મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 27 : રાપર તાલુકાનાં
ડાભુંડા ખાતે અખિલ માલદે સોઢા સમાજની બીજી કારોબારી બેઠકમાં વિવિધ જિલ્લામાંથી ભાઈઓ
હાજર રહ્યા હતા. સમાજલક્ષી ઠરાવની રજૂઆત સાથે સમાજના નવા ટ્રસ્ટની રચના કરવામાં આવી
હતી, જેમાં પ્રમુખ તરીકે રાપર તાલુકા પંચાયતના માજી
પ્રમુખ હમીરસિંહ વર્ધાજી સોઢાની વરણી કરાઈ હતી. સોઢા સમાજનાં બેનર હેઠળ માતાના મઢ આશાપુરા
માતાજી મંદિરને ભવ્ય ધ્વજારોહણ પ્રસંગ યોજવાનું ઠરાવાયું હતું. પ્રથમ ટ્રસ્ટની મિટિંગમાં
30 નવા ટ્રસ્ટીની વરણી સાથે સમાજને
20 લાખ રૂપિયાનો ભંડોળ મળ્યો હતો.
આરોગ્ય, શૈક્ષણિક, આર્થિક અને
મહિલાલક્ષી કાર્યો કરવા તથા ધર્મ અને સંસ્કૃતિનાં જતન સાથે સમાજના વિકાસ માટે સૌ જ્ઞાતિજનો
સંકલ્પબદ્ધ બને તેના પર ભાર મુકાયો હતો. રણુભા સોઢા મૈયા મેરૂધામનો સમગ્ર વહીવટ સમાજને
અર્પણ કરવામં આવ્યો હતો. સંચાલન ખાનુભા સોઢા, લક્ષ્મણસિંહ સોઢા,
આભારવિધિ મેઘુભા સોઢાએ કરી હતી.