• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર બ્રાહ્મણ નાગર જ્ઞાતિના ગોર જીતુભાઈ (જિતેન્દ્રરાય) વોરા (ઉ.વ. 94) તે સ્વ. દુર્લભલક્ષ્મી નવરંગલાલ વોરાના પુત્ર, સ્વ. ભગવતલક્ષ્મી કુંદનલાલ આચાર્યના જમાઈ, સ્વ. ધૈર્યબાળાના પતિ, સ્વ. અનિલા ચંદ્રકાંત શુક્લ, સ્વ. ભોગેન્દ્ર (સી.બી.આઇ.), નિર્ગુણા જિતેન્દ્ર શુક્લના ભાઇ, સ્વ. હર્ષદરાય આચાર્ય, સ્વ. હર્ષબાળા વિનોદરાય ત્રિવેદીના બનેવી, જાગૃતિ કલ્પેન્દ્ર નાણાવટી, અનિમેષ (નિવૃત્ત એસ.બી.આઇ), સ્વ. હિના જયેશ અંતાણીના પિતા, કલ્પેન્દ્ર નાણાવટી, મંજુલ વોરા, સ્વ. જયેશ અંતાણીના સસરા, ખંજન (નાગર જ્ઞાતિ ગોર), અમી તીર્થ અંતાણીના દાદા, અભિષેક, પ્રતીકના નાના તા. 31-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-11-2024ના સોમવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે. (ચક્ષુદાન કરેલું છે)

ભુજ : મૂળ રવના નૂતનબેન રાજેશ શાંતિલાલ મહેતા (ઉ.વ. 54) તે ગં.સ્વ. વાલુબેન શાંતિલાલ પોપટલાલ મહેતાના પુત્રવધૂ, રાજેશ શાંતિલાલ (રાજ સનમાઇકા)ના પત્ની, રૂષભ તથા ધારાના માતા, ઇરાના સાસુ, કંચનબેન રમણીકલાલ મહેતાના ભત્રીજાવહુ, સ્વ. ચંચળબેન જયંતીલાલ ચૂનીલાલ સંઘવી (રાપર હાલે મુંબઇ)ના પુત્રી, જશવંતીબેન ખીમજી મહેતા, નિર્મળાબેન રજનીકાંત મહેતા, નીલેશ શાંતિલાલ, રજની શાંતિલાલ, રવીન્દ્ર રમણીકલાલના ભાભી, ભાવનાબેન નીલેશ, દક્ષાબેન રવીન્દ્ર, કાજલબેન રજનીકાંતના જેઠાણી, ધર્મિષ્ઠા કીર્તિ મોરબિયા (ગાંધીધામ), માલતી હર્નિષ મહેતા, શિલ્પા અશ્વિન વોરા, વિજયના બહેન, વર્ષાબેન વિજયના નણંદ, જિનલ, હર્ષ, અભિષેક, ખુશી રાજ મહેતા, જિયા, યાશીના કાકી તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-11-2024ના સોમવારે સાંજે 4થી 5 વી.બી.સી. સંકુલ, આર.ટી.ઓ. સર્કલ પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ મસ્કાના લીલાવતીબેન જેઠાલાલ મોતા (ઉ.વ. 98) તે સ્વ. જેઠાલાલ વાલજી મોતાના પત્ની, સ્વ. કુંવરબાઇ કરશનજી લધા પેથાણી (ગુંદિયાળી)ના પુત્રી, સ્વ. મોહનલાલ, સ્વ. જવાહરલાલ, સ્વ. શાંતિલાલ, કમલેશ, ગં.સ્વ. લીલાવતી લક્ષ્મીશંકર (કટક), મીનાબેન કિશોરભાઈ જોશી (મસ્કા), સ્વ. પુષ્પાબેન રમેશભાઈ, ભારતીબેન પ્રકાશભાઈના માતા, સ્વ. કમળાબેન, ગં.સ્વ. વિમળાબેન, ગં.સ્વ. મંજુલાબેન, પ્રજ્ઞાબેનના સાસુ, અમરીશ, મહેન્દ્ર, મિથુન, સાગર, શંભુ, સંદીપ, નીતાબેન હરેશ, પ્રજ્ઞાબેન મંગળ, હર્શિકા રાજેશભાઈ, હીનાબેન ધાર્મિકના દાદી, ભવાનજી, સ્વ. બાબુલાલ, પોપટલાલ, નવીનચંદ્ર, સ્વ. નાનબાઇ જીવરામ મોતા (બાગ), ગં.સ્વ. ધનબાઈ રામજી મોતા (બાગ), સ્વ. સાવિત્રીબેન શંકરજી મોતા (મસ્કા), સ્વ. નર્મદાબેન નારણજી મોતા (વલસાડ), ગં.સ્વ. કસ્તૂરબેન નાનજી મોતા (મસ્કા)ના બહેન, સ્વ. હીરબાઇ, ગં.સ્વ. નર્મદાબેન, પ્રભાબેન, કલાવતીબેનના નણંદ તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની સાદડી તા. 4-11-2024ના બપોરે 2થી 4 ગુંદિયાળી રાજગોર સમાજવાડી, શેખાઈબાગ ખાતે અને સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 4-11-2024ના સોમવારે સાંજે 4.30થી 6 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે.

ભુજ : કરમશી પચાણ પરમાર (ઉ.વ. 74) (માજી પ્રમુખ, મેઘમારૂ સમાજ-ઉ.પ.) (ભુજ કોર્ટ બેલિફ) તે સ્વ. ખેતબાઇ પચાણ ડોસા પરમારના પુત્ર, સ્વ. ઉર્મિલાબેનના પતિ, સ્વ. પેથાભાઇ પચાણ, દેવલબેન મીઠુ નઝાર (ધુણઇ), લખીબેન વાછિયા બડિયા (વિરાણી), મગીબેન શિવજી બડિયા (ગાંધીધામ), લાછુબેન દેવજી ખોખર (અંજાર)ના મોટા ભાઇ, જેન્તીલાલ, સ્વ. નિર્મળા વાલજી બાંભણિયા (નખત્રાણા), રમીલાબેન હરેશ સીજુ (છાડુરા), પુષ્પા જિતેન્દ્ર બોખાણી (ગાંધીધામ), તારાના પિતા, આત્મારામ, બાબુલાલ, હીરાબેન દેવજી બડિયા (નખત્રાણા), ધનીબેન સામજી લઉઆ (રામપર વેકરા)ના કાકા, સ્વ. રામજી મનજી બડગા (બળદિયા)ના જમાઇ, ગોપાલ રામજી બડગા, વાલજી રામજી બડગા (ગાંધીધામ)ના બનેવી, સ્વ. હિરેન, સિદ્ધાર્થ, ઇશિકા, સંજય, કાનજી, સામજી, દિનેશ, સુરેશ, રાહુલના દાદા તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 4-11-2024ના સાંજે 4થી 5 પ્રાર્થનાસભા અને રાત્રે આગરી અને તા. 5-11-2024ના મંગળવારે સવારે પાણીયારાની વિધિ નિવાસસ્થાન, નૂતન સોસાયટી, સંતોષી માતાના મંદિર પાછળ, મકાન નં. 6, ભુજ ખાતે.

