• શનિવાર, 04 મે, 2024

કચ્છને `જીઓ પાર્ક' ઘોષિત કરીને વારસો સાચવી લ્યો

લિગ્નાઇટ કોલસા દ્વારા દાયકાઓથી કચ્છનાં અર્થતંત્રને જબ્બર વેગ આપનારી પાનધ્રો વિસ્તારની ખાણ પ્રદેશના ભૂસ્તરીય વારસાનું મહત્ત્વ વધુ એકવાર દેશ - દુનિયામાં અંકિત કરવામાં નિમિત્ત બની છે. આઇઆઇટી - રૂડકીના બે સંશોધક દેવાજિત દત્તા અને સુનીલ વાજપેયીએ પાનધ્રો ખાણમાંથી 4.7 કરોડ વર્ષ પુરાણા એનાકોન્ડા - વિશાળકાય સર્પનાં અશ્મિ શોધી કાઢયાં ઘટના વિશેષ મહત્ત્વ ધરાવે છે. ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી - રૂડકીનું સંશોધન જર્નલ સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રસિદ્ધ થતાં વિશ્વનું ધ્યાન ખેંચાયું છે. અશ્મિ અત્યાર સુધી સૌથી મોટા સર્પના છે. પ્રજાતિનું નામ સંશોધકોએ `વાસુકિ' આપ્યું છે. અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે દેવ - દાનવોએ કરેલાં સમુદ્રમંથનમાં મેરુ પર્વતનાં વલોણાં તરીકે વાસુકિ નાગ રખાયો હતો. કરોડરજ્જુના જે અવશેષ મળ્યા છે, પુરાણપ્રસિદ્ધ `વાસુકિ' નાગના હોવાનો સંશોધકોનો કોઇ દાવો નથી. પુરાણમાં મહાકાય સર્પને `વાસુકિ' કહેવામાં આવ્યો છે. કચ્છના જાણીતા ભૂસ્તરશાત્રી ડો. મહેશ ઠક્કરે કચ્છમિત્ર સાથે વાતચીતમાં જણાવ્યું કે 4.5 કરોડથી 5.5 કરોડ વર્ષ પહેલાં કચ્છની આસપાસ પણ વિષુવવૃત્તીય જંગલો હતાં. કાંઠાળ ક્ષેત્રમાં ઘનિષ્ઠ વનમાં મહાકાય સરિસૃપ પ્રાણીઓની હાજરી સદીઓ પહેલાંથી નોંધાતી રહી છે. પ્રાકૃતિક બદલાવ અને યુગોથી ચાલતી સર્જન - વિસર્જનની પ્રક્રિયામાં આખેઆખાં જંગલો દટાઇ ગયા પછી રાસાયણિક કે જૈવિક પ્રક્રિયાને લીધે તેનું કોલસા, લિગ્નાઇટ કે પેટ્રોલમાં રૂપાંતર થાય છે. પશ્ચિમ ભારતમાં (કચ્છ) અને ઉત્તર - પશ્ચિમ ભારતમાં કોલસાની ખાણો આને લીધે છે. પાકિસ્તાનમાં ભારત કરતાંય વધુ ખાણો છે. સિંધુખીણથી છેક શિવાલિક પર્વતમાળા સુધી ભૂસ્તરની પેટર્ન નોંધાઈ છે. ભૂસ્તરશાત્રના સંશોધકો અને વિજ્ઞાનીઓની દૃષ્ટિએ `વાસુકિ'નું ફોસિલ્સ મળવું મોટી સફળતા છે અને એને લીધે કચ્છનાં પેટાળમાં ધરબાયેલાં જુરાસિક યુગનાં કિંમતી અશ્મિઓને સાચવવાની જરૂરત રેખાંકિત થઇ છે. ભૂસ્તર વિજ્ઞાનીઓ કહે છે કે જૈવિક વિવિધતાનું જતન કરવું આપણું ઉત્તરદાયિત્વ છે. કચ્છમાં સમયાંતરે એક એકથી ચઢિયાતી શોધ થતી રહી છે. ધોળાવીરાથી થોડે દૂર 17.6 કરોડ વર્ષ જૂનું ફોસિલ મળી આવતાં સંશોધકો રોમાંચિત થયા હતા. થોડાં વર્ષ પહેલાં કચ્છ યુનિ.ના ભૂસ્તરશાત્રના છાત્રો અને જર્મન વૈજ્ઞાનિકની ટુકડીએ લોડાઇ ગામના કાસા ડુંગરાળ ક્ષેત્રમાંથી એક અલભ્ય - મહાકાય જીવાશ્મિ શોધી કાઢયુ હતું, જે પહેલાં તો ડાયનોસોરનું જણાયું હતું, પરંતુ સંશોધન દરમ્યાન 15થી 16 કરોડ વર્ષ પહેલાંના યુગનું મહાકાય જળચર ઈક્થિયોસોર હોવાનું સ્પષ્ટ થયું હતું. માનવ જીવાશ્મિ  ડાયનોસોરનું ઇંડું, કંકાલ, કાષ્ટ જીવાશ્મિ મળવાનો સિલસિલો કચ્છમાં ચાલતો રહ્યો છે. અત્યારે કચ્છ, ગુજરાત અને દેશ લોકસભા ચૂંટણીને લીધે રાજકારણના નશામાં લીન છે. આચારસંહિતા અમલી છે, પણ એનાકોન્ડા - વાસુકિનાં ફોસિલ્સ મળવાની ઘટનાને આધાર બનાવીને કચ્છમાં જીઓ હેરિટેજ પાર્ક જાહેર થાય દિશામાં ઝુંબેશ હાથ ધરવાની આવશ્યકતા છે. ભલે ચૂંટણી પૂરી થાય પછી સરકાર અને જનપ્રતિનિધિઓ વાતને અગત્યતા આપે સમયની માંગ છે. અફસોસની વાત છે કે, કચ્છમાં ઔદ્યોગિકીકરણ અને કાયદેસર - ગેરકાયદેસર ખનિજ ઉત્ખનનને લીધે પુરાતત્ત્વ - જીવાશ્મિ વારસાને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. અભ્યાસુઓના જણાવ્યા અનુસાર કચ્છમાં કમસેકમ પાંચ જીઓ પાર્ક બની શકે તેમ છે. પશ્ચિમ ઝોન ભુજ આસપાસનું ક્ષેત્ર, ખડીર બધી અદ્ભુત સાઇટ્સ છે, જે દેશ - વિદેશના સંશોધકોને આકર્ષતી રહી છે. કચ્છ પર આખું ડોઝિયર બનાવવાની જરૂર છે. આપણો વારસો ખરેખર દુનિયાને ટક્કર મારે તેવો છે. 40 - 45 દેશોએ 150થી વધુ જીઓ પાર્ક બનાવ્યા છે. ભારતમાં એક પણ નથી. 30થી 35 બની શકે તેમ છે. અહીં નોંધનીય છે કે કચ્છ યુનિ.ના અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ સાયન્સ વિભાગ દ્વારા દેશનાં ભૂવિજ્ઞાન મંત્રાલયના સહયોગથી ગયા વર્ષે રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઇ હતી. નિમિત્તે આવેલા સોસાયટી ઓફ અર્થ સાયન્સના મહામંત્રી ડો. સતીશ ત્રિપાઠીએ કચ્છમિત્ર ભવનની મુલાકાત દરમ્યાન લખનારને જણાવ્યું હતું કે જીઓ હેરિટેજ સ્થળોનું મહત્ત્વ જળવાવું કમનસીબી છે. અજ્ઞાનતા અને પ્રત્યેની નીરસતા નુકસાન કરે છે. સમયે ડો. ત્રિપાઠીએ બે હકારાત્મક સંકેત આપ્યા હતા. એક તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે પુરાતત્ત્વીય સ્થળોની જેમ ભૂસ્તરીય વિશિષ્ટતાવાળા વિસ્તાર માટે ખાસ માન્યતાની વિચારણા શરૂ કરી છે. બીજું કે સોસાયટીના પ્રયાસોને પગલે ભારત સરકાર ટૂંક સમયમાં જીઓ હેરિટેજ વિધેયક લાવી રહી છે. આવી સંભાવના જાગે તો કચ્છને મોટો ફાયદો મળશે. કચ્છ પ્રવાસન ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. ધોળાવીરાને યુનેસ્કો દ્વારા માન્યતા મળી છે. લખપત તાલુકામાંય ખજાનો છે. ખડીર ક્ષેત્રને `ફોસિલ્સની રાજધાની'ની ઉપમા આપી શકાય. વૈશ્વિક માન્યતાના લીધે સંશોધકો અને આવી સાઇટ્સમાં રસ ધરાવતા પર્યટકોનો પ્રવાહ કચ્છ તરફ વળે એવી ઊજળી સંભાવના છે. અહીં પણ નોંધનીય છે કે જાણીતા ભૂસ્તરશાત્રીઓ ડો. . કે. વિશ્વાસ અને પ્રો. શ્રીંગારપુરે ઊંડા અભ્યાસ પછી કચ્છને જીઓ પાર્ક માટે સર્વશ્રેષ્ઠ પ્રદેશ લેખાવી ચૂક્યા છે. કચ્છમાં 21 કરોડ વર્ષથી 14 કરોડ વર્ષ સુધી વિસ્તરેલા જુરાસિક યુગ ઉપરાંત ક્રીટેશિયસ અને ટર્સીયસ એમ ત્રણે યુગના ખડકો હજુ આદર્શ પરિસ્થિતિમાં સચવાયેલા છે. પરિણામે દુનિયાના ભૂસ્તરશાત્રના સંશોધકો માટે વધુ અભ્યાસ અર્થે કચ્છ આવવું અનિવાર્ય છે. શાત્રો - પુરાણોમાં વાસુકિ નાગની ભૂમિકા પોઝિટિવ છે. મહાદેવના કંઠની શોભા છે. પાનધ્રો - કચ્છમાં મળેલા અવશેષો પછી વર્ષોથી ચાલતી જીઓ પાર્ક માટેની ચર્ચાનાં મંથનમાંથી મંજૂરીનું અમૃત નીકળે એવી અપેક્ષા રાખીએ...

 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang