• રવિવાર, 05 મે, 2024

યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખપદે દાતાની વરણી

રાયધણપર (તા. ભુજ), તા. 24 : કચ્છ આહીર સમાજમાં ખાસ કરીને ભુજ તાલુકામાં આહીર યુવાનો માટે શિક્ષણ માટે કટિબદ્ધ રીતે સતત પ્રયત્નો જેના થકી થઇ?રહ્યા છે તેવા યદુનંદન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ?તરીકે આહીર સમાજના દાતા પરિવારના રણછોડભાઇ ગોપાલભાઇ ડાંગર (નાડાપા)ની વરણી કરવામાં આવી હતી. ઉપસ્થિત આહીર સમાજના અગ્રણીઓએ શિક્ષણ ક્ષેત્રમાં પૂરક બળ મળશે તેવી આશા  વ્યકત કરી હતી. માધાપર હાઇવે નજીક સંકુલમાં આવેલી આહીર બોર્ડિંગનું યદુનંદન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. સંસ્થાના વર્તમાન પ્રમુખ શામજીભાઇ ભુરાભાઇ ડાંગર અને તેમની ટીમે સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં આહીર સમાજના અગ્રણીઓ રાણાભાઇ રવાભાઇ ડાંગર, પૂર્વ ધારાસભ્ય શિવજીભાઇ આહીર, લોડાઇ વિભાગ આહીર સમાજના પ્રમુખ સતીશભાઇ છાંગા વગેરેએ નાડાપાના રણછોડભાઇને પ્રમુખપદ સોંપવાની દરખાસ્ત સમાજ સમક્ષ મૂકી હતી. રણછોડભાઇના પિતા સ્વ. ગોપાલભાઇ ડાંગર આહીર સમાજના અગ્રણી હતા અને લોડાઇ વિભાગ આહીર સમાજના પ્રમુખ રહી ચૂક્યા હતા અને ભુજોડી આહીર કન્યા વિદ્યામંદિરના પણ ટ્રસ્ટી પદે હતા. નવનિયુકત પ્રમુખ?રણછોડભાઇ ભુજોડી કન્યા વિદ્યામંદિરના ટ્રસ્ટી છે અને પિતાના પગલે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં યોગદાન આપતા રહે છે. માધાપર હાઇવે સ્થિત આહીર બોર્ડિંગમાં મળેલી બેઠકમાં જિલ્લા પંચાયત સદસ્ય દામજીભાઇ ચાડ, તાલુકા પંચાયત સદસ્ય ભુરાભાઇ બતા, અગ્રણી હરિભાઇ પાંચા ગાગલ, વાલાભાઇ ચાડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત થતા પ્રમુખ શામજીભાઇ ડાંગરે નવા પ્રમુખને સન્માન સાથે આવકાર આપ્યો હતો, જ્યારે  સંસ્થાના મંત્રીપદે ઝીંકડીના અગ્રણી એચ.એસ. આહીરની વરણી થઇ હતી. તેઓ પણ વિવિધ ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang