિનોદનાથ, નીકિતા ચંદ્રેશગિરિ ગુંસાઇ (કિડાણા), આરતીબેન ઓમકારગિરિ (મોડકુબા)ના પિતા, કરણનાથ, મોહિતનાથના મોટાબાપુ, ભારતીબેન રાજેશગર ગુંસાઇ (નાની બાલાચોડ), સ્વ. નરેશગિરિ, પરેશગિરિ (ભુજ)ના બનેવી તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-3-2025ના સોમવારે સવારથી નિવાસસ્થાને કુકડસર ખાતે. તા. 27-3-2025ના શંખઢોળ પૂજન તથા ભંડારો એ જ સ્થળે.

ડેપા (તા. મુંદરા) : માજીબા મોળજી ઝાલા (ઉ.વ. 85) તે ભીખુભા, સજ્જનબા, દેવુબા, બબુભાના માતા, જીવુભા, અનોપસિંહ, ચેતનાબા, આનંદબા, વંદનાબાના દાદી, અણદુભા, શિવુભા, નારાણજીના સાસુ, મહેન્દ્રસિંહ, ધીરુભા, શિવુભાના માસી તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-3-2025 સુધી નિવાસસ્થાને. ઉત્તરક્રિયા (પાણી) તા. 25-3- 2025ના એ જ સ્થળે.

વિથોણ (તા. નખત્રાણા) : પરમાબેન ભોજાભાઈ ટોપણભાઇ બુચિયા (ઉ.વ. 76) તે સ્વ. ભોજાભાઈ ટોપણભાઇના પત્ની, જુમાભાઈ માલાભાઈ બુચિયા (મથલ), ડાઇબાઇ કાનાભાઈ ભદ્રુ (મથલ)ના ભાભી, સ્વ. રામજીભાઈ મનુભાઈ મેરિયા (જડોદર), સુજાભાઈ મનુભાઈ મેરિયા (જડોદર), હિમાબાઈ ખેંગારભાઈ ભદ્રુ (મથલ)ના બહેન, રવજીભાઈ, નાનજીભાઈ, નારણભાઇ, સ્વ. ડેમાબેન નારાણ મેરિયા (સાયરા યક્ષ), શિવજીભાઈના માતા, ભરત, ધનજી, અરાવિંદ, પ્રેમજી, મહેશ, રમેશ, મીતના દાદી તા. 16-3-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 24-3-2025ના સોમવારે સાંજે તથા ઘડાઢોળ તા. 25-3-2025ના મંગળવારે સવારે નિવાસસ્થાન જી.ઈ.બી.ની બાજુમાં, વિથોણ ખાતે.

પાલનપુર-બાડી (તા. નખત્રાણા) : મહેશ્વરી ખેતબાઇ સુમાર ચંઢારિયા (ઉ.વ. 90) તે સ્વ. વેલાભાઇ સુમાર, સ્વ. ખમુભાઇ સુમાર, સ્વ. જુમા સુમારના બહેન, મગન (ઝુરા), નાથીબેન માતંગ (નિરોણા), વેલજી, ચાંપશી, પ્રેમજીના માતા, દેવરાજ સામજી માતંગ (નિરોણા)ના સાસુ, હરેશ, દેવલ રતન માતંગ (તુંબડી), ધનુ હરેશ માતંગ (ભુજ), દમીબેન દીપક માતંગ (નિરોણા), ઉર્મિલાબેન ગોવિંદ માતંગ (નિરોણા), ધનુબેન રમેશ ચુણા (નાના રેહા), કાન્તાબેન કિશોર સીજુ (નાની વિરાણી), રમેશ, અરવિંદ, દિનેશ, પ્રવીણ, મનસુખ, ચંદુલાલ, હિતેષ, રમેશ, રાજેશ, કાન્તા નરેશ માતંગ (ગુંદાલા), જશોદા મનસુખ ગરવા (બિબ્બર)ના દાદી તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 19-3-2025ના બુધવારે રાત્રે આગરી, તા. 20-3-2025ના ગુરુવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન પાલનપુર-બાડી ખાતે.

મોટી વિરાણી (તા. નખત્રાણા) : ચાકી ઇસ્માઇલ હુશેન (ઉ.વ. 75) તે મ. આમદભાઇ, સુલેમાનભાઇ, મ. જાકબભાઇના ભાઇ, મામદ ચાકી (પ્રમુખ, પ. ક. ચાકી યુવા સંગઠન), હુશેનભાઇ, મરિયમ, ફાતમા, હસીના, જેનબ, ફરિદાના પિતા, ઇબ્રાહિમ (ટોડિયા), અબ્દુલભાઇ, મ. અલીભાઇ, દાઉદભાઇના કાકાઇ ભાઇ, અઝીઝભાઇ (કોડાય), અબ્દુલભાઇ (રવાપર), ઇબ્રાહિમભાઇ (નલિયા), સલીમભાઇ (નિરોણા), ઇલિયાસભાઇ, આઇશા, જરીનના સસરા, અદ્રેમાન, મ. ઇબ્રાહિમભાઇના બનેવી, નદિમ, ઇબ્રાહિમ, શકીલના કાકા, આસ્તાજ, આરિઝના દાદા તા. 16-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-3-2025ના મંગળવારે સાંજે અસર નમાજ બાદ મુસ્લિમ જમાતખાના, મોટી વિરાણી ખાતે.

સામખિયાળી (તા. ભચાઉ) : દુર્ગા દિનેશભાઇ ઠક્કર (રેહાણી) (ઉ.વ. 21) તે રસીલાબેન દિનેશભાઇના પુત્રી, હીરાબેન ઓધવજીભાઇના પૌત્રી, દિલીપભાઇ, અનિલભાઇ, હરેશભાઇ, ઉર્મિલાબેન, સુશીલાબેનના ભત્રીજી, સ્વ. ચેતન, શ્યામ, પાયલ, કશિષ, સ્વ. મોહિની, ધૃવી, ધૃવ, ઇશા, ઓમના બહેન, સ્વ. જનતાબેન ભગવાનજી (અંજાર)ના દોહિત્રી, સ્વ. મનોજ, મહેશ, હેમલતાબેન, રિન્કુબેનના ભાણેજી તા. 16-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-3-2025ના મંગળવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, સામખિયાળી ખાતે.

જખૌ (તા. અબડાસા) : માલ્યાબેન ઠાકરશી નાગડા (ઉ.વ. 65) તે સ્વ. ધનબાઈ હીરજી નાગડાના પુત્રવધૂ, સ્વ. ગુણવંતીબેન વેલજી પોલડિયા (ડુમરા)ના પુત્રી, ઠાકરાસિંહ હીરજીના પત્ની, વિક્રમ, પારુલ વિપુલ મૈશેરી, કોમલ રીતેશ પનપરિયા, દીપ્તિ બ્રિજેશ લોડાયા, પૂનમ અભિનવ ભારદ્વાજના માતા, સ્વ. કુસુમ પદમશી નાગડા, સ્વ. નિર્મલાબેન આનંદજી નાગડાના દેરાણી, સ્વ. નીતાબેન પ્રતાપ નાગડા, પ્રવીણા પ્રફુલ્લ નાગડાના જેઠાણી, સ્વ. નવીનચંદ વેલજી પોલડિયા, ચંદ્રકાંત વેલજી પોલડિયાના બહેન, ગં.સ્વ. મંજુલાબેન, હીનાબેનના નણંદ તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-3-2025ના સાંજે 4થી 5 જૈન દેરાસર, જખૌ ખાતે.

રાજકોટ : હસ્તાબેન કાંતિલાલ પૂજારા (ઉ.વ. 71) તે સ્વ. કાંતિલાલ મણિલાલના પત્ની, નીલેશભાઇ, જશુબેન ઘનશ્યામકુમાર પોપટ, દક્ષાબેન રાજેશકુમાર ખંધેડિયાના માતા, સ્વ. ગોદાવરીબેન હીરજીભાઇ સોમેશ્વર (ખેંગારપર)ના પુત્રી તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-3-2025ના સોમવારે સાંજે 4થી 6 ભીમનાથ મહાદેવ મંદિર, ગાયત્રી નગર શેરી નં. 2, ક્રિષ્ના ગાંઠિયાવાળી શેરી, રાજકોટ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd