• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

ગાંધી જયંતિ નિમિતે અંજાર ખાદી ભંડારમાં 32 હજારના ખાદીનુ વેચાણ

અંજાર, તા. 2 : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા વિવિધ અભિયાનો યોજાઈ રહ્યા છે. ત્યારે ઐતિહાસિક અંજાર શહેરમાં પણ ગાંધી જયંતીના ખાસ દિવસે નગરજનોમાં ખાદી તથા સ્વદેશી વસ્ત્રો પ્રત્યેનો અનોખો લગાવ જોવા મળ્યો હતો. અંજાર ના ખાદી ભંડારમાં આજે કુલ રૂ. 32 હજારના ખાદી કાપડનું વેચાણ નોંધાયું હતું. જેમાં રૂ. 14 હજારની ગુજરાત સૂતી ખાદી, રૂ. 16 હજારની પરપ્રાંત સૂતી ખાદી તેમજ રૂ. 2 હજારના પરપ્રાંત પોલી વસ્ત્રનું વેચાણ થયું હતું.  સરકાર દ્વારા સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા તથા લોકોને દેશી ઉત્પાદનો તરફ આકર્ષિત કરવા માટે વિવિધ સ્તરે અભિયાન હાથ ધરવામાં આવે છે. આ અંતગર્ત ગાંધી જયંતીના દિવસે ખાદીની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.નાગરીકોએ ખાદી વસ્ત્રોની ખરીદી કરીને સ્વદેશી ઉત્પાદનો પ્રત્યેનો પ્રેમ અને સમર્થન વ્યક્ત કર્યું હતું. ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારોને યાદ કરતાં ગાંધી જયંતીના પાવન દિવસે અંજાર ખાદી ભંડારમાં થયેલું રૂ. 32 હજારનું વેચાણ સ્થાનિક સ્તરે સ્વદેશી વસ્તુઓ પ્રત્યે વધતી જાગૃતિનું પ્રતાબિંબ બની રહ્યું હોવાનું ખાદી ભંડારના સંચાલક જિતેન્દ્રભાઈ ઠકકરે  જણાવ્યુ હતું.  આ પ્રસંગે ગુજરાત રાજ્ય ના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગ ના મંત્રી  ત્રિકમભાઇ છાંગા એ ગાંધી જયંતી ની શુભેચ્છા આપી નાગરિકો  અને  ખાસ કરીને યુવાનો ને ખાદી નો ઉપયોગ કરવા અનુરોધ કરી. વડાપ્રધાન નરેન્દ્રમોદી ના વોકલ ફોર લોકલ ના અભિયાન ને વધુ ને વધુ અનુસરી અને સ્વદેશી વસ્તુઓ નો ઉપયોગ કરવા અપીલ કરી હતી.   અંજાર શહેર ભાજપ ના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ ની આગેવાની માં અંજાર શહેર અને તાલુકા સંગઠન ના વિવિધ હોદેદારો એ ખાદી ભંડાર ની મુલાકાત કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd