• શનિવાર, 04 મે, 2024

કોહલી પર મેચ ફીનો 50 ટકા દંડ

નવી દિલ્હી, તા.22: આઇપીએલમાં રવિવારે ડબલ હેડર મુકાબલા હતા. પહેલી મેચમાં કેકેઆર સામે આરસીબીનો આખરી દડે પરાજય થયો હતો જ્યારે બીજી મેચમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સની જીત થઈ હતી. પરાજિત બન્ને ટીમના કપ્તાન પર દંડ થયો છે. સ્લો ઓવર રેટ મામલે આરસીબીના કપ્તાન ફાફ ડૂ પ્લેસિસ પર 12 લાખ રૂપિયાજ્યારે પંજાબ કિંગ્સના ઇન્ચાર્જ કેપ્ટન સેમ કરન પર મેચ ફીનો 0 ટકાનો દંડ થયો છે. તેના પર દંડ ગુજરાત સામેની મેચ વખતે અમ્પાયરના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરવા બદલ થયો છે. મેચ બાદ પંજાબના કપ્તાન સેમ કરને તેની ભૂલ સ્વીકારી લીધી હતી. ઉપરાંત કેકેઆર અને આરસીબી વચ્ચેની મેચ વખતે વિરાટ કોહલી અને મેદાની અમ્પાયર વચ્ચે પણ ઉગ્ર ચર્ચા થઈ હતી. કોહલી જે દડામાં આઉટ થયો તે દડો કમરથી ઊંચો બિમર બોલ હતો. રિવ્યૂમાં તે નો બોલ જાહેર થયો હતો અને કોહલી આઉટ જાહેર થયો હતે. બોલર હર્ષિત રાણાએ કોહલીનો વળતો કેચ લીધો હતો. આથી કોહલીએ અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરી હતી. મેદાનની બહાર જતી વખતે પણ તેણે ગુસ્સો વ્યકત કર્યોં હતો. આથી મેચ રેફરીએ આઇપીએલ કોડ ઓફ કન્ડકટ હેઠળ વિરાટ કોહલી પર મેચ ફીનો 0 ટકાનો દંડ ફટકાર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang