• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

મોટી રાયણમાં શાંતિદાસજી મહારાજને શ્રદ્ધાંજલિ

કોડાય(તા.માંડવી) તા.1 : બ્રહ્મલીન શાંતિદાસજી મહારાજની સ્મૃતિમાં કંઠી વિભાગ, કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, માંડવી વિભાગ દ્વારા મોટી રાયણ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. પ્રાર્થના સભામાં માંડવી વિભાગના કડવા પાટીદાર સમાજના મહિલા મંડળ, યુવક મંડળ તેમજ વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં  અનુયાયીઓ અને સમાજના લોકોએઁ શાતિદાસજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ,કાંતિભાઈ અમૃતિયા મુકેશભાઈ સેંધાણી, ગોપાલભાઈ સેંગાણી, માવજીભાઈ ધોળું, સંદીપભાઈ વાસાણી, હરિભાઈ ગઢવી,  ગોવિંદભાઈ દિવાણી, ગોપાલભાઈ ગઢવી, કાંતિભાઈ ભીમાણી, દેવજીભાઈ વગેરેએ શાંતિદાસજીને ભાવાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે, શાંતિદાસજીનું સાદગીપૂર્ણ જીવન, સત્યનિષ્ઠા, સેવાભાવ અને ધર્મ-સમાજ પ્રત્યેની નિષ્ઠા આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. તેઓને ગૌસેવા, પ્રકૃતિના સંરક્ષણ પ્રત્યે વિશેષ લગાવ હતો. પ્રાર્થના સભામાં મોટી રાયણ સમાજના પ્રમુખ લક્ષ્મીચંદભાઈ વાસાણી, મનસુખભાઈ સેંગાણી, જયંતીભાઈ સેંગાણી, હરિલાલભાઈ ધોળું, વલ્લભભાઈ વેલાણી, સુરેશ ચોપડા, એસ.વી. પટેલ, અરજણભાઈ ગઢવી, વિશ્રામભાઈ ગઢવી વગેરે હાજર રહ્યા હતા.  મુંબઈથી કંઠી વિભાગ  કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ મગનભાઈ પોકાર, માધવ વિદ્યામંદિર ટ્રસ્ટના જયંતીભાઈ શીરવી, બેંગ્લોરથી શૈલેષભાઈ દડગાએ પણ સંતને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સંચાલન સંદીપ વાસાણીએ કર્યું હતું.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd