• બુધવાર, 17 જૂન, 2026

કચ્છ ચેમ્બરના પ્રમુખનું અચાનક નિધન

ભુજ, તા. 12 : કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીજના અધ્યક્ષ વ્યાપાર-ઉદ્યોગ જતગના અગ્રણી રાજેશ સૂર્યકાંત ભટ્ટનું આજે વહેલી સવારે અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. એમની વય 64 વર્ષની હતી. ભૂકંપ બાદ કચ્છમાં ઉદ્યોગ-વ્યાપાર તથા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે તેઓ સતત સક્રીય રહ્યા હતા. કચ્છને સ્પર્શતા પ્રશ્નો તેમજ ભુજ શહેરના વિકાસ માટે તેઓ કાયમ હકારાત્મક અભિગમ સાથે તંત્ર તથા સરકાર સાથે સંકલનમાં રહી પ્રશ્નોના ઉકેલ માટે પ્રયાસો કરતા હતા. મિલનસાર સ્વભાવ ધરાવતા રાજેશભાઈનું મિત્રવર્તુળ બહોળું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત અનુયાયી હતા. તેમના પિતા ડો. સૂર્યકાંતભાઈ ભટ્ટ ભુજની લાલન કોલેજમાં પૂર્વ પ્રાધ્યાપક હતા. સદ્ગત શ્રી ભટ્ટે પોતાની કારકિર્દીનો આરંભ કચ્છ ગ્રામીણ બેંકના અધિકારી તરીકે કર્યો હતો. એ પછી સહજાનંદ ફ્લાયઅ.. બ્રિક્સ નામનો વ્યવસાય શરૂ કરી ઉદ્યોગ જતમાં પ્રવેશ્યા હતા. કચ્છ ચેમ્બરના માધ્યમથી જિલ્લા તંત્ર તથા સરકાર સાથે સંકલનમાં રહી કચ્છ મહોત્સવ, વાયબ્રન્ટ ગુજરાતન આયોજનમાં સહયોગી બની દેશ-વિદેશમાં વસતા કચ્છઓ સાથે સંવાદ સાધીને કચ્છમાં વધુને વધુ ઔદ્યોગિક રોકાણો આવે એ માટે પ્રયત્નશીલ રહ્યા હતા. તેમની કાર્ય...ને નરેન્દ્રભાઈ મોદી તથા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ બિરદાવી હતી. તેમની અંતિમયાત્રામાં વેપાર, ઉદ્યોગ, કલા, સંસ્કૃતિ ક્ષેત્રના અગ્રણીઓ, વેપારીઓ નાગર જ્ઞાતિન અગ્રણીઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના મંત્રી અશોકભાઈ વોરા, જોરાવરસિંહ રાઠોડ, મણિભાઈ ઠક્કર, સંજય ઉપાધ્યાય, દિલીપ કોરડિયા, તલકશી નંદુ, કર્નલ જોહર, મિતુલ મહેતા, રવિન્દ્ર ત્રવાડી, અક્ષય ઠક્કર, જટુભા રાઠોડ, મુકેશ આચાર્ય, પરાક્રમસિંહ જાડજા, ઈન્દ્રજિતસિંહ જાડેજા, જાદવજી ગોરસિયા, ભૂપેન મહેતા, સુબોધ ઠક્કર, અગ્રણી ધારાશાત્રી શંકરભાઈ સચદે, સંસ્કારનગર પ્રગતિ મંડળના પ્રમુખ રામદેવસિંહ જાડેજા, મંત્રી કૃષ્ણકાંત ભાટિયા, માંડવી સર્વાંગી વિકાસ પરિષદના અધ્યક્ષ વાડીલાલ દોશી, મંત્રી દિનેશ શાહ, ઉપપ્રમુખ દીપકભાઈ પંડયા, રોયલ ફાઉન્ડેશનના અવનર નોડે સહિતનાયે અંજલિ આપી હતી. 

Panchang

dd