• શનિવાર, 04 મે, 2024

ક્ષત્રિય સમાજના અસ્મિતા ધર્મરથનું માતાના મઢથી પ્રસ્થાન

માતાના મઢ, તા. 24 : દેશદેવી મા આશાપુરાનાં સ્થાનક માતાના મઢ?ખાતેથી શ્રત્રિય સમાજના અસ્મિતા ધર્મરથને વિધિવત પ્રસ્થાન કરાવાયું હતું. ધર્મરથ તા. 30 એપ્રિલ સુધી કચ્છના 10 તાલુકા સહિત મોરબી સુધીના વિસ્તારને આવરી લેશે. ધર્મરથને પ્રસ્થાન કરાવ્યા બાદ માતાના મઢ? ચાચરાકુંડ સ્થિત ક્ષત્રિય સમાજવાડી ખાતે જાહેર સભા યોજાઇ હતી. જેમાં  મોટી સંખ્યામાં શ્રત્રિય સમાજ તેમજ મુસ્લિમ સમાજ, .જા. સમાજ સહિત વિવિધ જ્ઞાતિના લોકો જોડાયા હતા. સભામાં મંચસ્થ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી સલીમ જત, ઇકબાલ મંધરા, આધમ રાયમા, હાસમ નોતિયાર, હુસેન રાયમા, હાજી સુલેમાન પઢિયાર, આધમ પઢિયાર, ઓસમાણ સુમરા સહિતના અગ્રણીઓએ લોકશાહી ઢબે ચાલનારા ધર્મરથમાં જાહેર સમર્થન આપી  શ્રી રૂપાલાના વિવાદી બોલને વખોડયા હતા. ક્ષત્રિય સમાજના ધર્મરથને મુસ્લિમ સમાજનું પણ સમર્થન મળ્યું હતું. દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ હિતેશભાઇ મહેશ્વરીએ સભામાં ક્ષત્રિય સમાજને જાહેર સમર્થન આપી સત્તાધારી ભાજપની રીતિ-નીતિને વખોડી હતી. ગુજરાત કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાએ  ક્ષત્રિય ધર્મરથને સમર્થન આપનારા તમામ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સત્તાપક્ષના અહંકારને તોડવા ક્ષત્રિય  સમાજ  તેની વિરુદ્ધ પ્રચાર કરશે. કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના મહામંત્રી રામદેવસિંહ જાડેજાએ  ભાજપ પર આકરા પ્રહાર કરતાં સંબોધન આપ્યું હતું કે, અમને કચ્છ સહિત ગુજરાતભરથી મુસ્લિમ, પાટીદાર, .જા. સહિત વિવિધ સમાજના અગ્રણીઓનું સમર્થન મળી રહ્યું છે. કચ્છ કરણી સેના પ્રમુખ માધુભા જાડેજા, જયદીપસિંહ વાઘેલા, કે. ડી. જાડેજા, વિક્રમસિંહ સોઢા,  રાણુભા સોઢા, દેશુભા જાડેજા, પી.સી. ગઢવી, જશુભા જાડેજા, નવલસિંહ જાડેજા, જેતમાલજી જાડેજા,  પુંજુભા જાડેજા,  શિવુભા જાડેજા, ભગીરથસિંહ સોઢા, જગદીશસિંહ જામ, મહાવીરસિંહ જાડેજા તેમજ સેંકડોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang