માંડવી, તા. 16 : માંડવી એ.પી.એમ.સી.ના નવા હોદ્દેદારો
દ્વારા ખેડૂતલક્ષી કાર્યના પ્રારંભે ચાલુ સાલે મગફળીનું વાવેતર કરવા માગતા ખેડૂતોને
વિનામૂલ્યે મગફળીના બિયારણનું વિતરણ કરાયું
હતું. ચેરમેન ભાઈલાલભાઈ છાભૈયા તેમજ માંડવી અમલીકરણ અધિકારી શ્રી જોશી, શ્રી પ્રજાપતિ, વિસ્તરણ
અધિકારી છબીલભાઈ, ગ્રામસેવકો તેમજ માંડવી તાલુકા સંઘના મેનેજર પ્રકાશ પોકાર ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. વ્યવસ્થા એ.પી.એમ.સી. અને સંઘના કર્મચારીઓએ
સંભાળી હતી.