• શનિવાર, 04 મે, 2024

ઓનલાઇન ખરીદીથી બારાતુ ફેરિયાઓને પણ ફટકો પડયો

કોટડા (), તા. 24 : દિવસે ને દિવસે ઓનલાઇન ખરીદીનું વેચાણ વધ્યું છે, ત્યારે ચારેબાજુ સ્થાનિક વેપારીઓ મંદીના માહોલમાં ઘેરાયા છે. મંદી ગ્રહણ શહેરના વેપારીઓથી ગામડામાં વેપારીઓ સુધી  પણ જોવા મળે છે. બીજી બાજુ સેલ, મોબાઇલ, ઓનલાઇન ખરીદી જેમાં હોમ ડિલિવરી લોકોને મળી રહી છે. જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કપડાં, બ્રાન્ડેડ, ઘર વસ્તુઓની સેલ પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. જેના કારણે નાના વેપારીઓ મંદીનો સામનો કરે છે. વાત છે યુ.પી., બિહાર જેવા રાજ્યોમાંથી આવતા ભૈયાઓની જે ડ્રેસ, ચાદર, ટુવાલ જેવી કપડાંની વસ્તુઓ તેમજ ઉનાળામાં કુલ્ફીઓ, ચણાચટપટી લઇને ભાડાની બાઇક પર માલસામાન લઇને ગામે ગામ ફેરી કરે છે. પરપ્રાંતીય ફેરીઓને પણ મંદી નડી રહી છે. સિઝન, હોળી, દિવાળી તેમજ શિયાળામાં, ઉનાળાની સિઝનમાં કચ્છ આવી રહ્યા છે. લોકો દાયકાઓ સાઇકલથી ભુજ જેવા શહેરો ભાડે લઇને જતા પરંતુ હવે લોકો કહે છે સાઇકલ દૂર દૂરના ગામડાંઓ ફરવું મુશ્કેલ છે. કારણ કે આખે આખા ગામડાં ફરવા મંદીમાં ખર્ચ કાઢવા મુશ્કેલ છે, ત્યારે લોકો બાઇક ભાડે કરે છે અથવા ચાર ચાર મહિના માટે બાઇક સાથે લઇ આવે છે. નહિંતર અહીં રહેતા ભૈયા પરપ્રાંતીયો જે દાયકાઓથી પોતાનો ધંધો જમાવી બેઠા છે, તેમના પાસેથી બાઇક ભાડે લઇને ગામડે ફેરી કરીને  આવક રળી લેતા હોય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી ધંધા (કપડા)માં મંદી ચાલી રહી છે. અમો લોકો મુંબઇ, દિલ્હી, જયપુર જેવા શહેરોમાં લઇને નાના ગામડે ફેરી કરીને વેચાણ કરીએ છીએ. અમે લોકો હમણાં સાત-આઠ ગામ ફરીએ છીએ તો પણ ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે. ઘણા ગામડામાં ઉધાર પણ રાખી જતા હોય છે. લોકો પણ પાછા આવે ત્યારે સ્થાનિક લોકો આપી દેતા હોય છે. લોકો સારું એવું મહેનતાણું ભેગું કરી લેતા હોય છે, પરંતુ હાલમાં મંદીના માહોલ હોવાથી ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે તેવું જણાવ્યું હતું. હાલમાં  પેટ્રોલ પણ મોંઘું છે તો સાઇકલ ગામડે ગામડે ફરવું મુશ્કેલ બન્યું છે. કારણકે લોકોને વિવિધ આઇટમો જોતી હોય છે, જેને સાઇકલ પર સાથે બેસાડવી મુશ્કેલ બને છે, જેના કારણે ફરજિયાત બાઇક પર સામાન રાખવો પડે છે. તો સમયમાં ધંધો કરવો થોડાક મુશ્કેલ બન્યો છે તેવું કહે છે. દાયકાઓથી કચ્છમાં આવતા જતા હોવાથી કચ્છની ભાષા તેમજ આપણી રહેણી કરણી પણ શીખી ગયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang