• સોમવાર, 13 મે, 2024

હાજીપીરના ત્રિ દિવસીય મેળાનો પ્રારંભ

ઉમર ખત્રી દ્વારા : મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 27 : રણ વચાડે આવેલા કોમી એકતાના પ્રતીક એવા હજરત હાજીપીરવલી (..)ના ત્રિ દિવસીય મેળાનો આજે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો ધોમ ધખતા તાપ વચ્ચે શ્રદ્ધાનો ઘોડાપુર ઉમટતાં પ્રથમ દિવસે દોઢ લાખ કચ્છ અને સૌરાષ્ટ્ર, કાઠીયાવાડના શ્રદ્ધાળુ પોતાના વાહનો સાથે ઉમટયા હતા. આજે સવારે ત્રિ દિવસીય મેળાનું રીબીન કાપીને ઉદ્ઘાટન અખીલ કચ્ચ મુ.હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી અબ્દુલભાઇ રાયમાએ કર્યું હતું. વકફ બોર્ડના હાજી આમદભાઇ જતે જણાવ્યું કે, દુર દુરથી આવતા શ્રદ્ધાળુ પોતાની માનતા પુરી કરે છે. શ્રદ્ધાનું બળ છે, સરપંચ હાજીભાઇ મુજાવરે મેળાના આયોજન અંગેની વિગતો આપી હતીપીઆઇ શ્રી વસાવા, અકબર હાલા, ડો. ઉમેશ આચાર્ય, મુજાવર અબ્બાસભાઇ, મુજાવર હાજી દાઉદભાઇ, મુજાવર નુરમામદભાઇ, મુજાવર કાસમભાઇ, મુજાવર ઓસમાણભાઇ, તલાટી અમીનભાઇ, લતીફભાઇ, જુસબભાઇ કુંભાર, ફકીરમામદ ખલીફા, ફકીરમામદ જાહિદભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓ, મુજાવર પરિવાર દ્વારા મજાર  પર ચાદર પોશી કરવામાં આવી હતી. દરગાહના પરિસરમાં મેદની હાજીપીરવલીની દરગાહના પરિસરમા આજે સવારથી પગ રાખવા જેટલી જગ્યા હતી. પ્રથમ દિવસે વલીની મજારે દોઢેક લાખ જેટલા સલામીએ ઉમટયાનું હાજી ઇસ્માઇલ મુજાવરે કચ્છમિત્રને જણાવ્યું હતું. - પોલીસ બંદોબસ્ત : મેળામાં કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી ભગોરાના નેતૃત્વ હેઠળ ચાર આઇપી, 11 પીએસઆઇ સહિત 350નો પોલીસ કાફલો મેળા પર બાજ નજર રાખી રહ્યો છે. - ગોળ, સાકર ભાર તોલ : હાજીપીર બાબાની મન્નત પુરી થાય તે માટે જે વ્યક્તિના નામે મન્નત પુરી થઇ હોય એવા શ્રદ્ધાળુઓ સાકર, ગોળ, પેડા, ખજુરના ભારેભાર કાંટા પર તોલતા નઝરે પડયા હતા. - દુકાનો પર ભીડ : 200 પ્લોટમાં જુદા જુદા ખાણી પીણીના, ચકડોળ, કટલેરી, ઠંડા પીણા,  નાળીયેર, પ્રસાદ વલીની ચાદર માટે ગીર્દી જોવા મળી હતી. તો શ્રદ્ધાળુઓ દ્વારા ચાદર ચડાવવા માટે ઢોલની રમઝટ સાથે સંદેલો, કવાલીઓના તાલે શ્રદ્ધાળુઓ દેખાતા હતા. રણ વચ્ચે પાણીની અછત સર્જાય તે માટે પંચાયત દ્વારા રોજના 10 ટેન્કર પાણીના ઉપરાંત વાસ્મો દ્વારા બે લાખ લીટરનો પાણીનો ટાંકો ભરવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang