• બુધવાર, 17 જૂન, 2026

ગાંધીધામના પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા બીએસએફ બટાલીન ખાતે રકતદાન કેમ્પ યોજાયો

ગાંધીધામ, તા. 16 : વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અંતર્ગત   પ્રેરણા ફાઉન્ડેશન, ગાંધીધામના સહયોગથી બી.એસ.એફ બટાલીયન ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પનું ઉદ્ઘાટન કમાંડન્ટ શિવ કુમારના હસ્તે  કરાયું હતું.  બી.એસ.એફના  જવાનો દ્વારા કુલ 54 યુનિટ રક્ત સ્વૈચ્છિક રીતે  દાન કરીને   જીવ બચાવવાની અને રાષ્ટ્ર સેવાની ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી હતી. કેમ્પમાં ડૉ. રિતિકા માસીહ, , ડો કમલેશ થારવાની અને ડો કાજલ થારવાનીના માર્ગદર્શન હેઠળ ફાઉન્ડર પ્રદીપભાઈ પરિહારભૈરવ સાપેલા, સુમન ભાટી, ઘનશ્યામ ભાટિયા,સ્તુતિ, જીતુ વાજા, ભારતી પંજાબીસહયોગી બન્યા હતા.  રક્તદાન દરમિયાન તમામ તબીબી પ્રોટોકોલ અને સલામતીના ધોરણોનું  પાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી બોર્ડરમેનમાં નિ:સ્વાર્થ સેવા અને સામાજિક જવાબદારીની ભાવના   જાગૃત થઈ હતી. કેમ્પ દરમ્યાન સૈનિકોમાં પરસ્પર ભાઈચારો, સામાજિક પ્રતિબદ્ધતા અને સ્વૈચ્છિક રક્તદાનના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. 

Panchang

dd