ભુજ : મૂળ તેરાના સારસ્વત બ્રાહ્મણ મનોજકુમાર મહેશકુમાર જોશી (હરિયામાણેક) (આસિ. સબ ઇન્સ્પેક્ટર, સીઆરપીએફ, કુંપવાડા-કાશ્મીર) તે કપિલાબેનના પતિ, ઉદય, ઉન્નતિના પિતા, પ્રાર્થનાના સસરા, ગં.સ્વ. રમાબેન તથા સ્વ. મહેશભાઇ લાભશંકર હરિયામાણેકના પુત્ર, ગં.સ્વ. સરોજબેન, સ્વ. બિપીન લાભશંકર, પવિત્રાબેન, રાજેશ લાભશંકર, અનિલાબેન બકુલેશ જોશી (ભુજ), પંકજબેન સુરેશભાઇ જોશી, મીનાક્ષીબેન રમાકાંત જોશીના ભત્રીજા, મયંક, ત્રિલોક, તૃપ્તિબેન રોહિત જોશી (ખોંભડી), દીપ્તિ અમીત જોશી (જામનગર), નેહા રાજન જોશીના ભાઇ, સ્વ. ક્રિષ્નાબેન તથા સ્વ. પ્રફુલ્લભાઇ કચરાભાઇ પંડયા, ગં.સ્વ. ઉમાબેન તથા સ્વ. ચંદ્રકાન્ત કચરાભાઇ પંડયાના જમાઇ, કીર્તિભાઇ પ્રફુલ્લભાઇ પંડયા, પ્રતિમાબેન વિજયભાઇ દુતે, ચંદનબેન કિશોરભાઇ ધતુરિયા, પૂનમબન જયેન્દ્રલાલ જેઠાના બનેવી, વર્ષાબેન ત્રિલોકભાઇ હરિયામાણેકના જેઠ, રેખાબેન, ઉમેશભાઇ ચાબડ, સ્વ. ઇન્દુબેન જયંતલાલ જોશી (સાંયરા)ના ભાણેજ, સ્વ. રિતેશભાઇ શામજીભાઇ સોનપાર, કમલ શામજી સોનપાર (ડિસ્ટ્રીક્ટ કોર્ટ-ભુજ)ના વેવાઇ તા. 30-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-11-2024ના સોમવારે સાંજે 4થી 5 શેઠ નાનજી સુંદરજી સેજપાલ ભીવંડીવાલા નવી લોહાણા મહાજનવાડી, બીજા માળે, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

અંજાર : મ.ક.સ.સુ. શાન્તિલાલ વેલજી પરમાર (ઉ.વ. 73) (નિવૃત્ત પી.ડબલ્યુ.ડી.) તે સ્વ. જયાબેન વેલજીના પુત્ર, સાવિત્રીબેનના પતિ, હિરેન, મનીષ, અનિતાના પિતા, સ્વ. બચુબેન ધનજી સોલંકી (ભુજ)ના જમાઇ, સ્વ. નર્મદાબેન છગનલાલ ચાવડા (સતના), હરસુખ, હંસાબેન મનસુખભાઇ સોલંકી (ભુજ), હિતેષના ભાઇ, નીલેશ ધામેચા, અરૂણાબેન, ઇલાબેનના સસરા, શાંતાબેન, મનીષાબેનના જેઠ, ઉર્વશી રાજેશ પરમાર (ભુજપુર), જલ્પા અમિત સોલંકી (અંજાર), કાજલ રોનક સોલંકી (અંજાર), અંકિતા હિરેન મોઢ (મુંદરા), યશ, અંજલિના મોટાબાપા, કેતુલ, હેત્વીના દાદા, બંસી, મૈત્રીના નાના, સ્વ. તુલસીદાસ, સ્વ. ઇશ્વરભાઇ, નરેન્દ્ર, મનસુખ (બકુલ)ના બનેવી, સુધા, તનુજા, રાજેશ, હેમલતા, કોમલ, દીપના મામા તા. 31-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-11-2024ના સોમવારે સાંજે 4થી 5 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા ખાતે ભાઇઓ-બહેનોની સાથે.

 અંજાર : જાડેજા સબળસિંહ ઉમેદસિંહ (ઉ.વ. 66) તે સ્વ. બયીસાબાના પુત્ર, સ્વ. જનકબાના પતિ, દિગ્વજયસિંહ, રઘુવીરસિંહ, હરદેવસિંહ, હસ્મિતાબાના પિતા, નરવીરસિંહ સરવૈયા (ભાવનગર)ના સસરા, ધુવ્રરાજ, દક્ષરાજના દાદા, ધૈર્યવીરસિંહના નાના તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-11-2024ના સાંજે 5થી 6 નિવાસસ્થાને.

અંજાર : મ.ક.સ.સુ. (દરજી) ગં.સ્વ. શાન્તાબેન કેશવજી પીઠડિયા (ઉ.વ. 78) તે સ્વ. કેશવજી દેવરામ પીઠડિયાના પત્ની, સ્વ. ડાભી ભાણજી જેરામ (ભુજ)ના પુત્રી, સ્વ. નયના, સ્વ. વિપુલ, પીયૂષ, સ્વ. ભાવના, જિતેશના માતા, તૃપ્તિ, પૂર્વી, અનિલભાઈ પરમારના સાસુ, સ્વ. ગાવિંદજી દામજી પીઠડિયા ( મુંદરા), સ્વ. મટુબેન દેવશી પીઠડિયા, સ્વ. જીવતીબેન રતિલાલ સોલંકી, સ્વ. નર્મદાબેન, સ્વ. ડાઇબેન, સ્વ. રંભાબેન, ભારતીબેન, કમળાબેનના ભાભી, વિરલના નાની, ડાભી મોહનલાલ જેરામ, પ્રવીણભાઈ જેરામ (ભુજ)ના બહેન, સ્વ. અનુબેન શંકરલાલ ડાભી, સ્વ. પરેશ, સ્વ. જગદીશ, ઉષાબેન બિપીનભાઈ સોલંકીના કાકી, પ્રજ્ઞાબેન, સ્વ. રાગિણીબેનના કાકીજીસાસુ, પ્રતીક, શ્યામ, બીના, જુલી, પ્રિશા, સૌમ્યના દાદી તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. બંને  પક્ષની પ્રાર્થનાસભા તા. 4-11-2024ના સોમવારે 4.30થી 5.30 મારૂ કંસારા સોની સમાજવાડી, ગંગા નાકા, અંજાર ખાતે.

માંડવી : લક્ષ્મીબા રામસંગજી જાડેજા (ઉ.વ. 103) તે કિશનસિંહ જાડેજાના માતા, સ્વ. રાજદીપસિંહ (આર.કે.)ના દાદી, સ્વ. ગજેન્દ્રસિંહ, હરપાલસિંહ, ભરતસિંહ, વિક્રમસિંહ, ડો. સજ્જનસિંહના કાકી, નીરવબા, નીકુલબા, સૂરજબાના દાદી, જીતુભા, પ્રવીણાબા, ઉર્મિલાબા, પ્રફુલ્લાબાના નાની તા. 30-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-11-2024ના સાંજે 4થી 5 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, માંડવી ખાતે.

ભચાઉ : જાડેજા નંદકુંવરબા (ઉ.વ. 97) તે સ્વ. નટુભા ચંદુભા જાડેજાના પત્ની, અરવિંદસિંહ, નરપતસિંહ, સ્વ. પ્રદ્યુમનસિંહના માતા, સ્વ. નવુભા, બટુકસિંહ, ગોવુભા, દિલુભા, સ્વ. ખુમાનસિંહના ભાભી, મયૂરસિંહ, બ્રિજરાજસિંહ, કુલદીપસિંહ, ક્રિપાલસિંહ, હાર્દિપસિંહ, ધ્રુપાલસિંહના દાદી, કામાક્ષીબા, વિરાજસિંહ, હિતરાજસિંહ, નિત્યશ્રીબા, દિયાનાબા, વેદરાજ, જશદીપ, શિવાંશના પરદાદી તા. 31-10-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 9-11-2024ના નિવાસસ્થાને વિનાયક નગર, નવી ભચાઉ, ભચાઉ ખાતે.

ભારાપર (તા. ભુજ) : મૂળ વિજપાસરના જવેરબેન બચુભાઈ પંડયા (શેખા) (ઉ.વ. 88) તે શાંતિલાલ, શરદભાઈ, લક્ષ્મણભાઈ, ભાનુબેન બાબુભાઈ રૂપાણી (રામપર-વેકરા), શાંતાબેન ગોપાલભાઈ કંઢિયા (દરશડી), દમયંતીબેન વિષ્ણુભાઈ રૂપાણી (કિડાણા)ના માતા, સ્વ. રામજી મૂરજી ગેડિયા (અમદાવાદ)ના પુત્રી, અમૃતભાઈ, ઉપેન્દ્રભાઈ, સ્વ. દેવલબેન, રૂક્ષ્મણિબેન, સ્વ. લક્ષ્મીબેન (અમદાવાદ)ના બહેન, સ્વ. ફૂલશંકરભાઈ, સ્વ. નાનજીભાઈ, સ્વ. ભીમજીભાઈ, જયંતીભાઈ, સ્વ. ખેતશીભાઈ શેખા (વિજપાસર)ના ભાભી, બાબુભાઈ, હરિભાઈ, કિશોરભાઈ, ચંદ્રકાંત, વિવેક (વિજપાસર)ના મોટાબા, ભાર્ગવી, કાજલ ,પ્રિયંકા, રીચા, ખુશી, કોમલ, ઉદિતી, રાજદીપ, દર્શની, માહીના દાદી તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 7-11-2024ના ગુરુવારે આગરી અને તા. 8-11-2024ના શુક્રવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન ભારાપર (તા. ભુજ) ખાતે.

