• શનિવાર, 04 મે, 2024

આજે રાજસ્થાન સામે બદલો લેવા ઉતરશે મુંબઈ

મુંબઈ, તા. 21 : છેલ્લી ચારમાંથી ત્રણ મેચમાં જીત મેળવીને મુંબઈની ટીમ ફરી ટ્રેક ઉપર આવવાનો પ્રયાસ કરી રહી છે. સત્રની ખરાબ શરૂઆત બાદ ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી છે. જ્યારે રાજસ્થાનની ટીમ તોફાની રફતારથી આગળ વધતા 12 અંક સાથે ટોચ ઉપર છે. કાલે બંને ટકરાશે, પાંચ વખતની ચેમ્પિયન મુંબઈની ટીમે ગઈ મેચમાં આશુતોષ શર્માની અંતિમ ઓવરોમાં અર્ધસદી છતા પણ પંજાબ સામે માત્ર નવ રને જીત મેળવી શકી હતી. મેચમાં ફરી એક વખત જસપ્રીત બુમરાહે જવાબદારી પોતાના ઉપર લેતા ત્રણ વિકેટ લીધી હતી. ભારતના સ્ટાર બેટ્સમેને નવા બોલની શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઓછા રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. બુમરાહ 13 વિકેટ સાથે આઈપીએલ 2024મા સૌથી વધારે વિકેટ લેનારો બોલર છે. તેની ઈકોનોમી રેટ બીજી સર્વશ્રેષ્ઠ છે. ગેરાલ્ડ કોએત્ઝીએ પણ 12 વિકેટ લઈને પ્રભાવિત કર્યા છે પણ રન વધારે આપ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી સકારાત્મક બાબત સુર્યકુમારનું ફોર્મ છે. પંજાબ કિંગ્સ સામે તેણે 53 બોલમા 78 રનની ઈનિંગ રમી હતી. રાજસ્થાન રોયલ્સ સામેના મેચમાં મુંબઈની સ્થિતિ ખરાબ રહી હતી. જેમા ટ્રેંટ બોલ્ટે શીર્ષ બેટ્સમેનોને ખાતુ પણ ખોલવા દીધું નહોતું. આવેશ ખાનને અંતિમ ઓવરોની જવાબદારી સોંપવામાં આવે છે અને તેમાં તે નોંધપાત્ર પ્રદર્શન પણ કરી શક્યો છે. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ 12 વિકેટ સાથે રાજસ્થાનનો મહત્વનો ખેલાડી છે. તો બીજી તરફ અશ્વિન મુશ્કેલીમાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang