ભુજ, તા. 27 : અહીંની ખેતીવાડી ઉત્પન્ન બજાર
સમિતિના માર્કેટયાર્ડમાં લાભપાંચમે ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે કાંટાપૂજન અને નવા
વર્ષના મુહૂર્તના સોદા સાથે વેપારનો પ્રારંભ થયો હતો. આ તકે કાંટાપૂજન ધારાસભ્ય કેશુભાઈ
પટેલ તથા ચેરમન શંભુભાઈ જરૂ, વાઈસ
ચેરમેન મહેશભાઈ ઠક્કર તથા ડાયરેક્ટરોના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કેશુભાઈ
પટેલે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી, નવું વર્ષ સૌ માટે સુખી અને
નિરોગી નીવડે તેવું જણાવ્યું હતું. વિશેષમાં તેઓએ જણાવ્યું હતું કે, બજારમાં ટર્નઓવર નહીં, પણ પારદર્શકતા મહત્ત્વની છે. કાંટાપૂજન
બાદ તરત જ નવા વર્ષના મુહૂર્તના સોદાઓ કરવામાં આવ્યા હતા જેમાં હરાજી ક્લાર્ક ભૂપતસિંહ
જાડેજા દ્વારા બોલી બોલાવાતાં શુકનવંતી ખેતપેદાશ મગની હરાજી પ્રથમ કરવામાં આવી હતી,
જેમાં મગનો સૌથી ઊંચો આંક 12511 પ્રતિ ક્વિન્ટલના આશાપુરા ટ્રેડર્સ (રાજેશભાઈ ઠક્કર)એ આપતાં
તેઓને મુહૂર્તની ખરીદી પ્રાપ્ત થઈ હતી. આ સોદામાં કમિશન એજન્ટ તરીકે સી. પી. ઠક્કર
રહ્યા હતા, ત્યારબાદ ક્રમશ: અન્ય હરાજીઓ
થતાં કુલ રૂા. 60 લાખના સોદાઓ
થયા હતા. આ પ્રસગે ડાયરેક્ટર અજિતભાઈ ઠક્કર, નવીનભાઈ ગણાત્રા, રાજેશભાઈ ઠક્કર, માવજીભાઈ વરચંદ, અશોકભાઈ પટેલ, વૈભવભાઈ ગઢવી તથા પૂર્વ ડાયરેક્ટર હિંમતલાલ ઠક્કર, મનસુખભાઈ
વોરા, શીતલભાઈ શાહ, પ્રો. પી. સી. શાહ,
કાકુભાઈ ઠક્કર, વેપારી મિત્રો તથા ખેડૂતમિત્રો
તથા હમાલભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા સમિતિના સેક્રેટરી એસ. એસ.
બરારિયા, આસિ. સેક્રેટરી એસ. સી. ગોર, આર.
એસ. આહીર, એન. પી. જાડેજા, એસ. ડી. સાધુ,
જી. આર. ગઢવી, ભાવિક ગોર, ડી. એસ. ગોર, બી. એમ. જાડેજા, એન.
એસ. આહીર, એસ. એચ. કોવાડિયા, જે. આર. સોઢા,
વાય. ડી. ઝાલા, એમ. એમ. ખાસા, રમેશ પટ્ટણી વગેરે કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી, શાત્રોકતવિધિ
આચાર્ય ભરતભાઈ પંડ્યા (માધાપરવાળા)એ કરાવી હતી.