મસ્કા (તા. માંડવી) : સુમરા મરિયાબાઈ ઓસમાણ તે સુમરા અબ્દુલ ઓસમાણના બહેન, સાલેમામદ, રફીકના ફઈ તા. 31-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-11- 2024ના શનિવારે સવારે 10 વાગ્યે સુમરા અબ્દુલ ઓસમાણના નિવાસસ્થાને.

દુર્ગાપુર-નવાવાસ (તા. માંડવી) : ઝવેરબેન વેલજી લાલજી વેલાણી (ઉ.વ. 90) તે સ્વ. વેલજી લાલજી વેલાણીના પત્ની, મંગલડાડા અને ગાભુભાઇ સેઘાણી (રાજપર)ના બહેન, સ્વ. શાંતિભાઈ, દોલતભાઈ, રાધાબેન (બિદડા), શાંતાબેન (અંજાર)ના માતા,  સવિત્રીબેન, સ્વ. કસ્તૂરબેન, રવજીભાઈ (બિદડા), શાંતિભાઈ (અંજાર)ના સાસુ, રતનશીભાઈ, સ્વ. અરજણભાઈના ભાભી, વલ્લભભાઈ, દીપકભાઈ, મહેશભાઈ, હિંમતભાઇ, વિક્રમભાઇ, રીનાબેન (બિદડા)ના દાદી, દક્ષાબેન, ભાવનાબેન, મનીષાબેન, પલ્લવીબેન, સુનીલભાઈ (બિદડા)ના દાદીસાસુ, પૃથ્વી, હાર્દી, આયુષ, જન્ય, દેવાંશ, ધ્વનિ, દર્શી, જૈની, નંદની, આસ્થા, હીર, કાવ્યા, ખનકના પડદાદી તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી/પ્રાર્થનાસભા તા. 3-11-2024ના રવિવારે 8.30થી 12 અને 3થી 5.30 લક્ષ્મીનારાયણ સમાજવાડી, દુર્ગાપુર ખાતે.

 વિરાણી મોટી (તા. નખત્રાણા) : મૂળ નાની અરલના વાળંદ ભાવેશભાઇ (ઉ.વ. 54) તે નર્મદાબેનના પતિ, કિશન, સચિન, ઉષાબેન, નીતિન (નખત્રાણા)ના પિતા, મહેશ, કમળાબેન ચીમનભાઇ (નાગલપર), શારદાબેન ખીમજી (કોટડા-જ.)ના ભાઇ, સ્વ. દેવકાબેન રતનશીના પુત્ર, માવજી, ગં.સ્વ. શાંતાબેન લખમશી (વિરાણી), સ્વ. ડાઇબેન ચીમનભાઇ (ભુજ)ના ભત્રીજા, સ્વ. કાંતિલાલ, જયંતીલાલ, શંકરલાલ, ભરત, મુકેશ, લતાબેન ઇશ્વરલાલ (નવાવાસ)ના કાકાઇ ભાઇ, ચીમનલાલ, મોહનભાઇ (વાસવા-ગુજરાત)ના બનેવી, રિયા,  શીતલ જિગર, રાધાબેન, ભાઈલાલ (લુડવા), નીનાબેન (દોલતપર), હાર્દિક (ભચાઉ)ના મોટાબાપા, વેલજીભાઇ, કાંતિલાલ, ધીરજભાઇ, સ્વ. રસિકભાઇ, સ્વ. વિનોદ, મોહન, રમેશ, મહેન્દ્રભાઇના પિતરાઇ ભાઇ તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 4-11-2024ના સોમવારે સવારે 9થી 5 સુધી નિવાસસ્થાને વથાણ ચોક, વિરાણી મોટી લોહાણા સમાજવાડી ખાતે.

