• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

બોમ્બની તપાસમાં પરોવાયેલી પોલીસનો લાભ લઈને બે શખ્સનું કૃત્ય : પોલીસ અને કંડલા એરપોર્ટ દ્વારા બોમ્બ થ્રેટ, હાઈજેકિંગ મોકડ્રિલ યોજાઈ

ગાંધીધામ,  તા. 1 :  કંડલા એરપોર્ટ ઉપર  બોમ્બની તપાસમાં પરોવાયેલી પોલીસનો લાભ લઈને બે આતંકીએ  વિમાનને હાઈજેક કરતાં દોડધામ મચી હતી.  જો કે, આ ઘટના  મોકડ્રિલ હતી. આ અંગે મળતી વિગતો મુજબ કંડલા એરપોર્ટ દ્વારા બોમ્બ થ્રેટ અને પ્લેન હાઈજકિંગ અંગેની મોકડ્રિલ એસ.ઓ.જી. અને કંડલા એરપોર્ટ પોલીસ દ્વારા યોજવામાં આવી હતી. પેસેન્જરોનું બોર્ડિંગ ચાલુ હતું તે દરમ્યાન  કાર પાર્કિંગમાં  બોમ્બ મળી આવ્યો હતો. બીડીએસ દ્વારા બોમ્બ પ્રોટેક્ટર સાથે ડિએક્ટિવ  કરાયો હતો. આ અફરાતફરી દરમ્યાન કેટલાક અજ્ઞાત ઇસમો દ્વારા તેનો લાભ લઈ મેઈન ગેટથી જ્યાં પ્લેન ઊભું, તો ત્યાં પહોંચી પ્લેનમાં રહેલા પેસેન્જરને અને પાઈલટને બાનમાં લેવાયા હતા. આતંકવાદીઓએ જેલમાં રહેલા સાગરીતને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. પ્રાંત અધિકારીએ સરકાર સમક્ષ વાત કરી હતી, પરંતુ આતંકીઓએ અમારા માણસને મુક્ત કરી 2000 કરોડની તાત્કાલિક  માંગ કરી હતી. દરમ્યાન એસ.ઓ.જી /ક્યુઆરટીએ મોરચો સંભાળી કોઈ પણ પેસેન્જરને નુકસાન ન થાય, પોલીસની ઓછી કેઝ્યુલિટી થાય તે રીતે છુપી રીતે હાઈજેકરોને રાઉન્ડઅપ કરી પ્લેનને મુક્ત કરાવ્યું હતું. ફાયારિંગ દરમિયાન એક હાઇજેકર ઘાયલ થયો હતો, બન્નેને ઝડપી લેવાયા હતા. ઓપરેશન કામગીરી એસઓજી બી.વી. બોરીસાગરે સંભાળી હતી.  અંજાર ડીવાયએસપી  મુકેશ ચૌધરી  તથા  એસઓજી ક્યુઆરટીની ટીમ, 108 મેડિકલ ટીમ, ફાયર ઇમર્જન્સી ટીમ, કંડલા એરપોર્ટ પોલીસ ટીમ, અંજાર પોલીસ વિગેરેએ ભાગ લીધો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd