• શનિવાર, 04 મે, 2024

ચેપમેનની 87 રનની અણનમ ઇનિંગ્સથી પાક. સામેની ત્રીજી ટી-20માં કિવીઝનો વિજય

રાવલપિંડી, તા. 22 : પ્રવાસી ન્યુઝીલેન્ડે પાકિસ્તાન વિરૂધ્ધની ત્રીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 10 દડા બાકી રાખીને 7 વિકેટે શાનદાર જીત મેળવીને મેચની શ્રેણી 1-1ની બરાબરી પર લાવી દીધી છે. પહેલી મેચ વરસાદમાં ધોવાઈ હતી. બીજી મેચમાં પાક.નો વિજય થયો હતો. ગઇકાલે રાત્રે રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડની બીજા દરજ્જાની ટીમે 179 રનનો વિજય લક્ષ્ય 3 વિકેટ ગુમાવીને આસાનીથી 18.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. પ્લેયર ઓફ મેચ માર્ક ચેપમેને 42 દડામાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાથી 87 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જયારે ડેન ફોકક્રોફટે 31, ટીમ રોબિન્સને 28 અને ટિમ સિફર્ટે 21 રનનું યોગદાન આપ્યું હતું. પાક. તરફથી અબ્બાસ અફ્રિદીએ બે વિકેટ લીધી હતી. પહેલાં પાકિસ્તાને આખરી ઓવરોમાં શાદાબ ખાનની 20 દડામાં 41 રનની ઝડપી ઇનિંગથી 20 ઓવરમાં 4 વિકેટે 178 રનનો સ્કોર કર્યો હતો. સઇમ અયૂબે 32, કપ્તાન બાબર આઝમે 37 અને ઇરફાન ખાને 30 રન કર્યાં હતા. મોહમ્મદ રિઝવાન 22 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. કિવીઝ તરફથી ઇશ સોઢીએ બે વિકેટ લીધી હતી. શ્રેણીની ચોથી મેચ 2પમીએ લાહોરમાં રમાશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang