• રવિવાર, 12 મે, 2024

વ્યાપક ઊલટપૂલટ, શેસનની તેજીમાં બૂકીઓ `ધોવાયા'

પ્રફુલ્લ ગજરા દ્વારા : ભુજ, તા. 27 : ધીરે ધીરે ઉત્તેજના જગાવવાની પરાકાષ્ઠા ભણી પહોંચી રહેલી ફટાફટ ક્રિકેટની ફાસ્ટ સ્પર્ધા એવી વિશ્વ ક્રિકેટની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ વખતે અત્યાર સુધીનો હટકે કહી શકાય તેવો માહોલ બતાવી રહી છે. સ્પર્ધાની મોટાભાગની મેચોમાં આસમાની-સુલતાની કહી શકાય તેવી વ્યાપક ઊલટપૂલટ અને શેસનમાં તેજીના અવિરત તોખારે બૂકીઓને રીતસરના ધોઇ નાખ્યા છે. અત્યાર સુધી લાખો નહીં પણ કરોડોનો ફટકો સહન કરી ચૂકેલો બૂકીવર્ગ બાકીની મેચો હિસાબ સરભર કરી દેનારી બની રહે તેવી મીટ માંડીને બેઠો છે. ક્રિકેટ ઉપરનો સટ્ટો સ્થાનિકેથી છેક આંતરરાષ્ટ્રીય સ્તર સુધી છેલ્લા લાંબા સમયથી વ્યાપક બની ચૂક્યો છે. તેમાંયે વળી ફાસ્ટ ક્રિકેટ ટ્વેન્ટી-ટ્વેન્ટીની લોકપ્રિયતાની ટોચ ઉપર સ્થાન જમાવનારી આઇ.પી.એલ. સ્પર્ધા અને તેના ઉપર રમાતા સટ્ટાએ તો જાણે સટ્ટાની દુનિયાનાં સમીકરણો ફેરવી નાખ્યાં છે. સટ્ટા બાબતે સામાન્ય રીતે એવું કહેવાય છે કે, રમનારો સરાસરી ખાટે નહીં અને રમાડનારો ખાટે, પણ વખતના આઇ.પી.એલ.ના દોરમાં મોટાભાગની મેચોમાં ખેલાડીઓની રમત અને હાઇએસ્ટ સ્કારિંગ મેચો અને તેનાં પરિણામોમાં ઉથલપાથલે  પ્રથમવાર રમનારાના નહીં પણ રમાડનારાનાં સમીકરણો બદલાવી નાખ્યાં છે. ભારે ઉથલાવનો દોર સ્પર્ધામાં શનિવારે રમાયેલી પહેલી મુંબઇ ફેમ મેચ સુધી બરકરાર રહ્યો છે. સટ્ટાને સંલગ્ન સૂત્રો સાથેની વાતચીતમાં જાણવા મળેલી વિગતો અનુસાર વખતે આઇ.પી.એલ.માં આંગળીના વેઢે નહીં પણ માત્ર આંગળીથી ગણી શકાય તેટલી મેચ સીધે સીધી ગઇ છે. મોટાભાગની મેચ ભારે ચડાવ-ઉતાર સાથે વ્યાપક ભાવફેરવાળી બની રહી છે. સ્થિતિમાં સટ્ટો રમનારાની બન્ને બાજુ બૂક બની જવાનું રહેતું રહ્યું હોવાથી બૂકીઓ માટે આર્થિક ફટકો સર્જાયો છે. તેમાંયે વળી શેસનના સટ્ટામાં સરાસરી વ્યાપક તેજીએ પણ બૂકીઓ માટેના આર્થિક ફટકામાં મોટું યોગદાન આપ્યું છે. દરમ્યાન એક બિનસત્તાવાર મોજણી મુજબ આઇ.પી.એલ. સટ્ટાનો માહોલ કચ્છમાં પણ જોવા મળ્યો છે. અપેક્ષા હોય તેટલા રન થવા અને આટલો મોટો સ્કોર પાર થઇ જવાને લઇને તથા શેસનમાં ધોમધોમ તેજીએ કચ્છના બૂકીઓને પણ ચિંતામાં મૂકી દીધા છે. દેશના છેવાડે આવેલા કચ્છમાં વખતના આઇ.પી.એલ. સટ્ટાનો આંક અને થયેલી હાર-જીતનો ગ્રાફ ટોપમાં હોવાની તો અમુક બૂકીઓ દાવ લેવાના બદલે દાવ લગાડવાનો માર્ગ અપનાવી ચૂક્યા હોવાની વિગતો પણ જાણવા મળી હતી. બીજી બાજુ આઇ.પી.એલ. અને લોકસભાની ચૂંટણી બન્નેનો સમયગાળો એકસરખો રહેવાના કારણે પોલીસ અને વહીવટી તંત્ર ચૂંટણી સંલગ્ન પ્રક્રિયામાં વધુ પ્રવૃત્ત હોવાનાં કારણે  સટ્ટાની દુનિયા બાજુ હજુ જોઇએ તેટલું તંત્રોનું ધ્યાન ગયું નથી. સ્થિતિમાં અત્યાર સુધી સટ્ટાના દરોડાની સંખ્યા પણ ન્યૂનત્તમ રહ્યાનું જોવા મળી રહ્યું છે. જ્યારે કેટલાક બૂકીઓએ અત્યાર સુધીની આઇ.પી.એલ. મેચોને કેન્દ્રમાં રાખીને જણાવ્યું હતું કે, આવી આઇ.પી.એલ. કયારેય જોઇ નથી. સતત અને ઉત્તરોત્તર આર્થિક ફટકાના લીધે દર વખતે થતા નફાની જગ્યાએ વખતે ઓછામાં ઓછું નુકસાન થાય તેવી ગણતરીમાં પણ પરોવવાવું પડયું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang