• શનિવાર, 04 મે, 2024

સલામતી પરિષદમાં ભારતને કાયમી સભ્યપદની તરફેણ

આર્થિક અને લશ્કરી રીતે સતત મજબૂત થઇ રહેલા ભારતની સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદમાં કાયમી સભ્યપદની દાવેદારીને પણ વધુ ને વધુ બળ મળી રહ્યંy છે. અમેરિકાએ વધુ એક વખત ભારતના કાયમી સભ્યપદની તરફદારી કરતો મત વ્યક્ત કર્યો છે. આમે અમેરિકા ભૂતકાળમાં ભારતની દાવેદારી યોગ્ય હોવાનું કહી ચૂક્યું છે. વખતે વિશ્વના સૌથી અમીરોની યાદીમાં સ્થાન ધરાવતા અને ટેસ્લા કાર કંપનીના સીઇઓ એલન મસ્કે ભારતની તરફદારી કર્યા બાદ અમેરિકાએ આવો મત વ્યક્ત કર્યો છે. મસ્કે ઉઠાવેલા મામલાના સંદર્ભમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં અમેરિકાના વિદેશ વિભાગના નાયબ મુખ્ય પ્રવક્તા વેદાંત પટેલે કહ્યંy છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પોતાના સંબોધનમાં અગાઉ પણ અંગે વાત કરી છે. અમે સલામતી પરિષદ સહિત સંયુક્ત રાષ્ટ્રના સુધારાની તરફેણ કરતા રહ્યા છીએ. અમેરિકાના રાજદ્વારી જવાબે ભારતની સાથોસાથ મસ્કને પણ રાજી કરી દીધા છે. અમેરિકાના વિદેશ વિભાગના જવાબનું મહત્ત્વ સમજી શકાય તેમ છે. આમ તો હવે સૌ કોઇ જાણે અને સમજે છે કે, અમેરિકાની દરેક વાત તેના એક વ્યૂહનો ભાગ હોય છે. ભારત સરકાર આવનારા દિવસોમાં ટેસ્લાની માટે દરવાજો ખોલવાની છે, એટલે મસ્ક અને અમેરિકાના વિચારો ભારતને રાજી કરે એવા વ્યક્ત થઇ રહ્યા છે.  ભારતીયો માટે આનંદની બાબત છે કે, અમેરિકાએ ભારત તરફી વલણ વ્યક્ત કર્યું છે. આનાથી ભારતને સલામતી પરિષદમાં કાયમી સભ્યપદ પાકું એમ માની શકાય તેમ નથી. તો માત્ર દાવો વધુ મજબૂત બન્યો છે. સ્વાભાવિક છે કે, ટેસ્લા ભારતમાં ઉત્પાદન શરૂ કરે તેની સાથે તેનું વેચાણ પણ વધશે. આનાથી મસ્કને સીધો અને અમેરિકાને આડકતરો ફાયદો થશે નક્કી છે. છેલ્લા ત્રણેક મહિનાથી મસ્કને લાગી રહ્યંy છે કે, સલામતી પરિષદમાં ભારતનું કાયમી સભ્યપદ અનિવાર્ય છે. તેમને લાગી રહ્યંy છે કે, સૌથી વધુ વસ્તી ધરાવતા લોકશાહી દેશ ભારતને સલામતી પરિષદમાં કાયમી સભ્યપદ મળવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, અમેરિકા, રશિયા, ફ્રાંસ, ઇંગ્લેન્ડ અને ચીન દુનિયાની સૈથી મહત્ત્વની સલામતી પરિષદના કાયમી સભ્ય છે.  આમ તો જાહેરમાં ચીન સિવાયના દેશ ભારતની તરફેણ કરે છે, પણ જ્યારે જ્યારે સમિતિના વિસ્તારની વાત આવે છે ત્યારે ત્યારે જાણી જોઇને સંખ્યાબંધ દેશોનાં નામ દાવેદાર તરીકે ચર્ચામાં આવે છે અને જેને લીધે ભારે ખેંચતાણ સર્જાય છે અને નિર્ણયને ટાળી નાખવામાં આવે છે. આજે સલામતી પરિષદનું મહત્ત્વ દિવસો દિવસ ઘટી રહ્યંy છે. ચીન અને રશિયા જેવા દેશ તેમની આપખુદશાહી અને વિસ્તારવાદી નીતિઓને લીધે પરિષદને સતત નબળી પાડી રહ્યા છે. આવામાં ભારત જેવા સબળ લોકશાહી દેશના કાયમી સભ્ય તરીકે સામેલ થવાથી પરિષદમાં નવી ઊર્જા આવી શકે તેમ છે. મસ્ક જેવા અન્ય નામાંકીત ઉદ્યોગપતિઓને વાત સમજીને ભારત તરફી દબાણને વધારવું રહ્યં

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang