ગાંધીધામ, તા. 26 : શહેરની ડીપીટીની વહીવટી કચેરીના
પાછળના ભાગે નવું અદ્યતન એસ.ટી. બસ સ્ટેશન નિર્માણનું કામ ધમધમી રહ્યંy છે, તો બીજી બાજુ ઓસ્લો ચાર રસ્તા પાસે બસ સ્ટેશન તોડી પડાયા બાદ પ્રવાસીઓને હાલાકી
વેઠવાનો વારો આવ્યો છે. આ સ્થિતિમાં ઓસ્લો ઓવરબ્રિજના નીચેના ભાગે અહીંથી અવરજવર કરતી
બસોને સ્ટોપ આપવામાં આવે તેવી માંગ ઊઠી છે. શહેરની મધ્યમાં આવેલા ઓસ્લો ચાર રસ્તા પાસેથી
અનેક પ્રવાસીઓ અવરજવર કરે છે, જેને કારણે પ્રવાસીઓને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ઓસ્લો એસ.ટી.
બસ સ્ટેશન મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યંy છે. અલબત્ત અહીં વર્ષો
પહેલાં બસ સ્ટેશન કોઈ કારણોસર તોડી પાડવામાં આવ્યું છે, જેને લઈને બસની રાહ જોઈ રહેલા અનેક મુસાફરોને
ઉનાળાની ગરમીમાં શેકાવું પડે છે. અહીં બસ સ્ટેશન
હોત, તો ચોમાસાંમાં
વરસાદથી લોકોને રાહત મળી શકે તેવી સ્થિતિ છે. મહાનગર બન્યા બાદ
લોકોની સુખાકારી અને સુવિધામાં વધારો થાય તે પ્રકારે જુદા-જુદા પ્રકારની પ્રાથમિક સુવિધાના વિકાસ કરવાની દિશામાં હાલમાં
ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે બસ સ્ટેશન જેવા મહત્ત્વના મુદ્દા
ઉપર વહીવટી તંત્ર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવા સમયની માંગ છે.
જાણકારોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા થોડા
સમય અગાઉ માતબર રકમના ખર્ચે ઓસ્લો ચાર રસ્તા પાસે ચાર માર્ગીય ઓવરબ્રિજ બાંધવામાં આવ્યો
છે. આ બ્રિજનો નીચેનો ભાગ હાલમાં ખાલી છે. જો
ગાંધીધામથી આદિપુર તરફ જતી એસ.ટી.ની બસોને
ઓસ્લો જૂના બસ સ્ટેશન સામે ઓવરબ્રિજ
નીચે ઊભી રાખવામાં આવે, તો
પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.નોંધપાત્ર છે કે, માર્ગ
અને મકાન વિભાગ દ્વારા આ ઓવરબ્રિજની નીચે કેટલાક ભાગોમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા
કરવામાં આવી છે. ત્યારબાદ પણ અમુક જગ્યા ખાલી રહેતાં અહીં આડેધડ વાહનો ઊભા રાખવામાં આવે છે. જો
આ સ્થળે એસ.ટી. બસો થોભે, તો આડેધડ થતાં વાહન પાર્કિંગની સમસ્યા
પણ ઉકેલાઈ જશે. આ જ પ્રકારે આદિપુરથી ગાંધીધામ
તરફ આવતી બસોને ઓવરબ્રિજ નીચે ઊભી રાખવામાં આવે, તો મુશ્કેલી
નિવારી શકાય તેમ છે. જ્યાં સુધી પ્રવાસીઓની સુવિધા માટે ઓસ્લો ચાર રસ્તા પાસે બસ સ્ટેશન નિર્માણ ન કરવામાં
આવે, ત્યાં સુધી પ્રવાસીઓની
સુવિધા માટે આ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા
કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.