ભુજ, તા. 16 : અત્રે અખિલ ભારતીય મારૂ કંસારા
સોની જ્ઞાતિ મહામંડળની એક્ઝિક્યુટિવ બોડીની મળેલી બેઠકમાં સામાજિક ઉત્કર્ષની સર્વાંગી
દિશામાં સમાજના લોકોને જોડવા તેમજ સામાજિક કાર્યોમાં મહિલાઓને સમાજ નિર્માતા તરીકે
આગળ લાવવા વક્તાઓએ જણાવ્યું હતું. બેઠકના પ્રમુખસ્થાનેથી સંસ્થાના પ્રમુખ ચંદ્રકાંત
ચનાણીએ જ્ઞાતિજનો તરફથી થયેલી રજૂઆતને સાંભળી ઉપસંહાર કરતાં જણાવ્યું હતું કે, મહામંડળમાં દરેક ઘટકની ભૂમિકા મહત્ત્વની હોય
છે, માટે પ્રત્યેક યુનિટે પોતાને કરવાના થતા કાર્યોને અગ્રતા
ક્રમ આપી મહામંડળ સાથે સંકલન કેળવવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં કચ્છ ઉપરાંત મુંબઈ,
રાયપુર, અમદાવાદ, તલોદ,
વડાલી, જામનગર વિગેરે વિસ્તારોમાંથી સભ્યોએ ઉપસ્થિત
રહી સામાજિક વિકાસ સાથે પરસ્પર સંકલન અને સમાજ કલ્યાણ અંગે વિચારો રજૂ કર્યા હતા. ભુજ સમાજના પ્રમુખ હિતેશભાઈ ગુજરાતી, નખત્રાણા પ્રમુખ મહેશ દ્ધુભટ્ટી, માંડવીના પ્રમુખ આનંદભાઈ,
તલોદ (સાબરકાંઠા)ના પ્રમુખ દિનેશ બારમેડા તથા રશ્મિભાઈ, વડાલીના અતુલભાઈ પ્રેમજી સોલંકી તથા અંજારના પ્રમુખ દેવેન હેડાઉએ જ્ઞાતિ વિકાસ
માટે વિવિધ સૂચનો કર્યા હતા. અગ્રણી અમૃતલાલ સોલંકી, હરિલાલ લખમશી
વિશા પરમારે અમદાવાદ સ્થિત જ્ઞાતિસેતુ સામાયિકના તંત્રી અતુલભાઈ સોની, અમદાવાદના મનુભાઈ કોટડિયા, કિશોરભાઈ એલ. સોની વગેરેએ
પણ મેડિકલ ભંડોળ વગેરે સંદર્ભે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. મુંબઈના ડોલરભાઈ સાકરિયા,
જામનગરના પારસભાઈ ભૂત, રાયપુરના પ્રફુલ્લભાઇ સોનીએ
સંસ્થા માટે કામ કરવાની તત્પરતા બતાવી હતી. દિલીપભાઈ બગ્ગાએ માતાના મઢની વાડીના નિર્માણ
અંગે રજૂઆત કરી હતી. વી.પી. સોનીએ ઉદ્બોધન કર્યું હતું. અમદાવાદના પ્રમુખ નીલેશભાઈ પોમલ, માધાપરના બિપિનભાઈ સોની તેમજ મહેશભાઈ બારમેડાએ વર્તમાન સમયમાં સોનાના કારીગરોની
વ્યથાને વાચા આપી હતી. ભુજના રોહિણીબેન બુદ્ધભટ્ટી, સુધાબેન બુદ્ધભટ્ટી
ઉપરાંત લતાબેન સોલંકીએ મહિલાઓની ભાગીદારી વધારવા સૂચવ્યું હતું. જિગર મોહનલાલ બુદ્ધભટ્ટી,
ભુજ યુવક મંડળના પ્રમુખ રાહુલ સોલંકી, પ્રદીપ બિજલાણી
વિગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા મહામંડળના હોદ્દેદારો ભરતભાઈ
બગ્ગા, ચેતન બારમેડા, મૂળજી કટ્ટા,
જીત હેડાઉ તેમજ ભુજ જ્ઞાતિના મંત્રી પરેશ ગુજરાતી, હિતેશ પોમલ, દીપક પોમલ, સંજીવ બુદ્ધભટ્ટી
વિગેરેએ જહેમત ઉઠાવી હતી.