નેત્રા (તા. નખત્રાણા) : કાઠી સુમાર ઈશાક (ઉ.વ. 65) તે ભખર, મુબારક. જાકબ, અલીમામદના ભાઈ, રજાક, સુલેમાન (પંચાયત સભ્ય), સલીમ, આસીફના પિતા તા. 31-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-11-2024ના શનિવારે સવારે 10 વાગ્યે મફતનગર, નેત્રા મસ્જિદ ખાતે.

સામખિયાળી (તા. ભચાઉ) : લાલગિરિ બાબુગિરિ ગોસ્વામી (ઉ.વ. 52) તે ગં.સ્વ. અમૃતબેન બાબુગિરિ ગોસ્વામીના પુત્ર, મયૂરીબેનના પતિ, ધનગિરિ, જયંતગિરિના ભાઇ, બિપીનગિરિ, યશગિરિ, બીનાબેન હિતેશગિરિના પિતા તા. 20-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-11-2024ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, જંગી રોડ, સામખિયાળી ખાતે.

કોઠારા (તા. અબડાસા) : અ.સૌ. મંગળાબેન (ઉ.વ. 69) તે વસંતભાઈ કતિરાના પત્ની, સ્વ. સાકરબેન લક્ષ્મીદાસ કતિરાના પુત્રવધૂ, પ્રકાશ, હિરેન, દીપાના માતા, સ્વ. વિઠ્ઠલદાસ (નલિયા), સ્વ. પ્રેમજીભાઈ (ભુજ), નેણશીભાઈ (ભુજ)ના નાના ભાઈના પત્ની, રૂક્ષ્મણિબેન, જયાબેન, શારદાબેનના દેરાણી, સ્વ. પુષ્પાબેનના ભાભી, રેખાબેન, જાગૃતિબેન, રિતેશભાઈ બારમેડા (ભૂમિ કેબલ-ભુજ)ના સાસુ, હંસરાજ મગનલાલ કટારિયા (નેત્રા)ના પુત્રી, બુદ્ધિલાલ, કાંતિલાલ, ભૂપેન્દ્રભાઈ, રવિલાલ, મંજુલાબેન (નેત્રા), લક્ષ્મીબેન (કોડાય), નયનાબેન (શેરડી), સ્વ. સરલાબેન (દેશલપર-ગુંતલી)ના બહેન, સૌર્ય, સ્વ. અક્ષ, રુદ્ર, રોમ્યા, મેદાંતના દાદી તા. 31-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-11-2024ના સોમવારે સાંજે 4થી 5 વ.ક. નાથા છાત્રાલય, લક્ષ્મીનારાયણ મંદિર બાજુમાં, કોઠારા ખાતે.

વાડાપદ્ધર (તા. અબડાસા) : બળવંતસિંહ માધુભા (ગાભુભા) જાડેજા (ઉ.વ. 65) તે નીતેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ, વિણાબા સહદેવસિંહ સોઢા (વેડહાર નાની)ના પિતા, નારૂભા, સુરૂભાના મોટા ભાઇ, અલ્પેશસિંહ, મહિપાલસિંહ, મિતરાજસિંહના મોટાબાપુ, રાજવીરસિંહના દાદા તા. 31-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.

નાસિક : મૂળ જિયાપરના રમેશભાઇ કાનજીભાઇ પોકાર (ઉ.વ. 45) તે મનીષાબેનના પતિ, વેદિકા, કાવેરી, દેવમના પિતા, હંસાબેન કાનજીભાઇ અરજણભાઇ પોકારના પુત્ર, નવીનભાઇ, શીતલબેન મહેન્દ્રભાઇ રામાણી (નારણપર)ના ભાઇ, ઉર્મિલાબેન તથા સ્વ. રમેશભાઇ વેલજીભાઇ રૂડાણી (દેશલપર)ના જમાઇ તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-11-2024ના રવિવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, જિયાપર ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang