• મંગળવાર, 14 મે, 2024

પ્લાસ્ટિકનાં પ્રદૂષણ સામે આયોજનબદ્ધ લડાઇ

ભુજ, તા. 26 : થોડા દિવસ પહેલાં 22મી એપ્રિલે દુનિયાભરમાં પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી. પર્યાવરણનું મહત્ત્વ અને પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે દેશ-દુનિયામાં યોજાયેલા કાર્યક્રમોની એક ચિંતા સામાન્ય હતી. પ્લાસ્ટિકના દાનવથી ધરતીને બચાવવી કેમ? દુનિયાના દરેક ખૂણે વાતની ચર્ચા થાય છે. પ્લાસ્ટિકનો ઉપયોગ નિયંત્રિત નહીં થાય તો માત્ર પૃથ્વી બલ્કે માનવજાતિના અસ્તિત્વ સામે લાંબાગાળે ખતરો પેદા થશે. કડવી વાસ્તવિકતા છે કે, પ્લાસ્ટિક સામે આટલી કાગારોળ છતાં તેનો ઉપયોગ અટકતો નથી. સંજોગોને સ્વીકારીને બેસી રહેવાથી પ્રશ્ન હલ નહીં થાય. આશાપુરા ફાઉન્ડેશને તેના ઉપાયનો પ્રામાણિક અને પ્રેરક પ્રયાસ કર્યો છે. શું છે `પ્રત્યાપત્તિ' પ્રોજેક્ટ ? વિગતો જાણવા જેવી છે. પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિકનાં ઝબલાં વપરાશમાં લેવા, પણ જો વપરાશમાં લેવાય તો જ્યાં-ત્યાં ફેંકીને આશાપુરાની ટીમને આપવામાં આવે. લોકો ઝબલાં વાપરે તે માટે જનમાનસમાં જાગૃકતા ફેલાવવી. પ્રોજેક્ટ પ્રારંભ : આશાપુરા ફાઉન્ડેશનને નકામા પ્લાસ્ટિક ઝબલાંનો વિચાર કેવી રીતે આવ્યો ? આશાપુરા ફાઉન્ડેશનના ટ્રસ્ટી એવા દિનાબેન ચેતનભાઈ શાહને વિચાર આવ્યો કે ઝબલાં પર્યાવરણ માટે અવરોધરૂપ છે. અમને બાબતે વિચારવાનું કહ્યું કે, આપણે પણ એવું કંઈક કરી શકીએ જે સમાજને ઉપયોગી થાય. ત્યારથી અમારા બધાનું દિશામાં મનોમંથન શરૂ થયું. કામનો ખાસ કોઈ અનુભવ હતો. કેમ કરવું, શું કરવું? અમારી ટીમ માટે કામ પડકારજનક હતું. પ્રથમ તો અમારી ટીમ `ખમીર' સંસ્થાની મુલાકાત લેવા ગઈ, પરંતુ કામ શરૂ કેવી રીતે કરવું તે વિકટ પ્રશ્ન હતો. પણ ધીમી ગતિએ કામ શરૂ કર્યું માર્ચ 2021માં. પ્રત્યાપત્તિ : પ્રોજેક્ટ પ્રત્યાપત્તિ નામાભિધાનથી કાર્યરત છે. `પ્રત્યાપત્તિ' એટલે પ્રત્ય++પત્તિ - પાછા આપવું, આપત્તિ સામે પ્રતિકાર. પ્લાસ્ટિકરૂપી આપત્તિ ધરતી પર પ્રદૂષણ ફેલાવે છે. આપણે ધરતીને હરિયાળી રાખવાની છે. પ્રદૂષણરૂપી આપત્તિ સામે પડકાર કરવો જરૂરી બની ગયો છે. પ્લાસ્ટિક કાર્યની પ્રક્રિયા : ઝબલાં  એકત્રિત કરવા માટે શરૂઆતમાં  કાપડની થેલીનું વિતરણ કરતા, મહિલા મંડળો સાથે માટિંગ કરતા, માટિંગમાં આવનાર દરેકને કાપડની થેલીઓ આપીને સમજાવતા કે બજાર જાઓ ત્યારે થેલી સાથે રાખવાની છે. શેરી માટિંગો કરી,  પરંતુ ધારી સફળતા મળી. એક વખત ઝબલાં આપ્યાં પછી બીજી વખત ઝબલાં આપવા આવે. ફૂલછોડ-તુલસીના રોપા આપવાના ચાલુ કર્યાં. પછી પ્રેરણા મહિલા મંડળના વંદનાબેન ભાવસારે મહિલા મંડળોનું ગ્રુપ બનાવ્યું અને તેમણે આહ્વાન કર્યું કે ઝબલાં આપશે તેને ગિફ્ટ આપીશું. ત્યારથી અમારી સાથે 60 બહેનો જોડાઈ ગઈ. 1થી 5 તારીખ વચ્ચે પ્લાસ્ટિક ભેગું કરીને રાખે, આશાપુરા વૂમન્સ અકેડેમી ભુજના સંગીતાબેન અને માધાપરમાં હેમાલિબેન દરેક સોસાયટીમાં જઈને લઈ આવે, તેમનું રજિસ્ટ્રેશન કરે, સાબૂ અને ફેસવોશ જેવી ગિફ્ટ આપે. દરેક સોસાયટીમાંથી એક લીડર હોય તેનો ટ્રોફી કે ગિફ્ટ આપીને સન્માન કાર્યક્રમ કરવામાં આવે. કામ  પાછળ 10થી 12 બહેનો નિયમિત રોજગારી મેળવે છે. એકત્રીકરણ પછી કમુબેન, જયશ્રીબેન, આરતીબેન ધોવાનું કામ કરે, ધોવાઈ ગયા બાદ કાટિંગ કરવા કુકમાના પ્રવીણાબેન રાઠોડ ગ્રામ્ય વિસ્તારની અન્ય બહેનો પાસે કાટિંગ કરાવીને સંસ્થામાં પહોંચાડે, સંસ્થાના દરેક સદસ્યો ચોંટાડવાના કાર્યમાં સહકાર આપે છે, ચોંટાડી લીધા બાદ લખીબેન વણકર, મંજુલાબેન વણકર વણાટકામ કરીને ચટાઈ બનાવે, ચટાઈમાંથી છેલ્લે સિલાઇકામ કરવા સુરેશભાઇ સંજોટ અને તેમની સાથેના પાંચ મહિલા કારીગર તેમાંથી અવનવી ડિઝાઇનના બેગ અને પર્સ બનાવે છે. દરેક કાર્યનું સંચાલન હસ્મિતાબેન ત્રિવેદી અને પ્રીતિબા જાડેજા કરી રહ્યા છે. કામનો ઉદ્દેશ : પ્લાસ્ટિકમાંથી મુક્તિ અપાવવા માટે આપણે સૌને કટિબદ્ધ થવું પડશે. કામ માત્ર સરકારનું નથી, દરેક નાગરિકની ફરજ છે. દરેકે કાર્યની શરૂઆત પોતાનાથી કરવી પડશે. આપણે ક્યાંય પણ બહાર જઈએ તો સાથે કાપડની થેલી અવશ્ય રાખવી જોઈએ. આપણે જાગૃત થઈને ઝબલાંનો ઇન્કાર કરીશું તો ઝબલાંનું ઉત્પાદન બંધ થશે. જો દરેક નાગરિક જાગૃત થશે તો પ્રદૂષણ ફેલાતું અટકાવી શકાશે. ધરતીમાતાને પ્રદૂષણમુક્ત કરવાની આપણી ફરજ છે. પ્લાસ્ટિકને બાળવાથી પણ પ્રદૂષણ વધુ ફેલાય છે. આપની શેરીઓ, ગલીઓ, મહોલ્લા વગેરે કચરામુક્ત બનશે ત્યારે `સ્વચ્છતા ત્યાં પ્રભુતા' દેખાશે.  આશાપુરા ફાઉન્ડેશનના મુખ્ય સંચાલક રાગિનીબેન વ્યાસે `મારું ગામ - પ્લાસ્ટિકમુક્ત ગામ, મારું શહેર - પ્લાસ્ટિકમુક્ત શહેર'ના વિચાર પર ભાર મૂક્યો છે. તેમણે પ્રસ્તાવ પણ મૂક્યો છે કે શેરી, મહોલ્લા, ગામ પ્રદૂષણમુક્ત થશે તેની નોંધ લેવામાં આવશે. પ્લાસ્ટિક ઝબલાં આરોગવામાંથી ગાયમાતાને બચાવી, સાચા ધર્મરક્ષક બનીને આપણી સંસ્કૃતિ જાળવીએ. તમે તમારા ઘરના પ્લાસ્ટિક ઝબલાં અમને આપી સુંદર પર્યાવરણના રક્ષક બનો. ઝુંબેશથી પર્યાવરણ સુધરશે, સાથેસાથે તમારી આસપાસ સ્વચ્છતાના સહભાગી બનશો. કોઈ કામ એકલા હાથે થતું નથી. અમારા ભગીરથ કાર્યમાં આશાપુરા ફાઉન્ડેશનની સમગ્ર ટીમ કાર્યરત છે તેમજ આપના સૌના સાથ-સહકારથી અમેં અહીં સુધીની યાત્રા શરૂ કરી છે. હજુ પણ તમારા બધાનો સાથ-સહકાર મળશે તો લાંબી યાત્રાના, આપણે સ્વચ્છ ભારતના સાક્ષી થઈશું. - રીતે થાય છે પ્રવૃત્તિ :  પ્લાસ્ટિકનાં ઝબલાં મહિલા મંડળો સોસાયટીઓ પાસેથી એકઠાં કરે છે. - પ્લાસ્ટિકનાં ઝબલાં ધોવાય છે, પછી સૂકવીને કાપી દેવાય છે. - વણાટકામ, સીવણ કરી નાની બેગ, થેલી, મોબાઇલ પર્સ બનાવાય છે. - અત્યારે શાળાના છાત્રોને બેગ, થેલા અપાય છે. - પ્રદૂષણ નિરોધક પહેલથી લોકોને રોજગારી મળે છે. - પ્લાસ્ટિકનાં ઝબલાં સંસ્થાને આપવા લોકોને અપીલ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang