• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

નખત્રાણામાં ગૌમાતા માટે દાન એકત્ર કરવાના હેતુથી અનોખી પહેલ

નખત્રાણા, તા. 2 : અહીંના અનંત ગ્રુપ દ્વારા નવરાત્રિ પહેલા ગૌનવરાત્રિ આગામી 3 ઓક્ટોમ્બરે સુંદરમ્ રિસોર્ટ ખાતે યોજાશે. કચ્છ ઉપરાંત ગુજરાતના નામાંકિત કલાકારોના સંગાથે આયોજન કરાયું છે, જે પણ બચત થશે એ ગૌમાતા માટે વાપરવામાં  આવશે. અનંત ગ્રુપના સદસ્ય ધ્રુવભાઈ જોશીએ ગૌનવરાત્રિની માહિતી આપતાં કહ્યું હતું કે નખત્રાણામાં પહેલીવાર પ્રિ-નવરાત્રિનો ગૌનવરાત્રિ  તરીકે એક દિવસીય કાર્યક્રમ યોજાશે. કચ્છભરમાંથી સાધુ, સંતો, મહંતોના હસ્તે દીપ પ્રાગટય કરી ગૌનવરાત્રિ ખૂલી મૂકવામાં આવશે. ગૌમાતા માટે વધુમાં વધુ દાન એકઠું થાય તે માટે સર્વેને આ ગૌનવરાત્રિમાં ગૌપાસ લેવા અનુરોધ કરાયો છે. આયોજનના મુખ્ય દાતા  ચેતનભાઈ ઠક્કર, દેવજીભાઈ ગજરા, હિંમતભાઈ સોની, ભરતભાઈ સોની, જયેશભાઈ સોની વિગેરેનો સહયોગ મળી રહ્યો છે. સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આયોજન માટે ધ્રુવ જોશી, મયૂર અબોટી, રાજ રાજગોર, હર્ષ સોની, મયૂર ચૌહાણ, નિક્ષિત સોની, શેફરીન સોની, જૈમિન અબોટી, દીક્ષિત ચૌહાણ, કૈલાસ આથા, દિગ્વિજયાસિંહ ચૌહાણ, વિવેક પલણ, વિવિધ સંગઠનો તેમજ અનંત ગ્રુપના યુવાનો સેવા આપશે  તેવું જણાવાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd